ક્ષત્રિય સમાજની મહિલા પર કેસ થયા બાદ અમરેલી SP નિર્લિપ્ત રાયની બદલીની માંગ, હવે નિર્લિપ્ત રાય ના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ

છેલ્લા કેટલાક દિવસથી અમરેલી એસપી નિર્લિપ્ત રાય ના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાનમાં આવ્યો છે. અમરેલીમાં ક્ષત્રિય સમાજના મહિલા સામે પોલીસે ખોટો કેસ કર્યો હોવાના આક્ષેપ સાથે અમરેલી એસપી નો વિરોધ થઇ રહ્યો છે. આ મામલે સરકારમાં પણ મોટાપાયે રજુઆતો થઇ છે અને રાજપૂત સમાજ-ક્ષત્રિય આગેવાનોએ સૌરાષ્ટ્ર ના અનેક ગામોમાં સભાઓ પણ કરી છે.

આગેવાનોએ અમરેલી એસપી સામે કાર્યવાહી ની માંગ પણ કરી છે. અમરેલીના લુવારા ગામે પોલીસ કર્મચારીઓ નો વિડીયો ઉતારવા બાબતે એક મહિલા પર કેસ દાખલ કરાયો હતો ત્યારબાદ સમગ્ર સમાજમાં પ્રત્યાઘાતો પડ્યા હતા.ક્ષત્રિય સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં નિર્લિપ્ત રાય વિરોધ લખાણો કરાયા હતા તેમજ તેમની બદલીની માંગ પણ કરાઈ હતી.

જો કે હવે અમરેલી એસપી નિર્લિપ્ત રાય ના સમર્થનમાં પણ લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. એ પણ નોંધનીય છે કે અમરેલી એસપી નિર્લિપ્ત રાય કડક છાપ ધરાવે છે અને જીલ્લામાં ગુનાખોરી ના કેસ પણ ઘટ્યા છે. એક સમયે નિર્લિપ્ત રાય ગામેગામ જઈને બેઠક કરીને ગુનેગારો સામે ન ડરવા લોકોને સમજાવતા હતા અને ફરિયાદ નોંધાવવાનું કહેતા હતા. આવા કામો ને ધ્યાનમાં લેતા હવે એક વર્ગ તેમના સમર્થનમાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં તેમના સમર્થનમાં પોસ્ટ વાયરલ થઇ છે. વાયરલ થયેલ પોસ્ટ નીચે મુજબ છે,

હું અમરેલી SP સાથે છું શું તમે છો. હું નિર્લિપ્ત રાય ના સપોર્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને મેઈલ કરીશ, પોસ્ટ કાર્ડ લખીશ.અમરેલીના બાહોશ SP અમરેલીમાં આવ્યા ત્યારથી સમાજમાં ભય ફેલાવતા તત્વો, ગુંડા તત્વો સામે કાયદાઓનું ભાન કરાવી રહેલ છે. જ્યારે લોકો સાથે અન્યાય થતો ને લોકોએ કલેકટરશ્રી ની કચેરી સામે ધરણા પર્ બેસવું પડતું, આત્મવિલોપન નો પ્રયાસ કરવો પડતો પરંતુ SP નિર્લિપ્તરાય આવતા તેમની હિંમત અને કાયદાના અસરકારક અમલીકરણ ને લીધે પીડિતો એ ધરણા કે આંદોલનો નથી કરવા પડ્યા.હું સરકાર ને લખીશ ભારત ના દરેક જિલ્લા તાલુકાઓ માં આવા નીડર ઓફિસર તૈયાર કરે.

https://www.facebook.com/anil.vastarpara/posts/3723431594403525

Leave a Reply

Your email address will not be published.