રાશિફળ ૧૪ માર્ચ ૨૦૨૧ : જાણો તમારી રાશિ વિશે

મેષ રાશિ

આજનો દિવસે તમારે પૂરા પરિવાર માટે આશાઓ પ્રમાણે કામ કરવું પડશે, જેનાથી તમારો યશ વધશે. આજનો દિવસ ચુનોતી વાળો રહેશે. આજે તમારી સામે ઘણી બધી જવાબદારીઓ રહેશે. તમારે એ વિચારવું પડશે કે કઈ જવાબદારી પહેલા પુરી કરવી અને કઈ પછી. એટલે આજે તમે થોડો માનસિક તનાવ અનુભવશો. આજે તમે તમારી આર્થિક સ્થિતિ માટે મહેનત કરશો. આજે સાંજનો સમય તમે તમારા મિત્રો સાથે હરવા ફરવામાં પસાર કરશો.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયક રહેશે. જો તમે નવું કામ શરૂ કરવા માંગતા હોય તો તેના માટે દિવસ અનુકૂળ નથી, એમાં તમને ભાગ્યનો સાથ નહિ મળે, એટલા માટે સમજી વિચારીને કામ કરવું. આજે તમે તમારા દિવસનું કામ જલ્દીથી પૂરું કરીને સાંજનો સમય તમારા પરિવાર સાથે પસાર કરવાનું વિચારશો. પરિવારીક જીવન તનાવ ભરેલું રહેશે. સસુરાલ તરફથી ધનલાભની સ્થિતિઓ બની રહી છે. વિદ્યાર્થીઓને આજે તેની મહેનતનું ફળ મળશે.

મિથુન રાશિ

આજનો દિવસ તમને બૌધિક અને વ્યવસાયિક ક્ષેત્રે સફળતા અપાવશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે, જેનાથી તમારું મનોબળ વધશે. પરિવારમાં જો કોઇ વાતે વિવાદ ચાલી રહ્યો હોય તો તે આજે પૂરો થશે. આજે તમને તમારા પિતાજીના આરોગ્યની થોડી ચિંતા રહી શકે છે. જૂના મિત્રો મળવાથી મનમાં ખુશીની ભાવના રહેશે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયી રહેશે. બાળકોના લગ્નમાં જે અડચણો આવી રહેલી હતી તે આજે પૂરી થશે, જેને લીધે તમે તમારા મનમાં શાંતિ અનુભવશો. વિદ્યાર્થીઓએ તેના ભવિષ્ય માટે શિક્ષકોનો સહારો લેવો પડશે. વેપાર કરતા લોકો માટે દિવસ અનુકૂળ રહેશે. વેપારમાં આવી રહેલી અડચણો દૂર થશે, જેને લીધે તમારો વેપાર આગળ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

સિંહ રાશી

આજે તમારી નોકરી અને તમારા કામના સ્થળે તમારા કેટલાક દુશ્મનો સામે આવી શકે છે. તમારે ધ્યાન રાખવું પડશે કે, તમે તેના ષડયંત્રનો શિકાર ન બની જાવ, તો જ તમને સફળતા મળશે. પારિવારિક સંબંધોમાં ઘણા લાંબા સમયથી ચાલી આવી રહેલી કડવાશ એકબીજાની આપસી સમજથી દૂર થશે. જે લોકો રોજગારી માટે પ્રયત્ન કરી રહ્યા છે એ લોકોને આજે સારી સફળતા મળશે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. તમારા કામના સ્થળે અને વ્યવસાયમાં તમે તમારા દુશ્મનો માટે માથાનો દુખાવો બની રહેશો, એટલા માટે એ લોકો તમને પરેશાન કરવાના પ્રયત્નો કરતા રહેશે. દાંપત્યજીવન સુખમય રહેશે, જેનાથી તમારા મનમાં ખુશીની ભાવના રહેશે. વિદ્યાર્થીઓને આજે થોડી ભગદોડ કરવી પડશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે વધારે મહેનત અને ભાગદોડ વાળો રહેશે. વધારે પડતી પણ પડતી મહેનત કરવાથી આવક અને ખર્ચ વધારે રહેશે, જેનાથી તમને માનસિક તણાવ રહી શકે છે. ગુપ્ત શત્રુઓ તમને પરેશાન કરવાના બનતા પ્રયત્નો કરશે. બિનજરૂરી અશાંતિ અને પારિવારિક ભાગદોડ રહેશે, પરંતુ સાંજના સમયે એમાંથી થોડી રાહત મળતી દેખાશે. સંતાનો તરફથી કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. જો તમે તમારી વાત બીજા સુધી પહોંચાડવામાં સફળ રહેશો, તો આવનારા દિવસોમાં તમને તેનો ભરપૂર લાભ મળશે. તમારા કામના ક્ષેત્રે તમને તમારા પિતાજીની સલાહની જરૂર પડશે. ભાઈ-બહેનો સાથે સંબંધ મધુર બનશે. કોઈ મહત્વપૂર્ણ વ્યવસ્થા અથવા તો કરાર આજે તમારા પક્ષમાં ફાઇનલ થઇ શકે છે. આજે સાંજનો સમય તમે તમારા પરિવાર અને બાળકો સાથે મસ્તી કરવામાં પસાર કરશો.

ધન રાશિ

આજે તમને કોઇ શારીરિક કષ્ટ થઈ શકે છે, જેનું તમારે પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. મિત્રોને ધનલાભ થવાના ભરપૂર યોગ દેખાઈ રહ્યા છે. ઘરમાં ધન-ધાન્યમાં વધારો થશે. આજે સાંજના સમયે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઇ માંગલિક કાર્યક્રમમાં સમય પસાર કરી શકશો. જીવનસાથી માટે આજે કોઈ ભેટ ખરીદી શકો છો, જે તમારા ખિસ્સા ઉપર ભારે પડી શકે છે. આજે તમને તમારી આર્થિક સ્થિતિની ચિંતા થઈ શકે છે.

મકર રાશિ

આજે તમને કેટલાક વડીલોનો સાથ મળવાથી મનમાં ખુશી રહેશે. ઊંચા અધિકારીઓની મદદથી જમીન મિલકત સાથે જોડાયેલી બાબતોમાં સફળતા મળશે. પરંતુ તમારે તમારા કામના સમયે અટકેલા કામને જલ્દીથી પુરા કરવા પડશે. નહીંતર તે તમારી મુશ્કેલીમાં વધારો કરી શકે છે. આજે સાંજના સમયે તમારા ઘરે મહેમાન આવી શકે છે.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉન્નતિ આપવા વાળો રહેશે. કોઈ વૃદ્ધ મહિલાના આશીર્વાદ મળવાથી તમારા કામના સ્થળે પ્રગતિના વિશેષ અવસર મળશે. ભાઈ બંધુઓ સાથે મતભેદ અને ક્રોધ રહી શકે છે. એટલા માટે ધ્યાન રાખવું અને તમારી વાણીને કાબૂમાં રાખવી. આજે તમને કોઇ જગ્યાએથી પૈસા કમાવવાના ભરપૂર યોગ દેખાઈ રહ્યા છે, જેનાથી તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકશો. ધર્મ કર્મના કામમાં રસ વધશે, જેનાથી તમારું માન સન્માન વધશે.

મીન રાશિ

જો તમે તમારા વેપાર ધંધામાં વધારે પડતા પૈસા રોકવાના પ્રયત્ન કરતા હોય, તો તે તમારા આવનારા સમય માટે ખૂબ જ લાભદાયક રહેશે. આજે આખો દિવસ તમને આવકના નવા સ્ત્રોત મળશે. વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોય તો તેના માટે આજનો દિવસ સારો રહેશે. જેનાથી ભાગ્યનો તમને ભરપૂર સાથ મળશે. આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે બહાર હરવા-ફરવા માટે જઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published.