બ્રશ કરવા છતા પણ દાંત પીળા જ રહે છે તો ઘરે કરો આ ઉપાય,મોતીની જેમ ચમકશે તમારા દાંત…

સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવાની કોસિશ કરતા હોય છે.જેના માટે અનેક ઉપાયો પણ અપનાવતા હોય છે.જયારે દાંત વિષે વાત કરવામાં આવે તો ઘણા એવા લોકો છે જેમના દાંત બિલકુલ પીળા હોય છે.જેના કારણે તે સારી રીતે સ્મિત પણ કરી શકતા નથી.

ખાસ કરીને દરેક વ્યક્તિ પોતાના દાંત સફેદ ઝગમગતા રહે તેવી ઈચ્છા ધરાવતા હોય છે.અમુક સમયે પોતાની સાફસફાઇની બેદરકારીને કારણે અથવા યોગ્ય કાળજી ન રાખવાથી દાંત પીળા થઈ જાય છે.ઘણા લોકો પીળા દાંતને સફેદ કરવા ઘણા ઉપાયો પણ કરતા હોય છે.અથવા અંતે તબીબીની સલાહ લેતા હોય છે.આજે તમને ઘરેલું ઉપાયથી પીળા દાંતને સફેદ દૂધ જેવા ચમકાવવાના કેટલાક ઉપાયો જણાવા જઈ રહ્યા છીએ…

ઈનો અને લીંબુનો ઉપાય –

ખાસ કરીને મોટાભાગના ઘરોમાં ઘરમાં ઈનો તો જોવા મળતો હોય છે.જેને એક કટોરીમાં લઈને તેમાં લીંબુનો રસ મીલાવી દો.આ કર્યા પછી શક્ય હોય તેમ જલ્દીથી તેને આંગળીની મદદથી સારી રીતે તમારા પીળા દાંત પર ઘસો.આ ઉપાય તમારે ઓછામાં ઓછા ચારથી પાંચ મિનિટ સુધી કરો.તે પછી પાણીથી કોગળા કરી લો.આ ઉપાય કરવાથી તમારા દાંતની પીડાસ દૂર થાય છે અને દાંતમાં સફેદ ચમક જોવા મળે છે.

સરસવનું તેલ અને મીઠું –

સરસવનું તેલ પણ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક ઘણાય છે.જો તમારા દાંત પીળા થઇ રહ્યા છે અને સફેદ કરવા માંગો છો તો આ ઉપાય જરૂર કરો.જેમાં સરસવનું તેલ અને મીઠું મીક્સ કરીને બ્રશ કરવાથી દાંતોની પીળાશ દૂર થઈ જાય છે.આ ઉપરાંત તમારા દાંતમાં નવી ચમક પણ જોવા મળશે.જો તમારા દાંતમાં સડો થયો હોય અને તેના લીધે દુખાવો થઇ રહ્યો છે તો આ સરસવના તેલમાં બે લવિંગ ડુબાડીને સડેલાં દાંતની નીચે દબાવીને રાખો.આ કરવાથી પણ ઘણો આર્મ મળે છે.જો વધારે દુખાવો થઇ રહ્યો છે તો અંતે તબીબીની સલાહ લેવી જોઈએ.

કોલસો –

ખાસ કરીને ઘણા લોકો પહેલા કોલસાથી બ્રશ કરતા હતા.એવું કહેવાય છે કે દાંતની ચમકમાં વધારો કરવા કોલસો એક અસરકારક ઉપાય છે.કોલસો દાંતને તેજ કરે છે.જો તમે પણ પીળા દાંતને સફેદ કરવા માંગો છો તો કોલસો લઈને તેને ગ્રાઇન્ડ કરીને તેનાથી દાંત સાફ કરો.તમને જણાવી દઈએ કે તેનાથી બ્રશ કરતા થોડું વિચિત્ર લાગી શકે છે પરંતુ તે ચોક્કસપણે તમારા પીળા દાંતને સફેદ કરશે.

લીંબુનો રસ –

લીંબુ અનેક કામમાં વપરાય છે.તે આપણા આરોગ્ય માટે ઘણું ઉપયોગી છે.જો તમારા દાંત વધારે પીડા થઇ ગયા છે અથવા તે પીડાસ દૂર કરવા માંગો છો તો લીંબુનો રસ કાઢી અને તેમાં સરસવનું તેલ અને મીઠું નાખીને શીશીમાં ભરીને રાખો.તેનાતી રોજ બ્રશ કરો.તે ઉપરાંત સારા પાણીથી કોગળા કરો.જો તમે આ ઉપાય કરશો તો તમને ચોક્કસ સારું પરિણામ જોવા મળશે.દાંત તો તમારા મોતીની જેમ ચમકવા લાગશે.આ ઉપાય કરવાથી દાંત સાથે જોડાયેલા કેટલાક બેક્ટેરિયા પણ વધારે ફેલાતા નથી.

બેકિંગ સોડા અને મીઠું –

જયારે દાંત સફેદ કરવાની વાત કરવામાં આવે તો તેમાં પણ બેકિંગ સોડા અને મીઠું બંને સારા ઉપાયો ઘણાય છે.જેમાં બેકિંગ સોડાને મીઠામાં નાખીને દાંત સાફ કરવામાં આવે તો તમારા દાંત પર રહેલી પીળાશ દૂર થાય છે.તેનાથી મોઢામાં પાયોરિયાની સમસ્યા પણ ઓછી થાય છે અને દાંત ચમકદાર રહે છે.સમય સમય અનુશાર આ ઉપાય કરો છો તો તમને તેનાથી વધારે ફાયદો થઇ શકે છે.

સ્ટ્રોબેરી પેસ્ટ –

ખાસ કરીને સ્ટ્રોબેરી ઘણા લોકો ખાવી પસંદ કરતા હોય છે.પરંતુ એ નથી જાણતા તા કે તે પીળા દાંતને સફેદ પણ કરી શકે છે.સ્ટ્રોબેરીમાં ફોલિક એસિડ હોય છે જે દાંતને સફેદ કરવામાં મદદ કરી શકે છે.જેમાં ખાસ કરીને તમારે સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવવી અને તેને પીળા દાંત પર ગસવી.આ કરવાથી તમને ચોક્કસ લાભ થઇ શકે છે,પરંતુ આ પ્રક્રિયા થોડા દિવસ સુધી કરતા રહેવી પડશે.ચોક્કસ રીતે પીળા દાંત સફેદ થશે.

Leave a Reply

Your email address will not be published.