સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તંત્રના વાંકે પેન્શનરોને ધક્કા

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પીટલનાં ડોક્ટર મેડીકલ બિલમાં સહી કરી આપતા ન હોવાની તેમજ વૃધ્ધ પેન્શનરોને સામાન્ય કામમાં ધક્કા ખવડાવતા હોવાની સુરેન્દ્રનગર જિલ્લા નિવૃત કર્મચારી મંડળે લેખિત ફરીયાદ કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યુ છેકે,સુરેન્દ્રનગર જિલ્લા નિવૃત કર્મચારી મંડળમાં આશરે ૪૦૦૦ નિવૃત કર્મચારીઓ સભ્ય છે. તેમાંથી મોટા ભાગના પેન્શનરો કોઈને કોઈ બિમારીથી પિડાય છે, સારવાર લેતા હોય છે.

હોસ્પીટલમાં બદલી પામીને આવેલા તબીબ નિયમ મુજબ તેઓનાં મેડિકલ બિલમાં સહી કરી આપતા નથી અને ખોટા કાયદા બતાવી હેરાન કરે છે. ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા દર્દીને રૃબરૃ બોલાવવાનો આગ્રહ રાખે છે.

હાલમાં તેઓ ફક્ત એક અઠવાડિયામાં બે વખત એક એક કલાકનો જ સમય ફાળવે છે. તેથી વૃધ્ધ પેન્શનરોને ખુબજ અગવડતા પડે છે. સામાન્ય કામમાં ત્રણથી ચાર ધક્કા થાય છે. આ સમસ્યા અંગે અંગત રસ લઈ હોસ્પીટલનાં ડોક્ટરને જરૃરી સુચના આપી ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવેલ છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.