રાશિફળ ૨૨ માર્ચ ૨૦૨૧ : આ રાશિઓને મળશે મોટા લાભ, પ્રયત્નો સાબિત થશે સાર્થક, વાંચો આજનું રાશિફળ

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. આજે તમારે તમારા વ્યવસાયની બાબતોમાં બીજા કોઈ ઉપર ભરોસો કરવો નહીં, નહીંતર તમને દુઃખ થશે. જો તમે ઉઘરાણી પર જવાનું વિચારી રહ્યા હોય તો તમારું ત્યાં જવું સાર્થક બનશે. પરિવારના કોઈ સભ્યને કોઈ વચન આપવું નહીં, કારણકે તમે ભલાઈ કરવાનું વિચારી રહ્યા છો અને એ લોકોનું મંતવ્ય તમારી પાસેથી કોઈ ફાયદો ઉઠાવવાનું છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં એક લક્ષ્ય બનાવવું પડશે, તો જ સફળતા મળશે.

વૃષભ રાશી

આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લઇને આવશે. વ્યવસાય માટે કરવામાં આવેલી યાત્રાઓ સફળતા દાયક રહેશે. જો તમે નોકરીમાં કાર્યરત હોય તો આજે તમને કોઇ નવું કામ સોપવામાં આવશે. તમે તમારા પરિવારની જવાબદારીઓ ઉઠાવી શકો છો, પરંતુ વડીલ વ્યક્તિઓની સલાહ આજે તમને ખાસ કામમાં આવશે. પારિવારિક વેપાર ધંધામાં ભાઈ-બહેનોનો ભરપૂર સહયોગ મળશે. પ્રેમ જીવન સુખમય રહેશે.

મિથુન રાશિ

આજે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ પોતાની જાતને નબળી સમજવી નહીં. આજે તમને નોકરી અને વ્યવસાયમાં જવાબદારીવાળું કામ સોંપવામાં આવશે, જે તમારા ભવિષ્ય માટે લાભદાયક સિદ્ધ થશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાના યોગ બની રહ્યા છે.

કર્ક રાશિ

આજનો દિવસ ભાગદોડ વાળો રહેશે, તેની અસર તમારા આરોગ્ય ઉપર થઈ શકે છે, માટે સાવધાન રહો. તમે ક્યારેક આવેશમાં આવીને કોઈ મોટી ભૂલ કરી બેસો છો, પછી આગળ જતાં એ કામ તમારા માટે મુસીબત બની શકે છે, એટલા માટે મહેરબાની કરીને બીજા માટે સારું વિચારો અને સારું કરો. આજનો દિવસ તમારે ક્રોધને કાબુમા રાખવો પડશે, તો જ તમારા કામ સફળ થતા દેખાશે. આજે કોઈ જરૂરી મુદ્દાઓ પર તમે તમારા પિતાજીની સલાહ લઈ શકો છો.

સિંહ રાશી

આજે તમારે તમારા કામના ક્ષેત્રે ચારે બાજુ વધારે પડતી નજર રાખવી પડશે, તમને ખબર હોવી જોઈએ કે આજુ-બાજુ શું ચાલી રહ્યું છે કારણ કે વેપાર ધંધામાં કેટલાક લોકો તમારા વિરુદ્ધમાં ષડયંત્ર રચી શકે છે, એટલા માટે સાવધાન રહેવું. રાજનીતિના ક્ષેત્રમાં તમારો રસ વધશે, જેમાં ધન ખર્ચ થઈ શકે છે. સાંજના સમયે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા કામના ક્ષેત્રે બદલાવ કરવાનો રહેશે, જેના દ્વારા તમારા વેપાર-ધંધામાં લાભદાયક ફળ મળશે. જો તમારા માટે કોઈ પ્રેમ પ્રસંગ આવી રહ્યો હોય તો તેનો જવાબ પોતાનું સ્ટેટસ જોઈને જ આપવો નહીં તો તે લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે. આજે તમારા કેટલાક કામ પુરા થઇ શકે છે, એટલા માટે કોશિશ કરતા રહેવું. આજે સાંજના સમયે તમે કોઈ માંગલિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.

તુલા રાશિઆજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામ લઇને આવશે. આજે તમારે તમારા વ્યવસાયમાં કોઈ મિત્ર અથવા તો એક્સપર્ટની સલાહ લેવાની જરૂર પડી શકે છે, જે અનુભવી હોય. આજે તમે કોઈની ઓફરનો સ્વિકાર કરવામાં અસમર્થતા અનુભવશો, એટલા માટે તમારે તમારી વાણી પર કાબૂ રાખવો પડશે, તો જ તમને કામમાં સફળતા મળશે.

વૃષીક રાશિ

આજના દિવસે તમને વધારે પરિશ્રમ રહેશે. જો તમે કોઈ નોકરી શોધી રહ્યા હોય અથવા તો કોઈ નવો વ્યવસાય કરવા ઈચ્છતા હોય તો તેના માટે તમારા આજુબાજુના લોકોની મદદ મળી શકે છે. વિદ્યાર્થીઓને આજે નવા નવા વિચાર આવશે. જો કોઈ પારિવારિક વિવાદ ચાલી રહ્યો હોય તો તે આજે પૂરો થશે.

ધન રાશિ

આજે તમારે સમય તરફ સચેત રહેવું પડશે અને તમારે નોકરી તેમજ વ્યવસાયમાં ચાલી રહેલા કામમાં આળસનો ત્યાગ કરીને કામ કરવા પડશે. જો તમે તત્પરતાથી બધા કામ પૂરાં નહીં કરો તો, તમારા બધા કામમાં અડચણો આવી શકે છે. જો તમે તમારા બિઝનેસમાં કેટલાક નવા બદલાવ કરવાનું વિચારી રહ્યા હોય તો સમય સારો છે. તેમાં તમારું ભાગ્ય તમને ભરપૂર સાથ આપશે. સસુરાલ પક્ષ તરફથી ધન-સંપત્તિ મળવાના યોગ બની રહ્યા છે.

મકર રાશિ

જો તમારે સંપત્તિ સાથે જોડાયેલા કાનૂની વાદ વિવાદ ચાલી રહ્યા હોય તો તેને વધારે લાંબા ન ખેંચવા નહીંતર આગળ જતાં તેમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે તમારે તમારા જૂના સંકલ્પને પૂરો કરવા માટે મન બનાવવું પડશે. જો તમે કોઈ મંદિરમાં માનતા માગી હોય તો તેને તત્પરતાથી પૂરી કરવા માટે તમે આગળ વધશો. આર્થિક સ્થિતિની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો સફળ રહેશે.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લઇને આવશે. આજે નોકરી અને વ્યવસાયના ક્ષેત્રે કોઈ ઊંચા પદ તેમજ હોદ્દાની પ્રાપ્તિ થવાની છે, તેનો સ્વીકાર કરવામાં વાર ન લગાડવી, એજ તમારા માટે સારું રહેશે. વિદ્યાર્થીઓને આજે ધનની અછતનો સામનો કરવો પડશે. રોજગારના ક્ષેત્રે કામ કરતા લોકોને આજે સફળતા મળશે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ ફળદાયક રહેશે. આજે તમને કોઈ પ્રોગ્રામમાં અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવશે, જેનાથી તમારા માન સન્માનમાં ખૂબ જ વધારો થશે. આજે તમારે કોઇ દેખાવ અને શાન શૌકતમાં પડવાની જરૂર નથી, તેમજ કોઈ દેખાવ કરતા માણસ સાથે પોતાની તુલના કરવી નહીં. આજે પોતાના વેપારના અટકેલા કામ પૂરાં કરવા માટે દિવસ ઉત્તમ રહેશે. સંતાનો તરફથી આજે શુભ સમાચાર સાંભળવા મળશે.

Leave a Reply

Your email address will not be published.