વાનર અને બાળકની દોસ્તીનો આ video સોશિયલ મીડિયા ઉપર મચાવે છે ધૂમ, જોઈને તમને ચોક્કસ મજા પડશે

હાલ એક વીડિયો સૌરાષ્ટ્ર પંથકમાંથી જોરદાર વાયરલ થયો છે. એક વાંદરું અને એક બાળકની અનોખી દોસ્તીનો આ વીડિયો છે. જીહાં ..આ વીડિયોમાં એક બાળકના માથામાંથી એક વાંદરું જૂં વીણી રહ્યું છે. સામાન્ય રીતે કોઇપણ માદા વાનર હોય – તે તેના બાળકના માથા પરથી આવી રીતે જૂં વીણતી જોવા મળે છે. પરંતુ અહિંયા એ કામ એક માનવ ના બાળક સાથે એક વાનર કરી રહ્યું છે.

આને દોસ્તી કહેવી કે માની મમતા. એ આપ આ વીડિયો જોઇનેજ નક્કી કરજો. કારણકે, આ વાનર – ના તો માત્ર બાળકના માથા માંથી જૂં વીણી રહ્યું છે , પરંતુ જ્યારે બાળકની માતા વાનર પાસેથી બાળકને લેવા આવે છે ત્યારે એને પ્રોટેકટ પણ કરી રહ્યું છે.

તે કોઇપણ સંજોગો મા આ બાળકને પોતાનાથી વિખૂટું પડવા દેવા માંગતું નથી જ્યારે બાળકને લેવા તેની માતા આવે છે. ત્યારે એ બાળકને વળગીને સતત બાળકને લઇ જવાનો પ્રતિકાર કરે છે. ને ચારેય બાજુથી બાળકને વહાલ થી વળગી રહે છે.

જાણે એ બાળક પર તેનો અબાદિત અધિકાર હોય તેમ તે વર્તે છે. તો સામે પક્ષે બાળક પણ તેની માતા સાથે જવા કોઇ જીદ કરતુ નથી સામાન્ય રીતે કોઇ માતા બાળકનું માથું ઓળવા બેસે ત્યારે મોટા ભાગના બાળકોને એ ગમતું નથી હોતું.

પરંતુ એથી ઉલ્ટુ અહીંયા તો બાળક સામે ચાલીને પોતાનુ માથું વાનરના ખોળામા નાંખી રહ્યો છે. ને વાનર માથામાથી જે પ્રકારે જુ વીણે તે વીણવા દઇ રહ્યો છે. જેમ બાળકને તેની માતા લઇ જાય તે વાનરને નથી ગમતું તેમજ બાળક પણ વાનર ને છોડીને પોતાની માતા પાસે જવા ઉત્સુક હોય તેમ નથી જણાઇ રહ્યું. જો આપને પણ વાનર અને બાળકની આ અનોખી દોસ્તીનો વીડિયો ગમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *