ખીજળામાં બિરાજમાન કડયુગનાં હાજર હજુર મામાદેવનું સત છે અનોખું,જાણો મામાદેવ નો ઈતિહાસ…..

કળીયુગમાં શ્રી મામાદેવની ભકિત-પૂજા ઠેર-ઠેર થાય છે. ખૂબજ બહોળા પ્રમાણમાં શ્રી મામાદેવનો ભકિત-પરિવાર પણ છે. પરંતુ મોટા ભાગના ભકતજનોને શ્રી મામાદેવનછ ઓળખ બાબતે કે ઉત્પવતિ અંગે વિશેષ માહિતી ન હોઇ શિવપુરાણ અને સ્કંદદપુરાણના ઉલ્લે ખ મુજબ પ્રાચીનકાળમાં કનખલ ખાતે દક્ષ પ્રજાપતિ દ્વારા યોજાયેલ મહાયજ્ઞ પ્રસંગે પિતાને ત્યાં ઉપસ્થિત પુત્રી પાર્વતીજીએ જયારે યજ્ઞ પ્રસંગમાં પતિના સ્થાંનને નોંધનલ અભાવ જોઇ જયારે પોતાનું બલિદાન આપે છે ત્યાંરે ક્રોધથી ભભૂકી ઉઠેલા ભોળાનાથે પોતાની જટાના એક પૂર્વભાગમાં થી એક અદ્દભુત વીર શકિતને ઉત્પીન્ન કરી કે જેના થકી સમગ્ર યજ્ઞનો ધ્વંશ થયો એ વીર શકિત એટલે ભગવાન ભોળાનાથના બાળવ ગણો પૈકી એક વીરભદ્ર અને વીરભદ્ર એટલે જ શિવજીના સેનાપતિ અને કળીયુગમાં ભકતોના હજરાહજુર શ્રી મામાદેવ.

Advertisement

આજે અમે તમને મામાદેવના ઇતિહાસ વિષે જણાવીશું. આજે ગુજરાતમાં ઘણી જગ્યા એ મામા દેવના મંદિર આવેલા છે પણ બહુ ઓછા લોકો મામા દેવ નો ઇતિહાસ જાણે છે બ્રહ્માના પુત્ર દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું હતું. તેમાં બધા દેવી દેવતાઓને બોલાવવામાં આવ્યા હતા પણ તેમની પુત્રી સતી અને મહાદેવને આમન્ત્રણ આપવામાં આવ્યું ન હતુંબઆજની આ પોસ્ટમાં જાણીશું કે મામા દેવ કોણ હતા કળિયુગમાં મામદેવની ભક્તિ ઠેર-ઠેર થઈ રહી છે ખૂબ જ બહોળા પ્રમાણમાં શ્રી મામાદેવનો ભક્તિ પરિવાર પણ ખૂબ જ મોટો છે પરંતુ મોટા ભાગના ભક્તજનોને મામાદેવની ઓળખ બાબતે ઉત્પત્તિ અંગે વિશેષ માહિતી નથી.

કળીયુગમાં હજરાહજુર શ્રી મામાદેવને ભકતો પોતાના પવિત્ર કર્મો અને હદયની સાચી ભકિતથી પ્રસન્નશ કરી શકે છે, શ્રી મામાદેવના આશીર્વાદ મેળવી પોતાનું કલ્યાભણ સાધી શકે છે. ઓવા શ્રી મામાદેવ પવિત્ર વૃક્ષોમાંના એમ સમીવૃક્ષ (ખીજડો) માં બીરાજે છે.શિવ પુરાણ અને સ્કંદ પુરાણના ઉલ્લેખ મુજબ શક્તિના એક સ્વરૂપે શિવ સાથે વિવાહ કર્યા અને એજ શક્તિ સ્વરૂપ એટલે કે પાર્વતી.સતી પાર્વતીએ શિવ સાથે વિવાહ કર્યા અને તેમના પિતા દક્ષ પ્રજાપતિ કે તેઓએ પ્રાચીન કાળમાં કલ્ખંદ ખાતે યજ્ઞનું આયોજન કર્યું હતું.અને એજ યજ્ઞ પ્રસંગે સમગ્ર દેવતાઓને આમંત્રિત કર્યા.શિવ-પાર્વતીને આમંત્રિત કર્યા ન હતા.

પિતાના ઘેર યજ્ઞ હોવાથી સતી વગર આમંત્રણે ત્યાં પહોંચી ગયા.એ જ યજ્ઞમાં શિવ વિશે અપમાન જનક વાતો કરતાં સતી સહન કરી શક્યા નહીં.એટ્લે સતીએ પોતાને અગ્નિમાં સમર્પિત કરી દીધા.અને તે જ સમયે ક્રોધથી ભભૂકી ઉઠેલા ભોળાનાથે પોતાની જટાના એક પર્વ ભાગમાંથી અદ્ભુત વીર શક્તિને ઉત્પન્ન કરી,જેના થકી સંપૂર્ણ યજ્ઞનો ધ્વંશ થયો.એ વીર શક્તિ એટ્લે ભગવાન ભોળાનાથના બાળવગણ પૈકી એક એટ્લે વીરભદ્ર અને એ જ વીરભદ્ર એટ્લે કે શિવજીના સેનાપતિ અને કળિયુગમાં ભક્તોના હાજરાહજુર શ્રી મામાદેવ.કળિયુગમાં હાજરાહજુર શ્રી મામાદેવને ભક્તો પોતાના પવિત્ર કર્મો અને હ્રદયથી સાચી ભક્તિ કરે છે,તેના પર મામાદેવ પ્રસન્ન થાય છે.શ્રી મામાદેવના આશીર્વાદ મેળવી પોતાનું કલ્યાણ સાજી શકે છે.

જયારે મહાદેવ સતીના શરીરને લઈને પાછા આવતા હતા ત્યારે તેના 51 ટુકડા કરવામાં આવ્યા હતા અને તે જગ્યા એ 51 શક્તિ પીઠનું નિર્માણ થયું. પછી વીરભદ્ર મહાદેવ પાસે આવ્યા અને કહ્યું પ્રભુ મારે હવે શું કરવાનું.મહાદેવે કહ્યું હવે તમારે એક રબારીના ઘરે જન્મ લેશો અને આખા જગતમાં મામા દેવ તરીકે ઓળખાશો. તમે ખીજડે અને લીમડે વાસ કરશો. ત્યારબાદ તેમનો જન્મ રબારીના ઘરે થયો અને તેમને એક ભરવાડના દીકરાને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધ અને આખા જગતમાં મામા દેવ તરીકે ઓળખાયા. ધનુભા દરબાર નામના એક વ્યક્તિના ખેતરમાં એક ખીજડાનું ઝાડ હતું. તેમના પિતા કહેતા કે આમા મામા દેવનો વાસ છે. તેથી તે રોજ આની પૂજા કરતા.

તે રોજ રાતે આ ખીજડાના ઝાડ નીચે સુતા હતા પણ સવાર પડે એટલે તે ખેતરના બીજા છેડે હોય. આવું ખાસા દિવસ સુધી થયું. તે એક દિવસે જાણી જોઈને તે સુયા જ નહિ તો અડધી રાતે તેમની પાસે એક વ્યક્તિ આવી ને બેસ્યા વાતો કરી અને પછી તેજ વ્યક્તિ ખીજડાના ઝાડમાં સમાઈ ગયા. આ જોઈને ધનુભા માની ગયા અને બોલવા લાગ્યા કે જય મામા દેવની.એવા શ્રી મામાદેવ પવિત્ર વૃક્ષ,એમ સમી વૃક્ષ જેમકે ખીજડો.શ્રી મામાદેવ ખીજડામાં બિરાજમાન છે.અને એજ સતિનું શરીર લઈ શિવજી ત્યાંથી નીકળી ગયા.અને ભગવાન વિષ્ણુએ સતીના શરીરમાં સુદર્શન વડે ટુકડા કર્યા,જ્યાં જ્યાં સતીના શરીરના ટુકડા પડ્યા એ સ્થળ શક્તિપીઠ કહેવાયા.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *