આ કારણથી મહિલાઓમાં ઘટી જાય છે શારીરિક સુખ બાંધવાની રુચિ! શું તમને તો નથી ને આ સમસ્યા

મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે, મહિલાઓમાં વધતી ઉંમર અને મેનોપોઝ (Menopause) એટલે કે માસિક ધર્મ બંધ થવાના કારણે શારીરિક સંબંધ બાંધવામાં તેમનો રસ ઓછો થઇ જાય છે. પરંતુ મહિલાઓની યૌન ઇચ્છામાં થઇ રહેલા ફેરફાર પર એક અભ્યાસનું જો માનીએ તો મહિલાઓની યૌન ઇચ્છામાં ઘટાડો થવાનું મૂળ કારણ તેઓની ઊંઘ પણ છે. મહિલાઓ જો સતત અનેક રાત્રિ સુધી બરાબર સુઇ ના શકે, 7-8 કલાકની ઊંઘ બરાબર ના લઇ શકે તો તેનાથી તેમની શારીરિક લાઇફ પર સીધી જ તેની ખરાબ અસર પડે છે.

ઊંઘની ઊણપના કારણે મહિલાઓ શારીરિક સંબંધમાં રસ નથી દાખવતી

આ અભ્યાસને ડૉક્ટર જુલિયાના ક્લિંગએ કર્યો હતો કે, જેને મેનોપોઝ-ધ જર્નલ ઑફ નોર્થ અમેરિકન મેનોપોઝ સોસાયટીમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. અભ્યાસમાં સંશોધનકર્તાઓનું જો માનીએ તો જે મહિલાઓ બરાબર ઊંઘ નથી લેતી, જેઓને રાત્રે બરાબર ઊંઘ નથી આવતી, તેમાં યૌન સમસ્યાઓ અને શારીરિક સંબંધમાં રસ ન દાખવવાની સમસ્યા સારી ઊંઘ લેનારી મહિલાઓની તુલનામાં બે ગણી વધારે હોય છે.

સ્લીપ ક્વૉલિટી ઉત્તમ હોવી ખાસ જરૂરી

અભ્યાસમાં એમ પણ સામે આવ્યું કે, સારી સ્લીપ ક્વૉલિટીનો સંબંધ વધારે યૌન ગતિવિધિ સાથે જોડાયેલ હતો. નોર્થ અમેરિકન મેનોપોઝ સોસાયટીની મેડિકલ ડાયરેક્ટર ડૉ. સ્ટેફની ફોર્બિયન કહે છે કે, ‘જો તમે કોઇ થાકેલી મહિલા સામે ઊંધ અને શારીરિક સંબંધ એમ બંને વિકલ્પ રાખશો તો તે દરેક વખતે ઊંઘને જ પસંદ કરશે. જો કે, અભ્યાસના પરિણામોને ધ્યાનમાં રાખતા ડૉક્ટરોએ પોતાના દર્દીઓને જરૂરથી પૂછવું જોઇએ કે, તેઓ દરરોજની કેટલી ઊંઘ લે છે.

ઊંઘ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ શારીરિક લાઇફ માટે પણ અત્યંત જરૂરી

આ અભ્યાસમાં 3,400થી વધારે મહિલાઓને શામેલ કરવામાં આવી હતી અને તેમની સરેરાશ ઉંમર 53 વર્ષ હતી. જેમાંથી 75 ટકા મહિલાઓની સુવાની આદત સારી ન હોતી અને 54 ટકા મહિલાઓમાં કોઇને કોઇ પ્રકારની શારીરિક સંબંધને લગતી સમસ્યા હતી. આ પહેલાં પણ અનેક અભ્યાસ થઇ ચૂક્યાં છે કે જેમાં એ બાબત સામે આવી છે કે, ઊંઘ એ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ શારીરિક લાઇફ માટે પણ અત્યંત જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *