બાળકીના આશ્ચર્યજનક સ્ટંટ જોઈને લોકોના ઉડ્યા હોંશ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત, જુઓ આ Video

પ્રતિભાશાળી બાળકોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં એક નાની બાળકીએ અદ્ભુત સ્ટંટ કરીને લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. આપને જણાવી દઈએ કે,ઇન્ટરનેટ પર આ વીડિયો ખુબ વાયરલ (Viral)થઈ રહ્યો છે.જેમાં એક બાળકી અદભૂત સ્ટંટ (Stunt)કરતી જોવા મળી રહી છે.

બાળકીની આ આશ્ચર્યજનક પ્રતિભા જોઈને લોકો પણ સ્તબ્ધ થઈ ગયા. આ વીડિયો જોયા બાદ લોકો તેને રબર ગર્લના નામથી ઓળખી રહ્યા છે.આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી લગભગ 30 લાખથી વધુ લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો કોઈ કરાટે ટ્રેનિંગ સેન્ટરનો છે.આ વીડિયોમાં નાની બાળકી (Little Girl)ઉપરાંત કેટલાક બાળકો પણ જોવા મળે છે. વીડિયોમાં લગભગ 4 વર્ષની બાળકી કરાટે જેવા પોઝ બનાવી રહી છે,ઉપરાંત તે તેના બંને હાથ ફેલાવીને પગથી તેના કપાળને સ્પર્શ કરતી જોવા મળે છે. અને બાદમાં તે તેના શરીરને ફોલ્ડ કરે છે અને જમીન પર રોલિંગ (Rolling) કરવાનું શરૂ કરે છે.

જુઓ વીડિયો

બાળકીએ કર્યા અદભૂત સ્ટંટ

આ વીડિયોમાં બાળકી અદભૂત સ્ટન્ટ્સ કરતી જોવા મળે છે. આ સ્ટંટ એટલા ખતરનાક (Dangerous)હતા કે ઘણા લોકોના શ્વાસ અટકી ગયા. વિડીયોમાં જોઈ શકાય છે કે છોકરી તેના હાથ અને પગ લંબાવે છે અને તેને તેના ખભા પર મૂકે છે. અને બાદમા તે પેટની મદદથી જમીન પર સૂઈ જાય છે અને શરીરને ફેરવવાનું શરૂ કરે છે. વીડિયો જોયા બાદ લોકો તેને રબર ગર્લથી ઓળખી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *