આ વર્ષનાં સૌથી મોટા સમાચાર : ભારતમાં બે વેક્સિનને મળી ઇમરજન્સીને મંજુરી મળી, સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકની વેક્સિનને મંજુરી

નવા વર્ષની શરૂઆતથી લઈને કોરોના વાયરસને લઈને સતત ખુશ ખબર મળી રહ્યા છે. એક્સપર્ટ કમિટીની ભલામણ બાદ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કૉવેક્સિનને ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. તે સિવાય ઝાયડસ કેડિલાની વેક્સિન જાયકોવ-ડી નાં ત્રીજા ચરણનાં ક્લિનિકલ ટ્રાયલ માટે પણ મંજૂરી મળી ગઈ છે.

પીએમ મોદીએ કહ્યું ભારતીયો માટે ગર્વનો દિવસ

બન્ને વેક્સિનનાં ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, “DGCI દ્વારા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનાં કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતને અભિનંદન. અમે બધા મહેનતુ વૈજ્ઞાનિકો અને ઇનોવેટર્સને અભિનંદન પાઠવીએ છીએ.

પીએમ મોદીએ કર્યું આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ

પીએમ મોદીએ કોરોના વાયરસને આત્મનિર્ભર ભારતની સાથે જોડતાં કહ્યું હતું કે દેશનાં નાગરિકો માટે ગર્વની વાત છે કે જે બે વેક્સિન ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી છે, તેનું નિર્માણ ભારતમાં થઇ રહ્યું છે, તે દર્શાવે છે કે આત્મનિર્ભર ભારત બનાવવાના અભિયાનમાં આપણા દેશનાં વૈજ્ઞાનિકો કેટલી મહેનત કરી રહ્યા છે.

અદાર પુનાવાલાએ કહ્યું નવું વર્ષ મુબારક

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પુણેનાં સીઈઓ અદાર પુનાવાલાએ પણ આ બાબતમાં ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે બધાને નવા વર્ષની શુભકામના. કોવિશિલ્ડ, ભારતનાં પહેલા COVID-19 વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સુરક્ષિત અને પ્રભાવી આ વેક્સિન આવનારા દિવસોમાં રોલ-આઉટ માટે તૈયાર છે.

જો થોડી પણ શંકા હોત તો મંજૂરી ન આપી હોત

DCGI નિર્દેશક વીજી સોમાનીએ કહ્યું હતું કે, “જો સુરક્ષા સાથે જોડાયેલા થોડી પણ શંકા હોત તો અમે એવી કોઇપણ ચીજની મંજૂરી ન આપી હોત. આ વેક્સિન ૧૦૦ ટકા સુરક્ષિત છે. હળવો તાવ, દુખાવો અને એલર્જી જેવા અમુક દુષ્પ્રભાવ દરેક વ્યક્તિ માટે સામાન્ય છે. વ્યસનથી લોકો નપુંસક બની શકે છે, આ દાવો સંપૂર્ણ રીતે બક્વાસ છે.

Leave a Reply

Your email address will not be published.