પરિવાર હોવા છતાં પણ 72 વર્ષે મજબુર દાદી માંગી રહી છે ભીખ, ભગવાન આવો પરિવાર કોઈને નાં આપે…..

આપણી આ દુનિયામાં એવા કેટલાય લોકો છે જેઓને માંગીને ખાવું પડે છે, આ લોકો એટલી કઠિન પરિસ્થિતિમાં તેઓનું જીવન જીવતા હોય છે કે તેઓને જોઈને તમે પણ રડી પડશો. આ લોકો ભૂખ્યા રહીને પણ રોડ ઉપર રહીને તેમનું જીવન જીવે છે, તેવો જ એક કિસ્સો જેને સાંભળીને તમે પણ રડી પડશો.અહીંયા એક ૭૨ વર્ષના દાદીમા નડિયાદમાં મોઇમાતાએ રહે છે, તેઓ વાણિયાવાડીએ આવીને બેસે છે. તેમનું નામ દેવીલાબેન છે, તેઓ માંગીને જે પૈસા આવે તેનું અનાજ લઈને રાંધીને આ દાદીમા ખાય છે.તેઓને તેમના પરિવારે ઘરમાંથી કાઢી મુખ્ય હતા અને આ બધી બાબત સંપત્તિ માટે બની હતી. તેઓ તેમના એક દીકરાની સાથે રહે છે અને માંગીને બંને માં-દીકરો તેઓનું જીવન ગુજારે છે.દાદીમા એવું કહે છે કે, હું ભણેલી છું અને હાલમાં નોકરી પણ શોધું છું, જો મને નોકરી મળી જાય તો હાલ જ નોકરી જતી રહ્યું. પહેલા મેં નોકરી કરેલી છે, અને મારુ પેટ પણ ભરેલું છે.

 

જો મારી જિંદગી બગાડી હોય તો આ મારા પરિવારના લોકો, તેમના લીધે જ મારી આજે આવી જિંદગી બગડી ગઈ છે. જેથી આજે રોડ ઉપર બેસીને માંગવું પડે છે અને તેનાથી ગુજરાન ચલાવવા અહીંયા રોડ ઉપર બેસી રહું છું.આ દાદીમાને બે દીકરા છે જેમાં એક દીકરો તેમની સાથે રહે છે તે થોડોક માનસિક રૂપથી બીમાર છે, અને બીજો દીકરો અલગ રહે છે. આમ તેઓ તેમનું જીવન જીવવા માટે મોટો સંઘર્ષ કરીને તેમનું જીવન જીવે છે.આવોજ એક બીજો કિસ્સો, નસીબના ખેલ એવા હોય છે કે જેની આગળ કોઈનું નથી ચાલતું. આજે અમે તમને એક એવા ભણેલા ગણેલા વ્યક્તિ વિષે જણાવીશું કે સમયનું ચક્ર એવું ચાલ્યું કે આજે તે રોડ પર રહેવા મજબુર થઇ ગયા કે તેમના ઘણા સંબંધીઓ છે. તો પણ આજે તેમની સામે કોઈ જોતું નથી. આ વ્યક્તિનું નામ સુરેશ રાણા છે. તે BSC ગ્રેજ્યુએટ છે. તો પણ આજે રોડ પર ભીખ માંગવા માટે મજબુર છે.

સુરેશ ભાઈ પોતે સારા પરિવાર માંથી આવે છે. તેમના પરિવારમાં બધા લોકો ભણેલા છે અને સારી પોસ્ટ પર છે. જયારે તે કોલેજમાં હતા ત્યારે તેમના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. તેમને લગ્ન કર્યા પણ અકાળે તેમની પત્નીનું પણ મૃત્યુ થઇ ગયું. એ સમયે તેમના કોઈ છોકરાઓ પણ ન હતા. આખો પરિવાર ઉજડી જતા. તે પોતાનું કામ કાજ બંધ કરીને ઘરે જ રહેવા લાગ્યા. આમને આમ તેમન બધા પૈસા પુરા થઇ ગયા. એ સમયે કોઈ એ તેમની મદદ ના કરી. તેમના બધા સબંધીઓ પણ સારી સારી પોસ્ટ પર છે. તો પણ આજે તેમની મદદ કરવા માટે કોઈ સામે નથી આવતું.પરિસ્થિતિ એવી થઇ ગઈ એક ભણેલો ગણેલો વ્યક્તિ પોતાનું ગુજરાન ચલાવવા માટે મંદિરની બહાર બેસતા થઇ ગયા. તેમના ભાઈ ના છોકરાઓ આજે કરોડપતિ છે. તો પણ તેમને કોઈ જોવા નથી આવતું કે કોઈ તેમની ખબર પણ નથી પૂછતું.મંદિરની બહાર કોઈ વ્યક્તિ જો ખાવાનું આપે તો ખાઈલે. તેમના બધા સબંધીઓ ખુબજ પૈસાદાર છે. પણ તેમને કોઈ પૂછવા નથી આવતું. પોતે BSC ગ્રેજ્યુએટ હોવા છતાં આજે આ વ્યક્તિ પોતાની હાલત આવી બનાવી ચુક્યા છે.

આવોજ એક બીજો કિસ્સો, મધ્યપ્રદેશમાં આવેલા ઈન્દોર શહેરના વાયર ચાર રસ્તા પાસેની છે. જ્યાં મહાકાળીના મંદિર પાસે બેસીને ભીખ માંગત રમેશ યાદવ એક કરોડપતિ છે. જી હા…તમને વિશ્વાસ નહીં થાય પણ આ હકિકત છે. આ વ્યક્તિ કરોડોની સંપત્તિનો માલિક છે. જેને દારૂની ખરાબ લત્તના કારણે ભીખ માગવાનો વારો આવ્યો છે.ઈન્દોરના રહેવાસી રમેશ યાદવ પાસે કરોડોનો બંગલો, કેરેજ-પ્લોટ છે. પરંતુ કમાણીનો બીજો કોઈ સ્રોત ન હોવાથી તે દારૂની શોધમાં મંદિરની બહાર બેસી રહે છે. રમેશની સ્ટોરી ત્યારે સામે આવી જ્યારે તેને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દિનબંધુ પુનર્વસન યોજના હેઠળ શોધવામાં આવ્યો. આ સમયે તે પંજાબની રોડવંશી ધર્મશાળામાં રહેતો હતો.

અહીંના કેમ્પમાં લગભગ 109 લોકો છે જે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે. આમાં, ઘણા લોકો કોઈક કોઈ વ્યસનનો ભોગ બનેલા છે. તેમાંના કેટલાક એવા છે જે એકદમ ફરાટ્ટેદાર અંગ્રેજી બોલે છે. કોઈ કેટલાક કરોડપતિ પણ છે. એમાનાં જ એક રમેશ યાદવ પણ છે. જે કરોડપતિ હોવા છતાં ભિખારી છે.જ્યારે આદિત્યનાથ વેલ્ફેર અને એજ્યુકેશન સોસાયટી સંસ્થાના વડા રૂપાલી જૈનને રમેશ યાદવ વિશે જાણ થઈ, ત્યારે તેમને રમેશના પરિવારની માહિતી મેળવી. જેના સાંભળીને તેમને નવાઈ લાગી. તેમને જાણવા મળ્યું કે, રમેશના ઘરે ભત્રીજા, ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યો પણ છે. રમેશના હજુ લગ્ન થયા નથી.

રમેશે જાતો તેમની દારૂની લત વિશે જણાવ્યું નહોતું. પરંતુ બચાવ સમિતિની ટીમે તેમના ઘરે જઈને આ સમગ્ર જણાવી હતી. ટીમે જણાવ્યું હતું કે, રમેશ પાસે બંગલાની માલિકી છે, જેની કિંમત કરોડો રૂપિયા છે. આ બંગલાના દરેક રૂમમાં બધી સુવિધાઓ હતી.અંદરથી તેનું ઘર ખૂબ જ સુંદર હતું. જેના પર લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. ઘરમાં, કિંમતી ચીજો ઉપરાંત, ઘરે લક્ઝરી ફર્નિચર પણ હતું.રમેશના પરિવારના સભ્યોનું કહેવું છે કે, દારૂના ખરાબ વ્યસનને કારણે તેઓ રમેશને પોતાની સાથે ઘરમાં રાખવા માંગતા નથી. રમેશની આ આદતને કારણે તેના સમાજમાં તેનું કોઈ સ્થાન નથી. જો રમેશ દારૂનું વ્યસન છોડી દે તો તેને ઘરમાં બોલાવશે.ઉલ્લેખનીય છે કે, રમેશના દારૂના નશાના કારણે જ તેના પરિવારે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ જ કારણ છે કે, એટલે તેને મંદિરની બહાર ભીખ માંગવાની ફરજ પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *