જંગલની વચ્ચો વચ્ચ ભક્તની પરેશાની દૂર કરવા માટે પ્રગટ થયાં માં ખોડલ, જુઓ પછી શું થયું….

મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઘણા લોકો ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખતા હોય છે અને ભગવાન જાતે આવીને તેમના ભક્તની રક્ષા કરતા હોય છે અને તેવા આપણે પણ ઘણા કિસ્સાઓ સાંભળ્યો જ હશે. તેવો જ એક કિસ્સો હાલમાં જોવા મળ્યો છે.

Advertisement

તેવામાં ભક્તોના ગમે તેવા દુઃખડાંઓ ભગવાન જાતે જ આવીને દૂર કરતા હોય છે. આજે તેવા જ એક પરચા વિષે આપણે જાણીએ જેમાં માતા ખોડીયાર તેમના જ ભક્તની જાતે જ મદદ કરવા માટે આવ્યા હતા. માતા ખોડીયારના એવા ઘણા પરચા છે.જે જોઈ દરેક લોકો આજે પણ માતા ખોડીયારમાં મન મુકીને શ્રદ્ધા રાખે છે. મિત્રો કહેવાય છે કે જો તમે સાચા મનથી ભક્તિ કરતા હોય અથવા સાચા મનથી યાદ કરો તો તમારી મુસીબત ટરી શકે છે.

આવી જ એક ઘટના પાકિસ્તાનમાં બની હતી.પાકિસ્તાનમાં માતા ખોડીયારનો એક ભક્ત રહેતો હતો.તે સમયે નવરાત્રી ચાલતી હતી. આથી તે ભકતે નવરાત્રીના નવ દિવસ ઉપવાસ રાખ્યા હતા. પરંતુ તેના ઘરની આજુ બાજુ કોઈ માતાનું મંદિર નોહતું.મિત્રો એક દિવસ તે માતાના દર્શન કરવા માટે તેના ઘરથી 10 એક કિલોમીટર દૂર આવેલ મંદિરે જાય છે. વચ્ચે રસ્તો જંગલમાં થઈને જતો હોવાથી તે બાઇક લઈને મંદિરે ગયો. મંદિરે તો પોહચી ગયો પરંતુ જ્યારે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં આવતા જંગલમાંથી તેને એક ચીસ સાંભરી.

તેને બાજુમાં જોયું તો એક સિંહ તેની બાજુ દોડીને આવી રહ્યો હતો. આવામાં તેને શું કરવું એ કઈ ખબર પડતી નોહતી. મિત્રો આ સમયે પછી તેને માતા ખોડીયારનું નામ લેવાનું શરૂ કર્યું.જ્યારે સિંહ નજીક આવવાનો થયો ત્યારે તે આંખો બંધ કરીને માતા ખોડીયારનું નામ લેવા લાગ્યો.થોડી વાર પછી અવાજ આવ્યો તો તેને આંખ ખોલી અને જોયું તો ત્યાં અચાનક બાજુમાંથી એક વન વિભાગની ટિમ આવી પોહચી હતી. અને તેમને તેની જાન બચાવી લીધી હતી.

ત્યારે તેને ટીમને પૂછયું તો તેમને જણાવ્યું કે અમે અહીં નવા છીએ અને રસ્તો ભટકી ગયા હતા. ત્યારે ભક્તના મનમાં થાય છે કે વન વિભાગની ટિમ રસ્તો કઈ રીતે ભટકી શકે? આ એક ખરેખર માતારાણીનો ચમત્કાર છે. આજે તેમને મારી જાન બચાવી છે.આપણે થોડા વર્ષો પહેલા ની કહાની જુઓ તો પણ માં ખોડિયાર નાં આવા અનેક સત નાં પારખા જોવા મળે છે. માં ખોડલ એ દુનિયામાં હાજર હજુર છે બસ શ્રધ્ધા હોય ત્યાં ખોડલ હોય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *