રાશિફળ ૧૭ માર્ચ ૨૦૨૧ : જાણો કઈ રાશિને છે ફાયદો અને કોને છે નુકસાનના યોગ,

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ભાગદોડ લઈને આવશે. સંતાનોના એડમિશન માટે અથવા તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમારે ભાગદોડ કરવી પડશે. ઘરની જરૂરી વસ્તુઓની ખરીદી માટે જીવનસાથી સાથે બજાર જઈ શકો છો, જેનાથી તમારું મન ખુશ રહેશે. પ્રેમ સંબંધોમાં કેટલાક તણાવ જોવા મળશે. યુવાનોને રોજગાર માટે નવા નવા અવસર મળશે. કોઈ કામને લઈને સંકલ્પ કરવો, તેમાં તમને જરૂર સફળતા મળશે. આજે સાંજનો સમયે તમે તમારા મિત્રો સાથે વાતચીત કરવામાં પસાર કરશો.

વૃષભ રાશી

આજે તમારો પારિવારિક વેપારધંધો પરિવારના લોકોની સલાહનો મોહતાજ રહેશે. પરિવારના લોકોની સલાહથી તેમાં પ્રગતિ થશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. વેપાર સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભ થવાના યોગ દેખાઈ રહ્યા છે. તમે કામકાજની ગતિવિધિઓને પોતાની જરૂરિયાત પ્રમાણે સંચાલિત કરવામાં સફળ રહેશો. પ્રેમ જીવનમાં આનંદ દાયક સમય પસાર કરી શકશો. કામના ક્ષેત્રે આજે બધા લોકોનો સહયોગ મળશે. તેમજ કામનો વિસ્તાર વધારવામાં સફળતા મળશે.

મિથુન રાશિ

જો તમે આજે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય, તો તેમાં કોઈ અનુભવી માણસની અથવા તો તમારા જીવનસાથીની સલાહ જરૂર લેવી, તો જ તમે સફળતા મેળવી શકશો. જો પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હોય તો તેkનો આજે ઉકેલ આવશે. નાના બાળકો સાથે સારો સમય પસાર કરશો. દાંપત્યજીવનમાં માનસન્માન વધશે, તેમજ કોઇ ભેટ મળી શકે છે. વિદ્યાર્થીઓ પોતાની સ્પર્ધાની તૈયારીઓમાં લાગેલા દેખાશે. જો તમે તમારી કારકિર્દીમાં બદલાવ કરવાનો વિચાર કરી રહ્યા હોય તો તેના માટે આ સમય અનુકૂળ નથી.

કર્ક રાશિ

આજે તમારા પ્રેમ જીવનમાં મધુરતા આવશે, અને બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકશો, જેનાથી તમારા જીવનસાથીના ચહેરા પર ખુશીના ભાવ દેખાશે. વિદેશ જવાની સંભાવનાઓ પ્રબળ રૂપે બની રહી છે. પોતાના આરોગ્ય પ્રત્યે સચેત રહેવું. કામના ક્ષેત્રે તમને કોઈ નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવા મળશે, જેમાં તમને ઉચ્ચ અધિકારીઓનું સમર્થન પણ મળશે. જુના મિત્રોથી ધનલાભ થવાની આશા રહેશે. આજે સંતાનોને શારીરિક કષ્ટ થઇ શકે છે એટલા માટે તેનું ધ્યાન રાખવાની જરૂર છે.

સિંહ રાશી

આજે તમારે અને તમારા પરિવારને ખર્ચાઓ ઉપર કાબુ રાખવાની જરૂર છે, કારણ કે જરૂર કરતાં વધારે ખરીદારી તમને મુસીબતમાં મૂકી શકે છે, એટલા માટે પોતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ખર્ચા કરવા. પરિવારના લોકોની કોઈ જરૂરિયાત માટે તમારે ભાગદોડ કરવી પડશે. વેપાર કરતા લોકોને આજે ધનની જરૂર પડશે. પ્રેમીઓ આજે ક્યાંય બહાર ફરવા જવાની યોજના બનાવી શકે છે, અને તેના માટે થોડી તૈયારી પણ કરવી પડશે. આજે સાંજનો સમય તમે ધર્મ કર્મના કામમાં પસાર કરશો.

કન્યા રાશિ

કામના ક્ષેત્રે કોઈ કામને લઈને આજે માનસિક તણાવ રહેશે. રોજગારના ક્ષેત્રે પરિવર્તનનું વાતાવરણ બનશે. જો તમે કોઇ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમાં સારો લાભ મળશે. સાંજના સમયે કોઇ વિવાદથી પરિવારમાં કડવાહટ આવી શકે છે. વેપાર કરતા લોકોની સ્થિતિ ખૂબ સારી દેખાશે. વિદ્યાર્થીઓને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે. આજે તમારી ચારે બાજુનું વાતાવરણ મધુર રહેશે. આજે તમે તમારા પ્રેમ વિશે પરિવારને જણાવશો, જેને લીધે પરિવારનું વાતાવરણ ખરાબ થઈ શકે છે.

તુલા રાશિ

આજે તમે તમારા માતા-પિતા સાથે તીર્થસ્થાનની યાત્રા પર જવાનો કાર્યક્રમ બનાવી શકો છો. તમારા મિત્રો પણ સાથે આવી શકે છે. વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે વધારે પડતી એકાગ્રતાની જરૂર છે. જો કોઈ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહેલો હોય તો પરિસ્થિતિ આજે તમારા પક્ષમાં રહેશે. નોકરી તેમજ કામના ક્ષેત્રે અધિકારી વર્ગનો પૂરો સહયોગ મળશે. ઘરના જરૂરી કામ અટકેલા હશે તેને પૂરા કરવાનો આજે સમય મળી રહેશે.

વૃષીક રાશિ

સંતાનો તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે. પારિવારિક સંપત્તિનો લાભ ઉઠાવશો. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માગતા હોય તો તેમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. વેપાર-ધંધામાં સુધારો લાવવા માટે કેટલાક પરિવર્તનો કરવા પડશે, જેનાથી તમને પ્રગતિ મળશે, અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કામની વ્યસ્તતા વચ્ચે પણ પ્રેમ જીવન માટે સમય મેળવી લેશો. પ્રેમી સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાનું પસંદ કરશો. સામાજિક કામમાં વધારે પડતા આગળ રહીને ભાગ લેશો.

ધન રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. પરિવારના કોઈ સભ્યના આરોગ્યને લઇને ચિંતા થઈ શકે છે, જેને લીધે ભાગદોડ કરવી પડશે. જેને લીધે પરિવારનું વાતાવરણ ચિંતાજનક રહેશે. તમારે તમારી મનપસંદ શિક્ષા મેળવવા માટે ખૂબ જ વધારે સંઘર્ષ કરવો પડશે. આજે જૂના મિત્રો સાથે વાતચિત કરીને માનસિક શાંતિ મળશે. વેપારમાં કેટલાક અપ્રિય શત્રુઓ આગળ આવી શકે છે જેને કારણે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

મકર રાશિ

સંતાનોને કામના ક્ષેત્રે પ્રગતિ કરતા જોઈને તમારા મનમાં પ્રસન્નતાનો ભાવ રહેશે. કામના ક્ષેત્રે પ્રગતિ થશે અને શાસન સત્તાનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે. પરિવારના લોકોના પૂરો સહયોગ મળશે. પ્રેમ સંબંધને સ્થાઈ સંબંધોમાં બદલવાની યોજના બનશે. તમારા દ્વારા કરવામાં આવેલી એક્સરસાઇઝથી તમને સારા પરિણામો મળશે. આજે તમે તમારા વેપારને એક નવી ગતિ આપવાના પ્રયત્નો કરતા દેખાશો. કોઈપણ પ્રકારનો વાદ વિવાદ કરવાથી બચવું.

કુંભ રાશિ

જો આજે તમે કોઈ સાથે પૈસાની લેવડદેવડ કરવાનું વિચારી રહ્યા હોય તો ન કરવી, કારણ કે એની પાસેથી પૈસા પાછા મળવાની આશા ઓછી છે. આજે કામના ક્ષેત્રે વાતાવરણ તમને અનુકૂળ રહેશે. નવા કામ તરફ તમારું ધ્યાન આકર્ષિત થશે. સામાજિક કામ કરવાથી તમારી ખ્યાતિમાં વધારો થશે. પિતા સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. આજે તમારા દુશ્મનો હારી જશે. આજે પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે નિશ્ચિત રૂપે ફળદાયી રહેશે. તમારા પારિવારિક વેપાર-ધંધામાં તમારા મોટાભાઈનો સહયોગ મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. દાંપત્યજીવનમાં બોલાચાલી થવાથી માનસિક તણાવ રહેશે. જીવનસાથીનો વિશ્વાસ જીતવો ખૂબ જ જરૂરી છે. પરિવારમાં કેટલાક એવા ખર્ચાઓ સામે આવશે, જે ન ઇચ્છવા છતાં પણ તમારે કરવા પડશે. તેમજ કેટલાક પારિવારિક વિવાદ પણ સામે આવી શકે છે, જેમાં વડીલોના સહયોગથી વાતાવરણ સારું બની શકે છે. આજે તમે તમારા કામના ક્ષેત્રને લઈને થોડી ચિંતામાં દેખાશો.

Leave a Reply

Your email address will not be published.