બાળકીના આશ્ચર્યજનક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, સ્ટંટ જોઈને લોકોએ કહ્યુ OMG

પ્રતિભાશાળી બાળકોના વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર અવારનવાર વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને ઘણું આશ્વર્ય થતુ હોય છે, જ્યારે કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જતો હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ બાળકીનો સ્ટંટ વીડિયો (Stunt Video) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં બાળકી રબર જેવી ફ્લેક્સિબિલિટી સાથે અમેઝિંગ સ્ટંટ બતાવી રહી છે. વાયરલ થયેલો આ સ્ટંટ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ વીડિયોમાં એક બાળકી નાની રેલિંગ સાથે કલ્વર્ટ પર જિમ્નનાસ્ટિક (Gymnastics)જેમ સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ વિડીયો તેની ટ્રેનિંગ દરમિયાન લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે, બાળકીના સ્ટંટ જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ સ્ટંટ કરતા પહેલા તેણે કેટલી પ્રેક્ટિસ કરી હશે.આ વીડિયો (Viral video) જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો.

જુઓ વીડિયો

સ્ટંટ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે

આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર aerial Sochi નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને તેના પર વીવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપતા જોવા મળી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”શરીરમાં હાડકા હશે કે નહી” જ્યારે અન્ય યુઝર્સ પણ બાળકીની પ્રતિભાની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.આ સ્ટંટ વીડિયો(Stunt Video) લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *