આ કારણે વરરાજાને બેસાડાય છે ઘોડી પર, કારણ છે ખરેખર રસપ્રદ, જાણો તમે પણ

હિંદુ ધર્મમાં અનેક રીતરિવાજો જોવા મળી રહ્યા છે. આ સાથે લગ્નમાં પણ કેટલાક ખાસ રીવાજો જોવા મળે છે. એમાં અત્યારે ખાસ કરીને લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે તમારે જાણી લેવું જોઈએ કે વરરાજાને શા માટે ઘોડી પર સવારી કરીને પરણવા માટે તોરણે લઈ જવામાં આવે છે. અનેક વાર તમે વિચાર્યું હશે પણ ભાગ્યે જ તમને તેનો જવાબ મળ્યો હશે. તો આજે જાણી લો આ પાછળનું કારણ શું છે તેના વિશે પણ.

પહેલાંના સમયમાં અનેક વાર લગ્ન સમયે સામ સામે લડાઈઓ લડવામાં આવતી હતી. જેમાં વરરાજાએ કન્યાને પરણવા માટે પોતાની વીરતા દેખાડવાની હતી. ગ્રંથોમાં પણ અનેક એવા પ્રસંગ આવે છે જેમાં વરરજાને કન્યાને પરણવા માટે રણભૂમિમાં યુદ્ધ કરવું પડ્યું હોય. શ્રી રામ અને સીતાના સ્વયંવરને માટે પણ આવો પ્રસંગ યોજાયો હતો.

જ્યારે શ્રીરામના ગળામાં વરમાળા નાંખવા દેવી સીતા દઈ રહ્યા હતા તો ત્યાં હાજર દરેક વિરોધી રાજાઓએ પોતાની તલવાર કાઢી અને શ્રી રામની સામે યુદ્ધ કરવાની તૈયારી કરી લીધી. પરંતુ પરશુરામના આવ્યા બાદ દરેકને જાણ થઈ કે શ્રીરામ સાથે યુદ્ધ સાક્ષાત મૃત્યુ સાથે યુદ્ધ છે. અને તે યુદ્ધ અટકી ગયું હતું.

શ્રીકૃષ્ણ અને સાથે જ રુકમણીના વિવાહના સમયે પણ ખાસ યુદ્ધ થયું હતું તેવા પણ અનેક પ્રસંગ છે. આ કારણે ખાસ કરીને વરરાજાને પરણતી સમયે ઘોડી પર બેસાડવાની પરંપરા શરૂ થઈ છે.

પહેલાં આ પરંપરામાં હાથીની સવારી પણ ચલણમાં હતી પણ ઘોડો વીરતા અને શોર્યનું પ્રતીક ગણાય છે અને યુદ્ધના મેદાનમાં ઘોડાની ખાસ ભૂમિકા હોય છે માટે તેની સવારી કરાવાય છે. વરરાજાને પણ રણવીરના રૂપમાં તૈયાર કરાય છે. આધુનિક યુગમાં જ્યારે સ્વયંવર અને લડાઈ જેવી પરંપરા બંધ થઈ ત્યારથી વરરાજાને શુકન માટે પણ ઘોડી પર બેસાડવાનું શરૂ કરાયું છે.

Leave a Reply

Your email address will not be published.