રાશિફળ ૧૦ માર્ચ : ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિથી આજે આ ૩ રાશિઓને થશે ફાયદો, વાંચો તમારું રાશિફળ

મેષ રાશિ

આજે તમારા કોઈ પોતાના સંબંધિત કોઈ શુભ સમાચાર તમને ખુશી આપશે. રચનાત્મક કાર્ય સફળ રહેશે. આર્થિક મામલાઓમાં અન્ય પર ભરોસો કરવો નહી. ભાવનાત્મક સંબંધોમાં નિકટતા વધશે. કોઈપણ નવું કાર્ય કરવા માટે પહેલા રણનીતિ તૈયાર કરી લેવી. પાર્ટી અને પિકનિકનો આનંદ લઇ શકશો. જૂના મિત્રો કે સંબંધીઓ સાથે મુલાકાત થશે. આજે તમે પોતાને કામના ભારણના નીચે દબાયેલા મહેસૂસ કરશો. કાર્યસ્થળ પર કર્મચારીઓની અનિયમિતતાથી પરેશાન રહેશો.

વૃષભ રાશિ

આજે તમારે પોતાનો વ્યવહાર સકારાત્મક જાળવી રાખવો. કાર્યક્ષેત્રમાં લાભ થશે. ભાગદોડ આજે વધારે રહેશે. પારિવારિક વાતાવરણ સોહાર્દપુર્ણ રહેશે અને તમે પોતાના પરિવારના સદસ્યોની સાથે તીર્થ યાત્રા પર જઈ શકો છો. તમે દાન ધર્મના કામોમાં સામેલ રહેશો. લાભના અવસર મળશે. ખરાબ સમાચાર પણ મળી શકે છે. આજે તમારું કામમાં મન લાગશે નહી. વ્યાવસાયિક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. કામકાજ વધારે રહેવાથી તણાવમાં રહેશો.

મિથુન રાશિ

આજે સારા સમાચાર મળવાથી પ્રસન્નતામાં વધારો થશે. યાત્રા મનોરંજક રહેશે. વસ્તુઓ સંભાળીને રાખવી. પ્રમોદ કરવો નહી. હાલના સમયે મગજને શાંત રાખીને પોતાની પ્રાથમિકતાઓને નક્કી કરવાની જરૂરિયાત રહેશે. કોઈ પદ કે સન્માનનો વિશિષ્ટ લાભ મળવાની સંભાવના રહેશે. શિલ્પ કે લેખનમાં રૂચિ વધશે. પૌરાણિક વિષયોની તરફ પણ રુચિ રહેશે. જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી. તમારા રોકાયેલા કાર્યો પૂર્ણ થઇ જશે.

કર્ક રાશિ

આજે તમે વ્યવસાયના ક્ષેત્રમાં દિવસે બે ગણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરતા નજર આવશો. વ્યવસાયમાં નવું રોકાણ કરવાથી બચવું. આર્થિક સ્થિતિમાં સ્થિરતા રહેશે પરંતુ અમુક બિનજરૂરી ખર્ચાઓ વધશે. વૈવાહિક જીવનમાં થોડા અંશે સુધારો થઈ શકે છે. ખાસ કરીને તમારા નોકરીના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો સફળ રહેશે. માનસિક રૂપથી ચિંતાઓમાં ઘેરાયેલા રહેશો અને ખર્ચાઓમાં વધારો થશે પરંતુ આવક પણ સારી રહેશે. શારીરિક રૂપથી તમે તંદુરસ્ત રહેશો.

સિંહ રાશિ

આજે નવા સમારોહમાં તમે જશો, ત્યાંથી નવી મિત્રતાની શરૂઆત થશે. પ્રગતિના પ્રયાસો સફળ રહેશે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સહયોગ પ્રાપ્ત થશે. યાત્રા મનોરંજક રહેશે. સંપત્તિને લઈને કોઈ પારિવારિક ઝઘડો થવાની સંભાવના રહેલી છે. પ્રેમ જીવન જીવી રહેલા લોકોએ તણાવનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્ય મજબૂત થવાથી તમારી શક્તિમાં વધારો થશે. જીવનસાથીને પણ લાભ થશે. તમને પણ વ્યવસાયમાં લાભ થવાના યોગ બની રહ્યા છે.

કન્યા રાશિ

સંપત્તિના કાર્યો લાભ આપશે. શત્રુઓ શાંત રહેશે. ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતના આધાર પર ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત કરશે. જે પરિયોજનાઓ લાંબા સમયથી ચાલી રહી હતી, તે હવે પ્રગતિ કરશે. લોકોની સલાહ લેવી પડશે અને આવું કરવાથી તમારા મનમાં શાંતિ પણ જાળવી રાખવી પડશે. સંબંધોમાં મધુરતા આવી શકે છે. ધનની બાબતમાં આજે તમે ભાગ્યશાળી રહેશો. તમને ધનની પ્રાપ્તિ થશે, આવક વધશે.

તુલા રાશિ

અધિકારી લોકો તમારા કાર્યથી સંતોષનો અનુભવ કરશે. પ્રેમ જીવન માટે આજનો દિવસ કમજોર રહેશે. તમે પોતાના ઘરના નિર્માણ માટે અથવા અમુક નવીનીકરણ કરવા માટે વધારે ધન ખર્ચ કરી શકો છો. નોકરીમાં પ્રમોશનના માર્ગમાં આવતી અડચણો સમાપ્ત થશે. વાતોને પોતાના મગજમાં લેવાની જગ્યાએ તેમાં છુપાયેલા શિક્ષા ગ્રહણ કરવી. પરિવારમાં સુખ-શાંતિ અને પ્રેમ રહેશે. નોકરીની દ્રષ્ટિએ સમય સારો છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારે ક્રોધ અને આવેશમાં આવવાથી બચવું. વરિષ્ઠ લોકો સહયોગ કરશે. પ્રેમ-પ્રસંગમાં અનુકૂળતા રહેશે. ઇજા કે રોગથી બચવું. ધન ખર્ચ થશે. મિત્રોની મદદથી કોઈ કોર્ટ-કચેરી સંબંધિત કાર્ય પૂર્ણ થશે. કાર્યોને પૂર્ણ કર્યા બાદ જ નવું કાર્ય હાથમાં લેવું. મન મુજબ કોઈ કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા છવાયેલી રહેશે. આજે આધ્યાત્મિક પ્રવૃત્તિનો ઉદય થશે. યોગ તરફ આકર્ષિત થઇ શકો છો. વિચાર સ્પષ્ટ હશે તો કરિયર પર સકારાત્મક અસર થશે.

ધન રાશિ

આજે જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. તમે અમુક ધાર્મિક કાર્યોમાં સંલગ્ન થઈ શકો છો, જેના કારણે તમારી સામાજિક લોકપ્રિયતામાં વધારો થશે. અમુક નવા અધિગ્રહણ તમારા આરામ અને માનસિક સંતુષ્ટિમાં વધારો કરશે. યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે પરંતુ સાવધાની ખૂબ જ આવશ્યક છે કારણ કે શારીરિક પરેશાનીઓ થઈ શકે છે. વ્યવસાયના મોરચા પર આજે એક વ્યસ્ત દિવસ રહેશે કારણકે તમે પોતાના કામમાં ગૂંચવાયેલા રહેશો.

મકર રાશિ

આજે કોઈ કાર્યમાં ઉતાવળ કરવાથી હાનિ પહોંચશે. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થઈ શકે છે. કરિયરના મામલામાં તમે પોતાની ક્ષમતાથી વધારે જવાબદારીઓ લઇ શકો છો અને તેમના પરિણામ સ્વરૂપે તમારા માનસિક તણાવમાં વધારો થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં તમારી રુચિ રહેશે. કામકાજમાં નવા વિચારોથી ફાયદો થશે. બૌદ્ધિક ક્ષમતા પ્રખર રહેશે. મિત્રો તરફથી પૂર્ણ સહયોગ મળશે. ક્રોધ પર નિયંત્રણ રાખવું. ખરાબ સંગતથી બચવું. વ્યાવસાયિક બાબતોમાં અમુક મુશ્કેલીઓ આવી શકે છે.

કુંભ રાશિ

આજે તમારી વાણીમાં સૌમ્યતા તો રહેશે પરંતુ ધૈર્ય શીલતામાં કમી રહેશે. તમારું પારિવારિક જીવન ખૂબ જ શાંતિપૂર્ણ અને ખુશખુશાલ રહેશે. તમને પોતાના જીવનસાથી અને બાળકો તરફથી ખુબ જ સ્નેહ અને પ્રેમ મળશે. કોઈ કામમાં સતત કરવામાં આવેલા પ્રયાસો તમને ધન લાભ કરાવી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કોઈ કાર્યમાં લાભ થવાના યોગ બની રહ્યા છે. જીવનસાથી તરફથી તમને અપાર સ્નેહ અને પ્રેમ મળશે. નોકરીયાત લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે.

મીન રાશિ

આજે તમારે પોતાના રોજગાર અને વ્યવસાય ક્ષેત્ર સાથે જોડાયેલ કાર્ય માટે ઘરથી બહાર નીકળવું પડશે. પૂજા પાઠમાં મન લાગશે. તીર્થ દર્શન સંભવ છે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. વરિષ્ઠ લોકો સહયોગ કરશે અને લોકોને તમે પોતાની વાત મનાવી શકો છો. કામકાજની વચ્ચે તમારો રોમેન્ટિક સ્વભાવ હાવી થઈ શકે છે. પરિવારનું વાતાવરણ સુખદ અને આર્થિક પક્ષ મજબૂત રહેશે. તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે. આજે તમારા કામની પ્રશંસા થશે.

Leave a Reply

Your email address will not be published.