અહી માત્ર ૧ રૂપિયામાં અપાય છે IAS-IPS ની ટ્રેનીંગ, હવે ગરીબ પરિવાર માંથી પણ IAS-IPS બની શકશે

આપણા દીકરા-દીકરીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં ઘણા પ્રયત્નો થઇ રહ્યાં છે. યુવાનોને કોઇ અગવડ ન પડે અને તમામ સુવિદ્યાઓ મળી રહે તે માટે અમદાવાદમાં નિકોલ ખાતે આવેલા ‘કેળવણીધામ’ માં માત્ર એક રૂપિયામાં IAS અને IPS માટેની તાલીમ આપવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં યુવાનો સિવિલ સર્વિસસની પરીક્ષામાં પાસ થાય તે માટે તેમને અહીં શિક્ષણ આપવામાં આવે છે. પગભર થયા બાદ તમામ સુવિદ્યાઓનો ખર્ચ પરત કરવાનો રહેશે. જે ઘણી સારી બાબત છે.

ઘણા બધા યુવાઓ એવા છે જે ભણવામાં હોશિયાર હોવા છતાં પણ પોતાની આર્થિક સ્થિતિને કારણે પોતાના સપના પુરા નથી કરી શકતા. એવા યુવાઓ માટે આવી સંસ્થાઓ ઘણી મદદગાર સાબિત થાય છે. આજે આપણે એના વિષે થોડી જાણકારી મળીશું. આજે જાણીશું કેળવણીધામ વિષે. તો આવો તમને એની જાણકારી આપીએ.

અહી મળે છે માત્ર ૧ રૂપિયામાં તમામ સુવિદ્યાઓ :

ગુજરાતના અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ તમામ શૈક્ષિક અને રહેવા-જમવાની સુવિદ્યાઓથી સજ્જ ‘કેળવણીધામ’ માં અભ્યાસ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જે બાદ અરજીઓની ચકાસણી કરી યુવાનોને એડમિશન આપવામાં આવ્યા છે. અહિની ખાસ વાત એ છે કે માત્ર એક રૂપિયામાં જ યુવાનોને એડમિશન આપવામાં આવ્યા છે. ઉપરાંત એક રૂપિયામાં વર્ષ દરમિયાન રહેવા અને જમવાની તમામ સુવિદ્યાઓ પણ આપવામાં આવે છે.

કેવી રીતે મળશે એડમિશન, અને કઈ છે એની શરતો?

૧. ૧૫ દિવસમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.

૨. અરજીઓની ચકાસણી બાદ આપવામાં આવ્યું હતું એડમિશન.

૩. અહી માત્ર એક રૂપિયામાં યુવાનોને IAS IPS ની ટ્રેનિંગ મળે છે.

૪. અહી યુવાઓને રહેવા-જમવાની તમામ સગવડો મળે છે.

૫. યુવાઓએ પગભર થયા પછી જ તમામ સુવિદ્યાઓનો ખર્ચ પરત કરવાનો રહેશે.

૬. કેળવણીધામમાં બે લાખથી ઓછી આવક ધરાવતાં વિદ્યાર્થીએ વાર્ષિક ૧૦ હજાર ચૂકવવાના રહેશે.

૭. કેળવણીધામમાં બે લાખથી વધુ આવક ધરાવતાં વિદ્યાર્થીએ વાર્ષિક ૨૦ હજાર ચૂકવવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *