આ 80 વર્ષના વૃદ્ધ 31વર્ષથી પત્થર ખાઈ ને જીવન કાંઠે છે, ડૉક્ટર્સ પણ છે હેરાન..

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, નાના બાળકોને માટી ખાવાની આદત હોય છે. પરંતુ જ્યારે તેઓ ઘરના વ્યક્તિને જુએ છે, ત્યારે તે છુપાવવાનો પ્રયત્ન કરે છે. અને પછી છૂપાઈને ફરીથી ખાવાનું શરૂ કરી દે છે. આપણે સૌ જાણીએ છીએ કે, માટી ખાવાથી પેટમાં અનેક પ્રકારની બીમારી થઈ શકે છે. જો કે, બાળકો માટે તો માટી ખાવી એ સામાન્ય વાત છે પણ જ્યારે આવી નાદાનીભર્યુ કામ કોઈ વડીલ કરે ત્યારે નવાઈ લાગે છે.

જી હા.. એક વૃદ્ધ વ્યક્તિ છે જે રોજ પત્થર ખાય છે. તમને જાણીને સાચું નહીં લાગે, પણ આ હકીકત છે. આપણા દેશના 80 વર્ષનો વૃદ્ધ રોજ આશરે અઢીસો ગ્રામના પત્થર ખાઈ જાય છે. માહિતી અનુસાર, તે છેલ્લા ઘણાં વર્ષોથી પત્થર ખાઈ રહ્યો છે. ડૉક્ટર પણ આ વાતથી હેરાન છે કે આવું કેવી રીતે શક્ય છે..!

અચાનક પેટ થવા લાગ્યો દુઃખાવો

એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના સતારમાં એક 80 વર્ષના વૃદ્ધા રોજ 250 ગ્રામ પત્થર ખાય છે. કહેવાઈ રહ્યું છે કે, છેલ્લા 31 વર્ષથી પત્થર ચાવી રહ્યો છે. આ વૃદ્ધ વ્યક્તિનું નામ રામભાઉ બોડકે છે. ગામડામાં ઘણા લોકો રામભાઉ બોડકે પત્થરવાળા બાબા કહીને બોલાવે છે. એક ઈન્ટરવ્યૂમાં રાભાઉ બોડકે જાણાવ્યું હતું કે, 1989માં મુંબઈમા કામ કરવા ગયા હતા. જ્યાં તેમના પેટમાં અચાનક દર્દ થવા લાગ્યો હતો. છેલ્લા 3 વર્ષથી તેની સારવાર થઈ રહી છે. તેમ છતાં તેને પેટમાં દુઃખાવો દૂર થઈ રહ્યો નહોતો. એટલે તેઓ સતારા આવી ગયા અને ખેતી કરવા લાગ્યા. પરંતુ પેટનો દુઃખાવો ઓછો થતો નહોતો.

ગામની એક વૃદ્ધ મહિલાએ આપી સલાહ…

મળતી માહિતી અનુસાર, ગામમાં રહેતી એક ઘરડી મહિલાએ તેને પત્થર ખાવાની સલાહ આપી હતી. ત્યારબાદ રામભાઉએ પત્થર ખાવાનું શરૂ કર્યુ. થોડા સમયમાં બાદ તેમને આરામ મળવા લાગ્યો. ધીરે-ધીરે તે રોજ પત્થર ખાવા લાગ્યા. રામભાઉ બોડકે 31 વર્ષથી રોજ પત્થર ખાઈ રહ્યાં છે. તેમનું કહેવું છે કે, પત્થર ખાવા તેમને સારું લાગે છે. હંમેશા તેમની પાસે પત્થરના નાના-નાના કાંકડા રહે છે. જ્યારે તેમનું મન થાય છે, ત્યારે તે પત્થર ખાવા લાગે છે.

રામભાઉની આ આદતથી ડૉક્ટર પણ છે હેરાન…

આ પહેલી ઘટના ત્યારે સામે આવી જ્યારે પેટમાં દુઃખાવો થતાં તેમને હૉસ્પિટલ દાખલ કરવા પડ્યાં હોય. સીટી સ્કેન દ્વારા જાણવા મળ્યું હતું કે, તેના પેટમાં ઘણા બધા પત્થર છે. રોજ 250 ગ્રામ પત્થર ખાવાની આદતથી ડૉક્ટર પણ હેરાન છે. જો કે, હાલ, રામભાઉની હાલત સામાન્ય છે.

Leave a Reply

Your email address will not be published.