2021 પણ ખતરનાક રહેશે? કોરોના પછી વિશ્વ પર આ મુસીબત ત્રાટકશે તો થશે અબજોનું નુકશાન, જે જાણીને ફાટી જશે આંખો

કોરોના વાયરસ મહામારીને કારણે આખી દુનિયાના લોકો હેરાન પરેશાન છે. હજુ આ મહામારીને હજુ નાથી શકાય નથી ત્યાં દુનિયા પર વધુ એક સંકટ ઘેરાવા લાગ્યું છે. આ વર્ષની ગ્લોબલ રિસ્ક રિપોર્ટ તાજેતરમાં જ જાહેર કરાઈ છે. જેમાં દુનિયા માથે મંડરાતા જોખમ વિશે આગોતરી ચેતવણી અપાય છે. રિપોર્ટ મુજબ આ જોખમ હાલની કોરોના મહામારી કરતા પણ વધુ મોટું છે.

વિશ્વને થઈ શકે છે અબજો રૂપિયાનું નુકશાન

ગ્લોબલ રિસ્ક રિપોર્ટ મુજબ આગામી 10 – 15 વર્ષોમાં ભૂ – રાજનીતિક સ્થિરતા ગંભીર રૂપે નબળી પડી જશે. જો આ રિપોર્ટમાં વ્યક્ત કરાયેલી આગાહી મુજબ થશે તો આખી દુનિયામાં અબજો રૂપિયાનું ભયંકર કહી શકાય તેવું નુકશાન થશે. એનો અર્થ એ પણ થાય કે વૈશ્વિક અર્થવ્યવસ્થા વધુ એક વખત જોખમમાં મુકાઈ જશે. એ સિવાય આવનારા સમયમાં વૈશ્વિક મહામારી, આર્થિક મંદી, રાજનીતિક ઉથલ પાથલ અને જળવાયું પરિવર્તન પણ વિશ્વ માટે ખતરો બની શકે છે.

માનવતા માટે ખતરારૂપ છે જળવાયું પરિવર્તન

દુનિયાએ વર્ષ 2020 માં કોરોના મહામારીનો સામનો કર્યો છે અને હજુ પણ આ મહામારી સંપૂર્ણપણે નાશ પામી પણ નથી. આ મહામારીએ પોતાનો વિકરાળ પંજો વિશ્વ પર ફેલાવેલો છે પણ તેનો અર્થ એ નથી કે વિશ્વ પર જળવાયુંનું જોખમ પૂરું થઈ ગયું. જળવાયું સંબંધીત મામલાઓ માનવતા માટે સંભવિત ખતરા સમાન જ છે. લોકડાઉન અને ઇન્ટરનેશનલ વેપાર તેમજ યાત્રા પર પ્રતિબંધના કારણે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન ઓછું થયું એ વાત સાચી પણ તેમ છતાં જળવાયું એક ચિંતાજનક મુદ્દો છે.

આ રીતે તૈયાર થાય છે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ

રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીને કારણે થયેલા લોકડાઉન અને વિવિધ પ્રતિબંધોને કારણે કાર્બન ઉત્સર્જન ઓછું થયું હતું પણ જ્યારે આ પ્રતિબંધો સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં આવશે ત્યારે ફરી એક વખત કાર્બનનું સ્તર વધવા લાગશે અને તેના કારણે જળવાયું સંકટ વધુને વધુ ઘેરું બનશે.

આ રિપોર્ટ અનેક સમુદાયના 650 થી વધુ કર્મચારીઓએ આકરી મહેનત બાદ તૈયાર કરી છે. તેના માટે વિશ્વભરમાંથી માહિતી એકત્ર કરવામાં આવી હતી. જળવાયું સંકટ સિવાય જંગલમાં લાગતી આગ, સંક્રામક રોગ વેગેરે જેવા જોખમ પણ વિશ્વ માથે ઝઝૂમી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.