રાશિફળ ૧૯ માર્ચ ૨૦૨૧ : આ રાશિના જાતકો માટે અત્યંત સારો રહેશે દિવસ, જાણો તમારી રાશિ છે કે નહિ

મેષ રાશિ

આજે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે કોઈ ટીમના લીડર હોય તો આજે તમારે તમારા સાથીઓને પ્રેરણા આપવી પડશે તેમજ તેની પ્રશંસા કરવી પડશે. મિત્રો સાથે સમય પસાર કરી શકશો, નવી યોજનાઓને લઈને ઉત્સાહિત રહેશો. આજે તમે તમારી રણનીતિ કોઈ સાથે શેર કરશો. કોઈ પણ માણસ ઉપર વધારે પડતો વિશ્વાસ કરવો નહીં. સ્વસ્થ રહેવા માટે કસરત અને યોગ કરવા.

વૃષભ રાશી

આ રાશિના નાના બાળકો અભ્યાસમાં ઓછો રસ લેશે, સારુ રહેશે કે અભ્યાસમાં મન લાગે. આજે વિરોધીઓથી બચીને રહેવાની જરૂર છે. પોતાની જાતને ફિટ રાખવા માટે તમારે યોગ અને કસરત કરવાની જરૂર છે. જે વેપારી ડેરી સાથે જોડાયેલો વ્યવસાય કરે છે તેને લાભ થવાની સંભાવના છે. ધનના પ્રવાહમાં અવરોધ આવશે. કોઈપણ વિચાર વ્યક્ત કરતા પહેલા સારી રીતે સમજી વિચારી લેવું.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોને અચાનક સંતાન તરફથી ખુશ ખબર મળી શકે છે. આજે પરિવાર તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે. નાની નાની વાતોમાં વધારે પડતી ચિંતા કરવી નહીં. આજે તમારે કેટલીક વાતો ખૂબ જ સ્પષ્ટ રીતે પોતાના નજીકના લોકોને જણાવી પડશે નહીંતર, ભવિષ્યમાં એ સંબંધો તમારા માટે તણાવનું કારણ બની શકે છે, અથવા તમે એ સંબંધોને ખોઈ બેસો છો. આજુબાજુના લોકો તમારા વ્યવહાર અને વાતચીતથી ખૂબ જ પ્રભાવિત થશે.

કર્ક રાશિ

સમયસર કામ થવાથી રાહત મળશે. વેપાર-વ્યવસાયમાં અનુભવથી લાભ મળશે. તમારા જીવનસાથી રોજ બરોજની જરૂરિયાતો પૂરી કરવા માથી પોતાના હાથ પાછળ ખેંચી શકે છે. તમારી બચત અને ધનમાં વધારો થશે. રોકાણમાં સફળતા મળશે. સમયનો સદઉપયોગ થશે.

સિંહ રાશી

સિંહ રાશિવાળા લોકોને રોકાણ સંબંધિત બાબતોમાં ધોરણ લાદવા માટેના બધા તબક્કાઓમાં ખર્ચ ઉપર નજર રાખવાની જરૂર છે. તમને બીજાઓની સાથે મળીને કામ કરવામાં ખુશી મળશે. પરિવારમાં ઘરના વડીલોનો સાથ મળશે. સર્જનાત્મક કામમાં પૈસા ખર્ચ થઈ શકે છે. સામૂહિક સફળતા તમને આગળ વધવા માટે પ્રેરણા આપશે. તમારી પારિવારિક જમીન મિલકતની બાબતોમાં મિત્રો અને સંબંધીઓ ખૂબ જ ખાસ રહેશે.

કન્યા રાશિ

આજે તમારા વ્યક્તિત્વ અને રંગરૂપ અને ખૂબ જ સારા બનાવવાના પ્રયત્નો સંતોષજનક સાબિત થઈ શકે છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. તમારું પારિવારિક જીવન સારૂ રહેશે, પરંતુ જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. તમારી જૂની ઈચ્છા પૂરી થશે. યાત્રા લાભદાયક રહેશે. તમારી આશા પ્રમાણે આવક રહેશે. વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. આજે તમે દરેક કામ દ્રઢ નિર્ણયશક્તિથી કરશો.

તુલા રાશિ

કારકિર્દીમાં દૂરગામી લાભના અવસર મળશે. તમે તમારા વ્યવસાયને તમારા મગજમાં સૌથી ઉપર રાખશો, તો મુશ્કેલીઓને સરળતાથી દૂર કરી શકશો. કોઈપણ કામને પૂરું કરવા માટે વધારે પડતી મહેનતની જરૂર નથી, ધીરજથી કામ કરવાથી બધા કામ પૂરાં થશે. નવા સંબંધોથી લાંબા સમયનો લાભ મળશે. જીવનસાથી સાથે બિન જરૂરી વિવાદ થઇ શકે છે, શાંતિ રાખવી.

વૃષીક રાશિ

જીવનસાથીને સરપ્રાઈઝ પાર્ટી આપી શકો છો જેને લીધે પ્રેમ જીવનમાં નવી આશાનું કિરણ આવશે. પરિવારના સહયોગથી તમારા કામ સમયસર પૂરા થશે. આજે તમારે બિનજરૂરી વાતોમાં પડવાથી બચવું પડશે. આજે આરોગ્યમાં ઉતાર-ચડાવ બની રહેશે. તમારે તળેલી વસ્તુ ખાવાથી બચવું પડશે. નવા કપડાની ખરીદી કરી શકો છો.

ધન રાશિ

ભાવનાઓના પ્રવાહમાં વહીને તમારે વિચાર્યા વગર કોઇ કામ ન કરવું. કારોબારમાં લાભના અવસર મળશે. મિત્રો સાથે ફોન પર સંપર્ક થઇ શકે છે, જાણકારી પણ મળશે. બીજાને વાતો ઉપર ખરાબ તર્ક કરવા નહીં નહિતર અપમાનના ભાગીદાર બનવું પડશે. કોઈ ચાહત પૂરી થઈ શકે છે. પ્રેમ જીવન માટે ઉત્તમ સમય છે. અલ્પાભાષી બનવું, વાણી ઉપર કાબૂ રાખવો. તેમારી મહેનત અને લગન નું ફળ તમને જરૂર મળશે.

મકર રાશિ

કોઈ જરૂરી કામમાં જીવનસાથીનો સલાહ લેવી સારું રહેશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે. આજે અચાનક ધનલાભ થવાના યોગ દેખાઈ રહ્યા છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ઓફિસના કામમાં ફોન પર સહ કર્મચારીઓની મદદ મળી શકે છે. રચનાત્મક કામ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ સારો દિવસ છે. કારણ કે તે લોકોને એટલી શોહરત અને ઓળખાણ મળશે, જેની તે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું તેને સંભાળીને ચાલવાની સલાહ આપવી.

કુંભ રાશિ

તમારા વ્યવહારથી જીવનસાથી ખુશ થશે. ઘરેલુ બાબતોમાં થયેલી ગેર સમજણ સમય રહેતા દૂર કરવાની જરૂર છે, નહિતર એમનાથી તમને નુકસાન થઈ શકે છે. બીજાના કડવા બોલ પર ધ્યાન આપવું નહીં. તમારા બોસ બાકી રહેલા કામને લીધે તમારાથી નારાજ થઈ શકે છે. એટલા માટે તમે જે કોઈપણ કામ કરો તેને ભૂલ વગર કરવું અને વારંવાર ચેક કરતા રહેવું. બિનજરૂરી ડરનો ત્યાગ કરવો. આજે સારી વાત એ બનશે કે ખર્ચા ઓછા રહેવાથી માનસિક શાંતિ રહેશે.

મીન રાશિ

દિવસની શરૂઆત ભક્તિભાવથી થશે. સાહિત્યને લગતું વાંચન કરવાથી મન લાગશે, જેને લીધે જીવનમાં આગળ વધવાના નવા મનોભાવ આવી શકે છે. તમને તમારા કામના ક્ષેત્રે કોઈપણ પ્રકારના સમાચાર અથવા તો સફળતા મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે લાભનો દિવસ રહેશે. સ્થાઈ સંપત્તિ તેમજ ખરીદ-વેચાણથી લાભ મળશે. પારિવારિક વાતાવરણથી ખુશ રહેશો. મકાન અથવા નવું વાહન ખરીદી શકો છો.

Leave a Reply

Your email address will not be published.