મારી બહેનપણીએ કહ્યું કે સ-માગમ અધવચ્ચે અટકાવીને વી-ર્ય બહાર વહાવી દેવાથી ગર્ભધારણ અટકાવી શકાય છે. શું આ વાત સાચી છે

પ્રશ્ન : મારી પત્નીને છેલ્લા બે મહિનાથી માસિક નથી આવ્યું. મને લાગે છે કે એણે ગર્ભધારણ કર્યો છે, પણ એ કહે છે કે એને એવા કોઇ ચિન્હો જણાતા નથી. આ માટે માર્કેટમાં મળતી પ્રેગ્નન્સી કિટનો ઉપયોગ કરીને જાણી ન શકાય? એક મહિલા (જામનગર)

ઉત્તર : તમારાં પત્નીને શક્ય છે કે ગર્ભધારણના લક્ષણોનો ખ્યાલ ન આવ્યો હોય, પણ તમારી જે ધારણા છે, તે સાચી હોઇ શકે. તમે તમારાં પત્નીને કહો કે તેઓ પોતાની રીતે કોઇ પણ નિર્ણય પર આવ્યાં વિના ગાયનેકોલોજિસ્ટને બતાવે અને ગાયનેકોલોજિસ્ટ તેમને માસિક ન આવવા પાછળનું કારણ તેમણે ગર્ભધારણ કર્યો છે કે અન્ય કારણ છે, તે તપાસ કરીને જણાવશે.

તમે કહો છો એ મુજબ પ્રેગ્નન્સી કિટ દ્વારા જાણી શકાય ખરું, પરંતુ તે અંગે અધિકૃત ન કહી શકાય, જે ગાયનેકોલોજિસ્ટ કહી શકે. તમારાં પત્નીને ગાયનેકોલોજિસ્ટ પાસે લઇ જાવ. હકીકતમાં ઘણી વખત વધારે પડતો સ્ટ્રેસ માસિકના હો-ર્મોન્સને બદલી દે છે. તેના કારણે માસિક અનિયમિત થાય છે. આ સિવાય બર્થ કંટ્રોલ પિલ્સ ખાવાથી પણ માસિકમાં સમસ્યા થાય છે.

ગર્ભ નિરોધક ગોળી શરીરમાં ઈંડા બનવા દેતી નથી અને તેના કારણે માસિકમાં સમસ્યા ઉભી થાય છે. 8થી 9 કલાકની ઊંઘ ન કરવી પણ સ્ટ્રેસના હોર્મોન્સ વધારે છે અને તેનાથી માસિક ધર્મ પ્રભાવિત થાય છે. આ સિવાય જે મહિલાઓમાં રક્તની ખામી હોય છે અથવા તો જેને એનીમિયા હોય છે તેમને પણ માસિકમાં સમસ્યા ઉભી થાય છે.

પ્રશ્ન : બે મહિના પછી મારા લગ્ન છે. હું કે મારો ફિયાન્સે હમણાં બાળક નથી ઇચ્છતા. મારી એક બહેનપણીએ કહ્યું છે કે સમાગમને અધવચ્ચે અટકાવીને વી-ર્ય બહાર વહાવી દેવાથી ગર્ભધારણ અટકાવી શકાય છે. શું આ વાત સાચી છે?

ઉત્તર : નવપરિણીતો માટે ગર્ભનિરોધક એ બહુ અગત્યનો મુદ્દો છે. આજના જમાનામાં યોગ્ય રીતે કરેલ સંતતિ નિયમન આશીર્વાદ સમાન છે. આજે ફેમિલી પ્લાનિંગ માટે આપણી પાસે ઘણી પદ્ધતિઓ છે.

આ પદ્ધતિ વિશેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવા યોગ્ય ડોક્ટરની મુલાકાત આવશ્યક છે. લગ્નજીવનની શરૂઆતમાં પુરુષો નિ-રોધનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે.

જ્યારે સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળી લેવાની ઇચ્છા રાખે છે. જે સ્ત્રીએ દરરોજ લેવાની હોય છે. બાળક થતું અટકાવવા સમાગમને અધવચ્ચેથી રોકી દઇ વી-ર્યને બહાર વહાવી દેવાનો જાતે જ શોધી કાઢેલો નુસખો બહુ સલામત કે સારો નથી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *