ડુંગળી ભાવમાં તેજી યથાવત્ / શું ભાવ વધશે? ડુંગળીને લઈને ખેડૂતો માટે ખાસ માહિતી

છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં ડુંગળીની વધારે આવકો હોવા છતાં ભાવ યથાવત રહ્યા છે. ખાસ કરીને ગોંડલ, મહુવા અને રાજકોટમાં ડુંગળી વિપુલ પ્રમાણમાં રહી છે. રાજકોટમાં લાલ ડુંગળી ૪૮ હજાર ગુણી આવક હતી, જેમાંથી લાલ ડુંગળીનાં ભાવ રૂ.૩૫૦ થી ૬૬૦ હતા. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીની આવક લગભગ ૧૯ હજાર ગુણી ત્થા સફેદ ડુંગળીની આવક લગભગ ૨૫ હજાર ગુણી થઈ હતી, જેમાંથી લાલ ડુંગળીનાં ભાવ રૂ.૩૦૧ થી ૭૫૧ ત્થા સફેદ ડુંગળીના ભાવ ૨૧૬ થી ૩૯૬ રહ્યા હતા. મહુવામાં ૬૫ હજાર ગુણીનાં વેપાર સાથે લાલ ડુંગળી નો ભાવ ૩૦૦ થી ૭૫૯ રહ્યો હતો જ્યારે સફેદ ડુંગળી નો ભાવ ૨૮૦ થી ૪૩૯ રૂપિયા રહ્યો હતો. હાલ લાલ ડુંગળીના ભાવ ઊંચા હોવાથી સફેદ ડુંગળીમાં ભાવ વધી રહ્યા છે. રાજકોટમાં ડુંગળીનાં ભાવ રૂ.૩૫૦ થી ૬૬૦ નાં હતાં. મહુવા-રાજકોટની તુલનાએ ગોંડલમાં આવક ઓછી છેે.

શું ભાવ વધશે કે ઘટશે?

જાન્યુઆરી મહિનામાં એક એવું અનુમાન હતું કેે ફેબ્રુઆરી મહિનામાં ડુંગળીના ભાવો ઘટીને તળિયે પહોંચી જશે પરંતુ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છેે. સાથે છેલ્લા અઠવાડિયે થયેલ કમોસમી વરસાદ પણ નાસિકની ડુંગળીની આવકમાં ઘટાડો કરી શકે છે જેથી હજી થોડાં દિવસ સ્થિર રહી શકે છે. ત્યાર બાદ માર્ચ મહિનામાં ડુંગળીનાં ભાવ ઘટીને રૂ.૫૦૦ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. સાઉથ અને બીજા રાજ્યનાં વેપારીઓને હાલ નાશીકમાં માલ મળતો ન હોવાથી તેઓ સૌરાષ્ટ્ર સુધી લાંબા થયા છે અને પુષ્કળ ખરીદી કરી રહ્યાં છે, પરિણામે ભાવ ઊંચા છે. જેવી નાશીકમાં આવકો વધશે તેમ બજારો ઘટી જશે. ડુંગળીનાં ભાવ વધીને કદાચ રૂ.૯૦૦ થાય તો પણ એ બે-ત્રણ દિવસનાં માંડ મહેમાન બનીને રહે તેવી સંભાવનાં છે. પરિણામે ખેડૂતોને અત્યારે ઊંચા ભાવ મળતા હોય તો કંઈ પણ વિચાર્યા વગર વેચાણ કરી દેવામાં ફાયદો છે.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી લાવતાં ખેડૂતો માટે ખાસ જાણ :

મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાલ કાંદા લાવતા ખેડુતભાઈઓ ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે લાલ કાંદાની આવક તા. ૨૩/૦૨/૨૧ મંગળવાર સાંજના ૬/૦૦ થી બુધવાર સવારનાં ૮/૦૦ કલાક સુધી લેવામાં આવશે, ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ કાંદાની આવકને પ્રવેશ મળશે નહી. જણાવેલ નિયત સમય દરમ્યાન જ આવવા દેવામાં આવશે. નિયત સમય પહેલા આવનારની હરરાજી છેલ્લે કરવામાં આવશે. તેથી નિયત સમય દરમ્યાન જ આવવાનો આગ્રહ રાખવો. કાંદા ગેઈટ પર નોંધાવ્યા વગર હરરાજી કરવામાં આવશે નહી . જેની ખેડૂતભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી. એવું મહુવા માર્કેટ યાર્ડ ના અગ્રણી વી.પી. પાંચાણી એ જણાવ્યું હતું.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવતાં ખેડૂતો માટે ખાસ જાણ :

ભાવનગર માર્કેટયાર્ડ ખાતે ડુંગળી લાવતા ખેડુતો/વાહન માલીકોને જાણ કરવાની કે તા. ૨૪/૦૨/૨૦૧૧ ને બુધવારે સવારના ૯/૦૦ વાગ્યા થી, સાંજના ૯/૦૦ વાગ્યા સુધી નવી ડુંગળીની આવક ઉતારવા દેવામાં આવશે. આથી ભાવનગર માર્કેટયાર્ડ ખાતે ડુંગળી વેચાણ કરવા આવતા ખેડુતો/વાહન માલીકોને જણાવવામાં આવે છે કે, માર્કેટયાર્ડમાં ડુંગળીનો ભરાવો થયેલ હોય તેમજ માલ ઉતારવા માટે જગ્યાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોય તા. ૨૪/૦૨/૨૦૧૧ ને બુધવારના ના રોજ સવારના ૯૦૦ કલાકથી સાંજના ૯/૦૦ કલાક સુધીજ નવી લાલ તથા સફેદ ડુંગળીની આવક ઉતારવા દેવામાં આવશે. નિયત સમય પહેલા અને નિયત સમય બાદ ડુંગળીની આવક સંદતર બંધ રહેશે. આ વ્યવસ્થાના ભાગ રૂપે સમય – મર્યાદા નકકી કરવામાં આવેલ હોય કોઈ પણ દલાલ/કમીશન એજન્ટભાઈઓએ ફોન કરી નવી ડુંગળી મંગાવવી નહી. તેમ છતા કોઈ દલાલભાઈઓ/કમીશન એજન્ટભાઈઓ ડુંગળીની નવી આવક મંગાવશે તો તે અંગે પોતાની અંગત જવાબદારી રહેશે. જે લાગુ પડતા તમામ ખેડૂતભાઈઓ/વેપારીભાઈઓ અને વાહન માલીકોએ જરૂરી સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. તેમ માર્કેટયાર્ડની યાદીમાં જણાવેલ છે .

હવે જાણી લો આજનાં (22/02/2021) ડુંગળી નાં ભાવો

લાલ ડુંગળીનાં ભાવો

મહુવા :- નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૭૫૯

ગોંડલ :- નીચો ભાવ ૩૦૧ થી ઉંચો ભાવ ૭૫૧

જેતપુર :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૭૫૫

અમરેલી :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૬૦૦

રાજકોટ :- નીચો ભાવ ૩૫૦ થી ઉંચો ભાવ ૭૫૫

વિસાવદર :- નીચો ભાવ ૨૬૩ થી ઉંચો ભાવ ૭૧૧

પાલીતાણા :- નીચો ભાવ ૩૪૦ થી ઉંચો ભાવ ૫૬૦

અમદાવાદ :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૭૫૦

દાહોડ :- નીચો ભાવ ૨૬૦ થી ઉંચો ભાવ ૮૦૦

વડોદરા :- નીચો ભાવ ૪૦૦ થી ઉંચો ભાવ ૮૦૦

સુરત :- નીચો ભાવ ૪૫૦ થી ઉંચો ભાવ ૯૦૦

સફેદ ડુંગળીના ભાવો

મહુવા :- નીચો ભાવ ૨૮૦ થી ઉંચો ભાવ ૪૩૯

ગોંડલ :- નીચો ભાવ ૨૧૬ થી ઉંચો ભાવ ૩૯૬

23 તારીખના રોજ મહુવા માર્કેટીંગ યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ 370 થી 754 રૂપિયા રહ્યો હતો. જ્યારે સફેદ ડુંગળી નો ભાવ 200 થી 422 રૂપિયા રહ્યો હતો. મહુવામાં લાલ ડુંગળીની 65000 ગુણી ની આવક આજે નોંધાઈ હતી. જ્યારે સફેદ માં 75000 ગુણીની આવક નોંધાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.