રાશિફળ ૨૦ માર્ચ ૨૦૨૧ : આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે થશે પ્રગતિ, વેપાર ચાલશે સારો, વાંચો આજનું રાશિફળ

મેષ રાશિ

આજે તમારે રોકાણની બાબતોમાં થોડું સાવધાન રહેવાની જરૂર છે. દિવસની શરૂઆત આનંદદાયક રહેશે. લાભના યોગ છે, જે શુભ રહેશે. ક્રોધ તેમજ ઉત્તેજના ઉપર નિયંત્રણ રાખવું. ભાવનાઓમાં વહીને કોઈપણ નિર્ણય લેવો નહીં. રાજકીય સહયોગ મળશે. વેપાર સારો ચાલશે. તમારા દુશ્મનો તમારા થી હારી જશે. શ્વાસ સાથે જોડાયેલા રોગો થઇ શકે છે. કામના ક્ષેત્રે પદઉન્નતી થશે. કોઈ નજીકના વ્યક્તિ પ્રત્યે પ્રેમ થઇ શકે છે. વિવાદને આગળ વધવા ન દેવો.

વૃષભ રાશી

આજે ઘણી બધી બાબતોમાં પ્રગતિ થશે. પરિવારના લોકો સાથે પ્રેમભાવ બનાવી રાખવાના પ્રયત્નો કરશો. સંબંધોમાં મજબૂતી આવશે. કોઈ પ્રભાવશાળી માણસનો સહયોગ મળશે. કારોબાર સારો ચાલશે. આરોગ્યને લઇને થોડું વધારે ધ્યાન રાખવું. કોઈ જગ્યાએ બહાર જવાથી બચવું. કામના ક્ષેત્રે સહ કર્મચારીઓ પણ તમારા કામથી સંતુષ્ટ છે પરંતુ ધ્યાન રાખવું કે આજે કોઈને ઈર્ષા કરવી નહીં.

મિથુન રાશિ

કોર્ટ-કચેરીની બાબતમાં કોર્ટના ચક્કર લગાવી શકો છો. સમય સાથે પોતાના આચાર વિચારો બદલવા પડશે. સુખ શાંતિ મેળવવા ઈચ્છતા હોય તો પોતાની જાતને બદલવી પડશે. કોઈ મોટો સોદો થઈ શકે છે, જેનાથી લાભ મળશે. બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો સફળ થશે. વ્યસ્તતા હોવાને કારણે થાક અને નબળાઈ અનુભવશો. લાભના અવસર વધશે. મોટા માર્ગદર્શનથી તમે કામમાં સફળ થશો. પરિવારના લોકોના આરોગ્યને લઇને તમને ચિંતા રહી શકે છે.

કર્ક રાશિ

જીવનસાથી તરફથી શાંતિ અને બેચેની બંને મળી શકે છે. ખંભા અને પીઠના દુખાવાથી પરેશાન થઇ શકો છો. વ્યવસાયમા પોતાના કામને વિસ્તાર કરવા માટે વિચારશો. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. પ્રગતિના માર્ગ મળશે. કોઈ મોટી મુંઝવણનો સામનો થઈ શકે છે. આર્થિક સ્થિતિ બેચેન કરશે. આર્થિક મુશ્કેલીઓને લીધે તમારું મન ચિંતા ગ્રસ્ત રહેશે, પરંતુ કેટલાક વડીલો દ્વારા ધીરજ રાખવાથી રાહત મળી શકે છે.

સિંહ રાશી

વ્યવસાયમાં રાજનીતિનો ફાયદો મળશે. માતા પિતા તમારી મહેનતથી ખુશ થશે. તમને બધા કામમાં તેનો સપોર્ટ મળશે. કોઈ પ્રોજેક્ટ માટે તમને તમારી રાય આપવાનો ચાન્સ મળશે. પરિવાર સાથે સામાજિક સમારોહમાં અથવા તો કોઈ પર્યટન સ્થળ પર ફરવા જઈ શકો છો. વાહનોનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી. કોઈ નાનકડી ભૂલ તમને પરેશાન કરી શકે છે.

કન્યા રાશિ

પૈસાની બાબતમાં કોઈ પગલું લેતા પહેલાં સારી રીતે સમજી વિચારી લેવું. પરિવારજનો સાથે સંપર્ક સ્થાપિત થશે. ભાઈના આરોગ્યની ચિંતા તમને બેચેન કરશે. કેટલાક લોકો તમારી ભૂલનો ફાયદો ઉઠાવી શકે છે. આજનું કામ કાલ ઉપર ટાળવું નહીં. વેપારધંધામાં નવા કોન્ટેકથી દૂરી બનાવીને રાખવી. આરોગ્યની ચિંતા રહી શકે છે. બીમાર પડવાના યોગ છે. એટલા માટે ખાવા-પીવામાં ધ્યાન રાખવું.

તુલા રાશિ

આજે તમે એ લોકોને મળી શકો છો જેને તમે ઘણા લાંબા સમયથી નથી મળી શક્યા. પરિવારના લોકો સાથે સમય પસાર કરશો. નોકરીમાં ઉન્નતિ મળશે. સંતાનોની સફળતાથી તમે ખુશ રહેશો. બિનજરૂરી કોઈ ઉપર ગુસ્સો આવી શકે છે. કામકાજમાં ભાગદોડ કરવી પડશે. પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ આવશે. આ રાશિના બાળકો અભ્યાસમાં વધારે ધ્યાન આપશે. પરિવારના સભ્યોનુ આરોગ્ય સારુ બની રહેશે.

વૃષીક રાશિ

પરિવાર તરફથી તમને સારો સહયોગ મળી શકે છે. કામના ભારણને લીધે આજે તમારું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે. કોઈ વાતને લઈને ખુશી મળી શકશે. જોશમાં આવીને કોઈ જોખમ ઉઠાવવું નહીં. વિચારેલા કામ ધીમી ગતિથી પૂરા થઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. માતા-પિતાના સાથે સંબંધો મધ્યમ કરતાં વધારે સારા રહેશે. આધ્યાત્મથી લાભ મળશે. જે લોકો સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તેને કોઈ મોટી જગ્યાએ પરફોર્મ કરવાનો ચાન્સ મળશે.

ધન રાશિ

ધાર્મિક કામમાં મન લાગશે. જે કામને પૂરા કરવા માંગતા હોય તેમાં તમારા પ્રયત્નો પ્રમાણે સફળતા મળશે. તમારી આવક વધશે અને પૈસા ભેગા કરવાના યોગ બનશે. તમે જીવનસાથીની નિકટતાનું સુખ મેળવી શકશો. નવા વ્યવસાય માટેની યોજનાઓ બનાવશો. તમારું મન ધાર્મિક રહેશે. પરિવારના લોકો સાથે સમય પસાર કરશો. પારિવારિક જીવન સુખદ અને સામાન્ય રહેશે.

મકર રાશિ

આજે તમારા જૂના વિવાદો પૂરા થવાના છે. પોતાની જાત પર વિશ્વાસ રાખો અને બીજાના ભરોસે ન રહેવું. આજે વ્યવસાયમાં સંઘર્ષ રહેશે પરંતુ પોતાના કામની યોજનાઓનો વિસ્તાર વધશે. આકસ્મિક પૈસા ખર્ચ થવાની સંભાવના છે. કોઈ મોટા કામ માટેનો વિચાર બનાવશો. સજાગ રહો, સતર્ક રહો. આરોગ્ય સારું રહેશે. જીવનમાં સુખ શાંતિ બની રહેશે. બીજાને મદદ કરવામાં ખુશી મળશે.

કુંભ રાશિ

આજે તમારા ઘર ઉપર ખુશીઓ છવાયેલી રહેશે. સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરતા પહેલા સારી રીતે જાંચ કરી લેવી, નહીં તો પછી મુશ્કેલી થઈ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. પરિવારના લોકો સાથે મનમુટાવની સ્થિતિ રહેશે. આરોગ્યથી ખુશ રહેશો. વાદ વિવાદની સ્થિતિ આવી શકે છે. બાળકોના શૈક્ષણિક કામ માટે એક તણાવપૂર્ણ અને પ્રતિસ્પર્ધી દિવસ રહેશે, તમારા માંથી કેટલા તણાવ અનુભવી શકે છે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે વાતચીતથી ભરેલો રહેશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. દાંપત્યજીવનમાં પ્રેમ અને રોમાન્સ માટેના અવસર આવશે. જે લોકો પ્રેમ જીવન પસાર કરી રહ્યા છે તે લોકોને પોતાના પ્રિય વ્યક્તિનો ખરાબ વ્યવહાર પરેશાન કરી શકે છે. ગૂઢ રહસ્યમય વિદ્યાઓ તરફ આકર્ષણ રહેશે અને તેમાં સિદ્ધિ મળશે. એકલા લોકોને ઇન્ટરનેટના માધ્યમથી નવા પાર્ટનર મળી શકશે છે. આરોગ્ય સારું રહેશે.

Leave a Reply

Your email address will not be published.