બાપરે .. 10 સેકેન્ડ નો વિડિયો 48 કરોડ માં વેચાયો જુવો આ વિડિયો ની ખાસિયતો

એવું તે શું છે આ 10 સેકેન્ડની વિડીયો કલીપમાં જે 48 કરોડમાં ખરીદી લેવામાં આવી? જાણો વિસ્તારથી. તમારી થોડી એવી મહેનત અને તેમાં લગાવેલા થોડા એવા પૈસા ક્યારે તમારું ભાગ્ય બદલી નાખે તેના વિષે કાંઈ કહી નથી શકતા. ઓક્ટોબર 2020 માં અમેરિકામાં મિયામીમાં રહેતા એક આર્ટ કલેકટરે 10 સેકંડના આ આર્ટીસ્ટીક વિડીયો ઉપર 67 હજાર ડોલર એટલે 49.13 લાખ રૂપિયા ખર્ચ કર્યા. પરંતુ હવે તે વેચી દીધા. તેમને આ 10 સેકંડના વિડીયોના 6.6 મીલીયન ડોલર્સ એટલે 48.42 કરોડ રૂપિયા મળ્યા.

આ વિડીયો બનાવ્યો હતો ડિજિટલ આર્ટીસ્ટ બીપલે (Beeple). બીપલનું સાચું નામ છે માઈક વિંકેલમેન. બ્લોકચેન નામની સંસ્થાએ પ્રમાણિત કર્યું છે કે, આ 10 સેકંડનો વિડીયો માઈકે જ બનાવ્યો છે. આ વિડીયો એટલે ડિજિટલ અસેટને નોન-ફંજીબલ ટોકન (NFT) કહેવામાં આવે છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન NFT ઘણા પ્રચલિત થયા છે.

તેને બનાવવા વાળાને પૈસાની જરૂર હોય છે, તેના માટે ઘણા લોકો રોકાણ કરે છે. કારણ કે NFT ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જ રહેશે અને જો તે કોઈને પસંદ આવી ગયું તો તેના કરોડો રૂપિયા મળે છે. બ્લોકચેન ટેકનોલોજીની મદદથી આવા વિડીયોનું ઓનલાઈન ડુપ્લીકેશન નથી થઇ શકતું.

આને વેચવા વાળા આર્ટ કલેકટર પાબ્લો રોડ્રિગેજ-ફ્રેલ (Pablo Rodriguez-Fraile) એ કહ્યું કે તમે લોર્વો જાઓ, મોનાલીસાની પેન્ટિંગ જુવો. તેનો આનંદ તમે ત્યાં જ લઇ શકશો. કારણ કે આવા કાર્યોનો ઈતિહાસ ત્યાં રહેશે અને સાથે જ તેમાં તેના કામનો ઈતિહાસ પણ નથી હોતો. પાબ્લોએ કહ્યું કે, હું બીપલના કામથી પ્રભાવિત હતો, એટલા માટે પહેલા મેં તેને ખરીદ્યું.

પાબ્લો કહે છે કે, તે તેના કામથી વધુ તે વ્યક્તિ માટે કિંમતી બન્યો છે જેણે તેને બનાવ્યો છે. નોન-ફંજીબલ ટોકન (NFT) ઈન્ટરનેટ ઉપર ડોલર્સ, સ્ટોક અથવા સોનાની ઇંટોની જેમ બદલી શકાય છે. નોન ફંજીબલ ટોકનમાં (NFT) માં ડિજિટલ આર્ટવર્ક, સપોર્ટસ કાર્ડસ, વર્ચ્યુઅલ એનવાયરમેન્ટ, ક્રીપ્ટોકરેંસી વોલેટ નેમ જેવી વસ્તુઓ આવે છે.

પાબ્લોએ જે આર્ટીસ્ટીક વિડીયો વેચ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રંપ નીચે પડેલા છે અને તેમના શરીર ઉપર ઘણા બધા ટેટુ બનેલા છે, સુત્રો લખ્યા છે, ઉપર ટ્વીટરની ચકલી પણ બેથી છે. NFT માટે માર્કેટપ્લેસ ઓપનસીએ જણાવ્યું કે, તેમણે ફેબ્રુઆરી મહિનામાં 86.3 મીલીયન ડોલર્સ એટલે 633 કરોડ રૂપિયાથી વધુનું વેચાણ જોયું છે. જયારે ગયા વર્ષે તે 1.5 મીલીયન ડોલર્સ હતું.

ઓપનસીના સહ-સંસ્થાપક એલેક્સ અતાલ્લાહે જણાવ્યું કે, જો તમે કમ્પ્યુટર ઉપર ડીઝાઈન પ્લેટફોર્મ ઉપર 8 થી 10 કલાલ પસાર કરો છો, તો તમે ડિજિટલ દુનિયામાં એવા આર્ટ બનાવતા રહો છો જે એક સેંસ બને છે. એલેક્સે ચેતવણી પણ આપી છે કે, NFT માં રોકાણ કરવા વાળાએ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેકને ક્યારેક તો તેની કિંમતો ના પરપોટા ફૂટશે.

દુનિયામાં બીજા નવા રોકાણ સંબંધી ક્ષેત્રોમાંથી આ પણ એક નવું રોકાણ ક્ષેત્ર છે. અહિયાં જો કોઈ વિડીયો આર્ટની પ્રશંસા થઇ તો કિંમતો ઉંચી મળી જાય છે. ક્યારેક અફવાઓ ઉડી તો તેની કોઈ વેલ્યુ નથી રહેતી.

Leave a Reply

Your email address will not be published.