મહિલાએ તરૂણીને ઘરકામ માટે બોલાવી જો કે પુત્રોએ તો અલગ જ કામ ચાલુ કર્યું અને એક દિવસ…

શહેરના મોરબી રોડ પર રહેતી એક 16 વર્ષની સગીરાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતા ખળભળાટ મચી ગયો છે. જેની પ્રાથમિક તપાસમાં સંબંધીના જ બે પુત્રો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સગીરાને પેટમાં દુખાવો થતા પરિવાર હોસ્પિટલ લઇને ગયો હતો.

હોસ્પિટલના ડોક્ટરે 9 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું અને આ દુખાવો પ્રસુતીનો હોવાનું જણાવ્યું હતું. જેથી પરિવારના પગ નીચેથી તો જમીન સરકી ગઇ હતી. જો કે ડોક્ટરોએ તત્કાલ બાળકનો જન્મ કરાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના મોરબી રોડ પર રહેતા મુળ ભાવનગરના પરિવારની 16 વર્ષીય સગીરાએ ગઇકાલે અચાનક પેટમાં દુખાવો થતા પરિવાર તેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયો હતો.

જો કે તબીબોને આશંકા જતા તેમણે ચેકિંગ કર્યું તો તરૂણી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ જાણ પરિવારને કરાતા પરિવાર પણ થોડા સમય માટે અચંબિત થઇ ગયો હતો. જો કે સગીરાને તત્કાલ ડિલિવરી કરાવવી પડે તેમ હોવાથી તત્કાલ ડિલિવરી કરાવી હતી. તરૂણીએ બાળકને જન્મ આપ્યો હતો.

બનાવના પગલે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે પુછપરછ કરતા અને કાઉન્સેલિંગ કરતા સગીરાએ જણાવ્યું કે, ગત્ત માર્ચ દરમિયાન તે પોતાના પોરબંદર ખાતે સંબંધિના ઘરે ગઇ હતી. સંબંધી તેમના ખુબ જ નજીકના સગા છે. તેમનું ગળાનું ઓપરેશન કરાવ્યું હોવાથી સગીરા કામકાજમાં મદદ માટે ગઇ હતી. અહીં મહિલાના પરિચિતના પુત્રએ સગીરા પર વારંવાર દુ-ષ્કર્મ આચર્યું હતું. જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો.

જો કે પરિવારને જાણ થશે તો ખીજાશે તેવા ડરના કારણે સગીરાએ કોઇને જાણ કરી નહોતી. જો કે સગીરાએ બાદમાં જણાવ્યું કે, સંબંધીના બે પુત્રો છે બંન્નેએ વારંવાર તેના પર દુ-ષ્કર્મ આચર્યું હતું. સગીરાના પિતા ઇ-મેટેશન જ્વેલરીના કારખાનામાં કામ કરે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *