ST-SC કાયદો શું છે તમે જાણો છે?, તેમા કેવી જોગવાઈ કરવામાં આવી છે ?, આ કાયદામાં કેટલી સજાની જોગવાઈ છે ?

દલિતો અને આદીવાસીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ વિશે કોઈ અજાણ નથી. રોજેરોજ પેપરમાં દલિત અત્યાચારની ઘટનાઓ આપણે જોઈએ છીયે ત્યારે શું તમે જાણો છો એટ્રોસિટી એક્ટ શું છે ? તેમા કેવી જોગવાઈ કરવામાં આવી છે ? આ કાયદામાં કેટલી સજાની જોગવાઈ છે ?

● એટ્રોસિટી એક્ટ એટલે શું ? :-કાયદો શું 

ભારતની સંસદમાં “અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ,1989″ નામનો કાયદો પસાર કરવામાં આવ્યો અને કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવ્યો. આ સિવાય વર્ષ ૨૦૧૬ માં સરકારે આ કાયદામાં કેટલાંક સંસોધન કરી અને વધુ કડક જોગવાઈઓ સાથેના નવા સંસોધનો ૧૪ એપ્રિલ, ૨૦૧૬ ના રોજ આ કાયદો લાગૂ કરવામાં આવ્યો. જે લોકો અનુસૂચિત જાતિ-જનજાતિના સભ્ય નથી તે તમામ લોકોને આ કાયદો લાગુ પડે છે. જો કોઈ વ્યક્તિ SC-ST સમુદાયના સભ્યને હેરાન-પરેશાન કરે તો , તેની વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ( અત્યાચાર નિવારણ ) અધિનિયમ , ૧૯૮૯ અંતર્ગત કાર્યવાહી કાયદાકિય કાર્યવાહી થાય છે. આ અપરાધ માટે તેને IPC ની કલમો ઉપરાંત SC-ST કાયદા અંતર્ગત પણ સજા સંભળાવાય છે .

● એટ્રોસિટી એક્ટ શા માટે ? :-

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તમામ સામાજિક આર્થિક ફેરફારો છતાં એમની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. સામાજિક ક્રુરતાના અસંખ્ય કિસ્સાઓ બની રહેલ છે જેમાં જેમાં SC/ST સભ્યોએ પોતાની સંપત્તિની સાથે જીવ પણ ગુમાવવો પડ્યો છે, જ્યારે પણ આ લોકો પોતાના અધિકારોની વાત કરે છે અને કોઈ ખોટી વાતનો વિરોધ કરે છે તો તાકતવર લોકો તેમને હરાવવાનો પ્રયત્ન કરે છે. આ સિવાય જ્યારે પણ SC-ST સમુદાય સાથે સંબંધ ધરાવતા લોકો પોતાની અને પોતાની મહિલાઓના આત્મ – સમ્માનની વાત કરે છે ત્યારે પ્રભાવશાળી લોકો તેમને અપમાનિત કરે છે. આવી સ્થિતિમાં જે કાયદો હાલમાં અસ્તિત્વમાં હતો તે સિવિલ રાઈટ એક્ટ-૧૯૫૫ અને ભારતીય દંડ સંહિતામાં કરવામાં આવેલી જોગવાઇઓ SC/ST સભ્યોને ન્યાય અપાવવામાં નબળી પડી રહી હતી, આથી SC/ST પર અત્યાચાર કરતા લોકોને સજા આપવા માટે આકરો કાયદો બનાવવાની જરૂરીયાત ઉભી થઈ. આમ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના સભ્યો વિરુદ્ધ અત્યાચારના ગુના અટકાવવા માટે તેમજ આવા અત્યાચારના ગુનાઓની ન્યાયિક કાર્યવાહી કરવા માટે ખાસ અદાલતો અને વિશિષ્ટ અદાલતોની સ્થાપના કરવા માટે, તેમજ અત્યાચારનો ભોગ બનેલા સભ્યો કે પરિવાર કે સમુહને રાહત આપી તેમના પુનર્વસન કરવા માટે અને આ પ્રકારની ઘટનાઓ સાથે જોડાયેલી બાબતો માટે યોગ્ય કાનૂની જોગવાઈ કરવાના ઉદ્દેશ્યથી આ કાયદો ઘડવામાં આવેલ છે.

● આ કાયદો ક્યારે લાગુ પડે :-

SC-ST ના લોકોને જાહેરમાં અપમાનિત કરવા અને જબરદસ્તીથી એમને મળ-મૂત્ર ખવળાવવું , સામાજિક બહિષ્કાર કરવો, SC-ST ના લોકો સાથે વ્યવસાય કરવાનો ઈનકાર કરવો અથવા SC-ST હોવાથી નોકરી કે કામ ન આપવું, SC-ST સાથે મારપીટ કરવી, જમીન પડાવી લેવી , ભીખ માંગવા પર મજબૂર કરવા, ચુંટણીમાં મત આપતાં રોકવો કે મત દેવા માટે દબાણ કરવું, કોઇ સાર્વજનિક જગ્યાએ જવા માટે રોકવા સહીતની કોઇપણ પ્રકારની હેરાનગતીના ગુનામાં આ કાયદો લાગુ છે.

– કલમ -૩ (૧) (A) મુજબ SC/ST ના કોઈ સભ્યને બળજબરીપુર્વક અખાદ્ય ખોરાક ખવડાવવો અથવા આવો ખોરાક ખાવાની ફરજ પાડવી.

– કલમ -૩ (૧) (B) મુજબ SC/ST ના કોઈ સભ્યના કબજાવાળી કોઈ જગ્યામાં મળ, કચરો,અન્ય કોઈ ધૃણાસ્પદ પદાર્થ નાખવો.

– કલમ -૩ (૧) (D) મુજબ SC/ST ના કોઈ સભ્યને જુતાનો હાર પહેરાવવો અથવા અથવા નગ્ન કે અર્ધનગ્ન હાલતમાં જાહેરમાં ફેરવે.

– કલમ -૩ (૧) (E) મુજબ SC/ST ના કોઈ સભ્ય ઉપર બળજબરી કરીને તેના કપડા ઉતારવા, બળજબરીપુર્વક માથાનુ મુંડન કરવુ, મુંછો કાપી નાખવી, શરીર અથવા મોઢુ રંગી નાખવું વગેરે જેવા સન્માન હણાય તેવા અપમાનજક કૃત્ય કરે.

કલમ -૩ (૧) (F) મુજબ SC/ST ના કોઈ સભ્યની માલિકીની હોય અથવા તેને ફાળવવામાં આવેલી હોય અથવા તેમને ફાળવવાની જાણ કરેલ હોય તેવી જમીનનો ગેરકાયદેસર કબજો મેળવે અથવા ખેતી કરે અથવા તેવી જમીન તબદિલ કરાવી લે .

કલમ -૩ (૧) (I) મુજબ SC/ST ના કોઈ સભ્યને માનવ અથવા જાનવરના મડદાનો નિકાલ કરવા અથવા લઈ જવા અથવા કબરો ખોદવાની ફરજ પાડવામાં આવે.

કલમ -૩ (૧) (J) મુજબ SC/ST ના કોઈ સભ્યને હાથે માનવ મળ સફાઈ કામ કરાવે અથવા તેવા હેતુ માટે નોકરીએ રાખે

કલમ -૩ (૧) (ક) મુજબ SC/ST ની કોઈ સ્ત્રીને દેવતા , મંદિર અથવા ધાર્મિક સ્થાનોમાં દેવીદાસી તરીકે અથવા આવી અન્ય પ્રથાનુ કામ કરાવે.

કલમ -૩ (૧) (L) મુજબ SC/ST ના કોઈ સભ્યને મત આપવા,મત ન આપવા,ચુંટણીમા ઉભા ન રહેવા,અથવા ફોર્મ પાછુ ખેચી લેવા, ફરજ પાડે, ડરાવે કે ધમકાવે.

આ સિવાય એસસી/એસટી સભ્યોનો સામાજિક કે આર્થિક બહિષ્કાર કરે, કોઈ સરકારી સેવાનો લાભ લેતા અટકાવે, ચુંટાયેલા પ્રતિનિધિ હોય અને તેના કામમાં અડચણ ઉભી કરે, જાહેરમાં અપમાન કરે, જાતિવિષયક અપશબ્દો બોલે, SC/ST સભ્યો વિરુદ્ધ તિરસ્કાર ફેલાવે, ગામ છોડવા મજબુર કરે, મોટરસાયકલ કે કાર ચલાવતા અટકાવે, લગ્નનું સરઘસ કાઢતા અટકાવે, કોઈપણ શાળા/ દવાખાના/દુકાન/હોટલ વગેરેમાં પ્રવેશતા અટકાવવા વગેરે તમામ બાબતો ગુનો બને છે .

● સજાની જોગવાઈ શું છે :-

અત્યાચાર અધિનિયમની જોગવાઈ મુજબ અલગ અલગ પ્રકારના ગુનાઓ કરવા બદલ છ મહિનાની જેલથી લઈને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ તેમજ દંડની જોગવાઈ કરવામાં આવેલી છે.

તેથી આ હતો એસ્ટ્રોસિટી કાયદો,જો આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

Your email address will not be published.