સુરેન્દ્રનગરમાં મહિલા PSIએ પોતાનો જીવ જોખમમાં મુકીને કાર સાથે લૂંટારીઓને દબોચી લીધા

સુરેન્દ્રનગરમાં મહિલા PSIએ પોતાનો જીવ જોખમમાં મુકીને કાર સાથે લૂંટારીઓને દબોચી લીધા

ગુજરાતમાં લૂંટના બનાવો ઘણાં સામે આવી રહ્યાં છે ત્યારે સુરતથી ટ્રાવેલ્સમાં મુસાફરી કરીને સુરેન્દ્રનગર તરફ આવેલા દંપત્તિના ઘરેણાં અને રોકડ રમકની લૂંટ થઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી હતી.

આ ઘટનાની જાણ મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં હેતલ રબારીને થઈ હતી ત્યાર બાદ મહિલા પીએસઆઈ હેતલે પોતાના જીવની સહેજ પણ ચિંતા કર્યાં વગર લૂંટારુઓની કારને ઝડપી પાડી હતી. ત્યાર બાદ આ મહિલા પીએસઆઈના વખાણ થઈ રહ્યાં હતા.

પોલીસ સુત્રો પ્રમાણે, મહેશ પટેલ અને તેમની પત્ની સુરતથી ટ્રોવેલ્સમાં નીકળ્યાં હતાં ત્યારે લીંબડી ઉતરી ગયા હતાં ત્યાર બાદ લિંબડીથી સુરેન્દ્રનગર આવવા માટે કારની લિફ્ટ લી હતી તે દરમિયાન કારમાં બેઠેલા પાંચ જેટલા શખ્સોએ દંપત્તિ પાસેથી બેગમાંથી દાગીના

અને અંદાજે 50 હજાર રૂપિયા રોકડા કાઢી લીધા હતાં. ત્યાર બાદ આ દંપત્તિને વઢવાણમાં આવેલા એક શો રૂમ પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતાં. આ ઘટના બાદ દંપત્તિ ગભરાઈ ગયું હતું ત્યાર બાદ તેમણે પોલીસને જાણ કરી હતી.

દંપત્તિને કારમાંથી ઉતાર્યાં બાદ લૂંટારુંઓ કાર લઈને લખતર તરફ ફરાર થઈ ગયા હતાં. જોકે આ ઘટનાની જાણ થતાં પોલીસે લખતર-વિરમગામ હાઈવે બ્લોક કરી દીધો હતો જ્યારે લખતર હાઈવે પર જઈ રહેલી કારનો પોલીસે પીછો કર્યો હતો તે દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. ત્યાર બાદ પોલીસે પીછો કરીને કારમાંથી મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.