શાળા કોલેજ શરુ થવાની તારીખો જાહેર- જાણો બીજા નવા નિયમો

ગુજરાતની વિજય રૂપાણી કેબિનેટની બેઠકમાં આગામી અન્ય ઘોરણો શરૂ કરવા મુદે ચર્ચા થઈ હતી પણ અંતે ધોરણ 10 અને ધોરણ 12ના ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ આ જાહેરાત કરી હતી. રાજ્યની તમામ બોર્ડની સ્કૂલોને આ નિર્ણય લાગુ પડશે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ તથા ગ્રેજ્યુએટ કક્ષાના છેલ્લા વર્ષના ક્લાસ પણ શરૂ કરાશે.

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આવા સમયની વચ્ચે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં તેમજ સમગ્ર દેશમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી. જો કે, હવે પરીસ્થીતી થોડી કાબુમાં આવી જતાં શાળા-કોલેજોની શરૂઆત થવાંની સંભાવના રહેલી છે.

રાજ્યમાં શાળા-કોલેજોની શરૂઆત કરવી કે નહિ એ બાબત પર અંતિમ નિર્ણય રાજ્ય સરકાર પર રાખવામાં આવ્યો હતો. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં મળતી જાણકારી અનુસાર, સ્કુલ-કોલેજો ૧૧ જાન્યુઆરીથી શરૂ થઇ શકે છે.

રાજ્યની બધી યુનિવર્સિટી પણ ધમધમતી કરવાનો વ્યૂહ  જાન્યુઆરી મહિનાનાં મધ્યમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે. કોરોના કાબુમાં આવી જતાં સરકાર શાળા-કોલેજોની શરૂઆત થાય એનાં પર વિચારણા કરી રહી છે. ધોરણ 10 તથા 12ની પરીક્ષા અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

વિદ્યાર્થીઓને હવે માસ પ્રમોશન નહી મળે. કેબિનેટમાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. બાળકોને શાળામાં મોકલવા માટે વાલીઓની સંમતિ જરૂરી રહેશે. હાલમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત કરવામાં આવી છે. આ ઉપરાંત, UG અને PGની કોલેજના છેલ્લા વર્ષના ક્લાસ પણ શરુ થશે. આની સાથે આ બાબત પર આગળની જાહેરાત ટુંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.