આ રેસ્ટોરન્ટમાં મળે છે 24 કેરેટ સોનાનું બર્ગર, ચાખવા માટે ખર્ચ કરવા પડશે 4 હજાર રૂપિયા

તમે બર્ગરના વિવિધ ફ્લેવરનો સ્વાદ ચાખ્યો હશે, પરંતુ તમે ક્યારેય ગોલ્ડ બર્ગરનો ટેસ્ટ કર્યો છે? સંભવત નહીં, પરંતુ તમને આ અનોખી વાનગી અમેરિકાની એક રેસ્ટોરન્ટમાં અવશ્ય મળશે. હવે તમે વિચારતા જ હશો કે આપણે સોનું કેવી રીતે ખાઈ શકીએ? તેથી, આ રેસ્ટોરન્ટમાં ખાવામાં આવેલા વાનગી પર 24 કેરેટ સોનાનું કવચ ચઢાવીને આપવામાં આવે છે. જોકે તેનો ટેસ્ટ કરવા માટે તમારે 4 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે.

લોકોને સોનાના બર્ગર ટેસ્ટ કરાવવાના વિચારથી કોલમ્બિયાના બોગોટામાં એક રેસ્ટોરન્ટમાં આ ઓફર ચાલુ કરવામાં આવી છે. તેઓ ઘણીવાર વિશ્વના મનપસંદ ખોરાકને યુનિક વાનગીમાં પરિવર્તન કરે છે. આ વખતે તેઓએ એક વાનગી પર હાથ અજમાવ્યો છે. તેને વિશેષ બનાવવા માટે, તેના પર સોનાનું કોટિંગ કરવામાં આવ્યું છે. તે માત્ર આકર્ષક જ નહીં, પંરતુ તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

કોરોના યુગમાં રેસ્ટોરન્ટની ભીડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, તેમને આકર્ષવા માટે આ આકર્ષક યોજના ચલાવવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં રસોઇયા મારિયા પૌલાએ જણાવ્યું હતું કે આ બર્ગરનું નામ હેમ્બર્ગ છે. આ વાનગી ખૂબ ટેસ્ટી લાગે છે, તેથી લોકો તેને ખૂબ ઉત્સાહભેર તેને ખાય છે.

Leave a Reply

Your email address will not be published.