કરોડપતિઓ સાથે ઉઠવા બેસવાનું હતું એ સ્ત્રીને છતાં પણ આજે ગામડે આવી ને શરૂ કર્યો તબેલો,જાણો તેની પાછળ નું કારણ…..

પૈસા કમાવાની ઇચ્છામાં,આજના યુવાનોનું બહુરાષ્ટ્રીય કંપનીમાં જવું અને અમેરિકામાં નોકરી કરવાનું સપનું છે.જો કે,ઘણા એવા યુવાનો છે કે જેઓ કૃષિના મહત્વને સમજીને અમેરિકામાં નોંધપાત્ર નોકરીને લાત મારી દે છે.આજે અમે તમને એક એવી જ યુવતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જેણે પિતાના કહેવા પર અમેરિકામાં લાખોનું પેકેજ છોડી દીધું હતું અને ખેતી અને ડેરીનું કામ સંભાળ્યું અને આજે તે પોતે જ લાખોની કમાણી કરી રહી છે આજ કાલના યુવાનોમાં વધારે એવું ચલણ હોય છે કે ભણી ગણીને વિદેશ જતા રહીએ તો આપણું ભવિષ્ય સેટ આજ કાલના બધા યુવાનો આવું જ વિચારતા હોય છે પણ બધા લોકો એવા નથી હોતા અમુક એવા લોકો પણ હોય છે.

Advertisement

કે જેમને પોતાના દેશથી ખુબજ પ્રેમ હોય છે. આજે અમે તમને એક એવી જ છોકરી વિષે જણાવીશું જે 7 વર્ષ અમેરિકામાં રહ્યા છતાં તેનું દિલ ના માન્યું તો અમેરિકાની એશો આરામ છોડીને ભારત પાછી આવી ગઈ 7 વર્ષ સુધી અમેરિકામા રહેવાવાળી વૈષ્ણવી આજે દેશી ગાયોને ઉછેરી રહી છે એ પણ 1 કે 2 ગાયો નહિ પણ 150 દેશી ગાયોને ઉછેળી રહી છે અને પોતાનું ડેરી ફાર્મ ચલાવે છે. વૈષ્ણવી એક ગોલ્ફ ખેલાડી છે.જે છેલ્લા 16 વર્ષથી ગોલ્ફ રમતી હતી. આ સમયે તેમને ઘણા કરોડપતિઓને મળવાનું અને તેમની સાથે રહેવાનો મોકો મળ્યો. દુનિયા ફરવાનો મોકો મળ્યો પછી અમેરિકામાં જ સેટલ થવાનું નક્કી કર્યું પણ વૈષ્ણવીનું કહેવું છે કે આટલો બધો એશો આરામ હોય છતાં મારા હ્રદયમાં સંતોષ ન હતો વૈષ્ણવીએ મનની શાંતિ અને હ્રદયના સંતોષ માટે ભારત પાછું આવવાનું નક્કી કર્યું અને ભારત આવી ને દેશી ગાયો તો તબેલો શરૂ કરવાનો નક્કી કર્યો. પોતાના પરિવાર અને મિત્રોની મદદથી આજે વૈષ્ણવી પાસે 150 દેશી ગાયો છે.

વૈષ્ણવી કહે છે આટલો સંતોષ મને અમેરિકામાં પણ નહતો મળ્યો જેટલો હું જયારે ખેડૂતોના ઘરે ગાયો શોધવામાં અને તેમની સાથે રહેવામાં મળે છે. વૈષ્ણવીનું કહેવું છે કે હવે જમાનો બદલાઈ રહ્યો છે એટલે તમને જે ક્ષેત્રમાં રસ હોય તે ક્ષેત્રમાં કામ કરો. લોકો ને જે કહેવું હોય એ કહે.મિત્રો બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના અજમેરની રહેવાસી અંકિતા કુમાવતની.તેમણે 2009 માં આઈઆઈએમ કોલકાતાથી અભ્યાસ પૂરો કર્યો હતો.આ પછી,તેમણે લગભગ 5 વર્ષ જર્મની અને અમેરિકામાં કામ કર્યું,પરંતુ તે પિતાના કહેવાથી ભારત પરત આવી. ભારત પાછા આવ્યા પછી,તેમણે ડેરી,ઓર્ગેનિક ફાર્મિંગ અને ફૂડ પ્રોસેસિંગમાં તેમના પિતાની મદદ શરૂ કરી. પરિણામે,આજે તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 90 લાખ રૂપિયા છે.

પિતાએ નોકરી છોડી અને ખેતી શરૂ કરી : અંકિતાના પિતા પણ એન્જિનિયર છે,જેમણે અમેરિકામાં નોકરી છોડી અને ખેતી કરી.ખરેખર,અંકિતાને કમળો થયો.ત્યારબાદ તેમના પિતા તેમને હોસ્પિટલમાં લઈ ગયા અને તેમણે અંકિતાને ઓર્ગેનિક ખોરાક આપવાની વાત કરી.ત્યારે જ ગાયનું શુદ્ધ દૂધ તેની અસર બતાવ્યું અને અંકિતા સાજી થઈ ગઈ. પછી તેના પિતા પરિવાર સાથે ભારત પરત આવ્યા અને ઓર્ગેનિક ખેતી શરૂ કરી.પિતાની પ્રેરણા લઈને અંકિતાએ પણ જર્મની અને અમેરિકામાં નોકરી છોડીને ગામ આવવાનું મન બનાવી લીધું હતું.નવી વિચારસરણીથી કામ શરૂ કર્યું.2014 માં,અંકિતાએ અજમેર લૌટક પિતાની ડેરી અને ઓર્ગેનિક ફાર્મિંગને સમજવાનું શરૂ કર્યું,ત્યારબાદ તેમણે નવી તકનીકનો ઉપયોગ કરીને સોલર સિસ્ટમ ડેવલપ,ટપક સિંચાઈ તકનીકનો અમલ કર્યો.આ રીતે ધીરે ધીરે ખેતીનો વ્યાપ વધવા લાગ્યો. ઘી, ડ્રાયફ્રૂટ સહિતની ઘણી ચીજો બનાવે છે.આ પછી તેમણે ઘી, ડ્રાયફ્રૂટ, મીઠાઈ, નમકીન, મધ, મસાલા, કઠોળ જેવી ખાદ્ય ચીજો બનાવવાનું પણ શરૂ કર્યું.તેમનો આઇડિયા રંગ લાવ્યો અને આજે અંકિતાની કંપની 24 થી વધુ વસ્તુઓ વેચે છે.તેમની પાસે માત્ર 50 થી વધુ ગાયો નથી,પણ 100 લોકોને રોજગાર પણ આપ્યો છે.

સોશિયલ મીડિયાની મદદથી બિઝનેસમાં વધારો થયો.આ પછી,તેમણે સોશિયલ મીડિયા અને ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા તેમના વ્યવસાયને વધારવાનું શરૂ કર્યું.તેમણે એક વેબસાઇટ પણ શરૂ કરી,જેના કારણે તેમની કંપનીમાં વિદેશમાં પણ ઉત્પાદનોની માંગ હતી.અંકિતાની કંપનીના ઉત્પાદનો ફ્લિપકાર્ટ અને એમેઝોન સહિતના ઘણા ઑનલાઇન પ્લેટફોર્મ પર હાજર છે.અવાજ એક બીજા વ્યક્તિ,આજે ઘણા યુવાનો પોતાનું ટેલેન્ટ ખેતી માં પણ દેખાડે છે અને તેવાજ એક યુવાન રાજીવ કલમ જે પોતે CA નો અભ્યાસ કર્યું છે અને તે પોતે તે છોડી ને ખેતી ના કામ માં લાગીય છે અને CA કરતા ઘણું વધારે કમાય છે ચાલો જાણીએ રાજીવને લાગ્યું કે જે ખેડૂતો થકી આપણને અનાજ મળે છે, તેમને નજરઅંદાજ કેવી રીતે કરી શકાય. એવામાં તેમણે નિર્ણય કર્યો કે તેઓ ખેડૂતોને તેમની જિંદગીનું મોલ્ય સમજાવવાનું કામ કરશે.રાજીવ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પણ જોડાયા અને સમાજના સારા કામોની સાથે સાથે પર્યાવરણ બચાવવાની રેલીઓમાં પણ ભાગ લેતા રહ્યાં.

જે લોકો કોમર્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરે છે તેમાંના ઘણાં લોકોનું સપનું હોય છે કે તેઓ સીએ બને પરંતુ આ પરીક્ષા એટલી અઘરી અને લાંબી હોય છે કે હર કોઈ આ પરીક્ષા પાસ નથી કરી શકતું. આ પરીક્ષાને પાસ કરવા ઘણી મહેનતની જરૂર હોય છે, પણ ઝારખંડમાં રહેતા સીએ રાજીવ કમલે ટ્રેન્ડ જ બદલી નાંખ્યો. સીએનો અભ્યાસ પૂરો કર્યા બાદ, આ પ્રોફેશનને છોડીને ખેતીના કામમાં લાગી ગયા. આજે તેઓ રાંચીના ઓરમાંજી બ્લોકમાં ખેતી કરી રહ્યાં છે અને એ પણ લીઝ પર. આજે તેઓ ખેતીથી વાર્ષિક લગભગ 50 લાખ રૂપિયા જેવું કમાઈ રહ્યાં છે.તેમના કહેવા પ્રમાણે ખેતીએ તેમની જિંદગી બદલી નાખી. તેઓ આ અંગે વધુમાં જણાવે છે“હું રાંચીમાં રહું છું અને દરરોજ અહીંથી લગભગ 28 કિલોમીટર દૂર મારા ખેતર સુધી જઉં છું. સીએ કર્યા બાદ જ્યારે નોકરી કરવાનો વારો આવ્યો ત્યારે મને લાગ્યું કે ચાર દીવાલોની વચ્ચે કેદ થઈને મારે નથી રહેવું. મને પ્રકૃતિથી પ્રેમ છે અને તેના થકી આપણી જિંદગીને બધું મળ્યું છે અને એટલે ખેતી કરી રહ્યો છું.

2013નું વર્ષ રાજીવ માટે ઘણું બદલાવનું વર્ષ રહ્યું. એ વર્ષે રાજીવ પોતાની 3 વર્ષની દીકરીની સાથે બિહારના ગોપાલગંજ સ્થિત પોતાના ગામ ગયા તો જોયું કે તેમની દીકરી ગ્રામજનો સાથે હળીમળી ગઈ છે અને ઘણી ખુશ છે. પરંતુ તેમને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેમની દીકરીને એક ખેડૂત ખોળામાં લેવા માગતા હતાં. પણ તેમની દીકરી ખેડૂતના ખોળામાં જવા રાજી ન હતી કારણ કે ખેડૂતના કપડાં પર માટી લાગેલી હતી. દીકરીના આ વર્તનથી રાજીવને ચિંતા થવા લાગી. તેમને લાગ્યું કે જે ખેડૂતો આપણને અનાજ પૂરું પાડે છે તેમને આમ નજરઅંદાજ ન કરી શકાય. તેમને થયું કે હવે તેઓ આ ખેડૂતોની જિંદગીનું મૂલ્ય સમજાવવાનું કામ કરશે.રાજીવનો જન્મ બિહારના સીવાન જિલ્લાના ગોપાલગંજમાં થયો. તેઓ પોતાના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતાં. તેમના પિતા બિહાર સરકારના સિંચાઈ વિભાગમાં એન્જિનિયર હતાં. બિહારમાં શરૂઆતનો અભ્યાસ કર્યા બાદ રાજીવને ઝારખંડ મોકલી અપાયા. તેઓ હજારીબાગની એક સરકારી હોસ્ટેલમાં રહેતા. ત્યારબાદ આગળના અભ્યાસ માટે તેઓ રાંચી આવી ગયા.

1996માં 12મું ધોરણ કર્યા બાદ તેઓ આઈઆઈટીના કોચિંગમાં જોડાયા પરંતુ પરીક્ષા પાસ ન કરી શક્યા. ત્યારબાદ તેમણે રાંચીમાં જ બી.કૉમ.માં પ્રવેશ મેળવ્યો. એ જ વર્ષે તેઓ સીએના અભ્યાસમાં પણ પોતાનું નામ નોંધાવ્યું. હાલ રાજીવ અંકુર રૂરલ એન્ડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ સોસાઈટી નામે એક NGO ચલાવે છે જેના થકી તેઓ ખેડૂતો અને ગ્રામજનોની મદદ કરે છે.2003માં સીએની પરીક્ષા પાસ કરીને રાજીવે રાંચીમાં જ 5000 રૂપિયાના માસિક ભાડે એક રૂમ ભાડે લીધો અને સીએની પ્રેક્ટિસ કરવા લાગ્યા. તેઓ દર મહીને 40 હજાર રૂપિયાની આસપાસ કમાઈ લેતા. 2009માં તેમણે પ્લાસ્ટિક એન્જિનિયર રશ્મી સહાય સાથે લગ્ન કરી લીધા. અને ત્યારબાદ તેમની દીકરીના વર્તનને જોઇને તેમણે ખેતી કરવાનો નિર્ણય લઇ લીધો. તેઓ ખેતીથી જોડાયેલી તમામ જાણકારીઓ મેળવવામાં લાગી ગયા. તેઓ ઘણી યુનિવર્સિટીના કૃષિ વિભાગમાં ગયા અને ત્યાંના પ્રોફેસરોથી મદદ અને સલાહ માગી. તેઓ સ્થાનિક ખેડૂતો પાસે ગયા અને ખેતી વિષે શીખ્યા.

રાજીવે રાંચીથી 28 કિલોમીટર દૂર એક ગામના ખેડૂતની દસ એકર જમીન લીઝ પર લીધી. શરત એ હતી કે તેમના નફાના ૩૩% એ ખેડૂતને આપશે. રાજીવે એ વર્ષે લગભગ 2.50 લાખ રૂપિયા ખેતી પર ખર્ચી નાખ્યા. તેમણે ઓર્ગેનિક રીતે લગભગ 7 એકર જમીનમાં તડબૂચ અને કોળાની ખેતી કરી. ઘણી મહેનત બાદ જાન્યુઆરી મહિનાના અંતે તેમનો પાક તૈયાર થઇ ગયો અને લગભગ 19 લાખ રૂપિયામાં વેચાઈ ગયો. તેમાંથી તેમને આશરે 7-8 લાખનો ફાયદો થયો જેનાથી રાજીવનું મનોબળ વધુ મજબૂત થયું અને તેઓ ખેતીમાં નવા નવા પ્રયોગ કરવા લાગ્યા. તેમના ખેતરમાં આજે 45 ખેડૂતો કામ કરે છે.તે જ ગામની 13 એકર જમીન તેમણે લીઝ પર લીધી અને ત્યાં પણ ખેતી કરવા લાગ્યા. 2016ના અંતમાં તેમણે ફરીથી 40-45 લાખનો કારોબાર કર્યો. તેમણે હાલમાં જ કુચૂ ગામમાં 3 એકર જમીન લીઝ પર લીધી જ્યાં તેઓ શાકભાજી ઉગાડે છે. રાજીવનું લક્ષ્ય વાર્ષિક 1 કરોડ ટર્નઓવર કરવાનો છે. જોકે પૂર અને દુકાળ જેવી પરિસ્થિતિની તેમને ચિંતા તો રહે છે કારણ કે તેનાથી ખેતીને ઘણું નુકસાન પહોંચે છે અને અચાનક જ તમામ મહેનત પર પાણી ફરી જાય છે. રાજીવના આ કામમાં તેમના બે ભાઈ દેવરાજ અને શિવકુમાર પણ મદદ કરે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *