આ ફળો એટલા મોંધા છે કે કિંમત જાણીને તમારી આંખોના ડોળા પણ આવી જશે બહાર

લોસ્ટ ગાર્ડન પાઈનેપલ્સ.

આ અનાનસની એક પ્રજાતી છે જેની ખેતી ઇંગ્લેન્ડના લોસ્ટ ગાર્ડન ઓફ હેલીગનમાં કરવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર લોસ્ટ ગાર્ડનમાં થનાર અનાનસ દુનિયાના સૌથી મોંઘા ફળ ગણવામાં આવે છે. આ અનાનસને ગ્રીન હાઉસમાં ઉગાડવામાં આવે છે. આ એક અનાનસની કિંમત 1600 ડોલર એટલે કે લગભગ 1.14 લાખ રૂપિયા જેટલી હોય છે.

ટમેગો મેંગો.

આ કેરીની એક પ્રજાતી છે. નામ છે ટમેગો મેંગો. ટમેગોનો અર્થ થાય છે એગ ઓફ ધ સન. જોવા જઈએ તો આ કેરી એક મોટા ઈંડા જેવી દેખાય છે. એમની પેદાવર જાપાનમાં થાય છે. પણ એની ખેતી ફક્ત ઓર્ડર મળે તો જ કરવામાં આવે છે. કારણ કે આ કેરી ખૂબ જ મોંઘી હોય છે. એક રિપોર્ટ અનુસાર આ એક કેરી લગભગ 2.14 લાખ રૂપિયામાં વેચાઈ ચુકી છે.

ડેંસુકે વોટરમેલન.

આ એક ખૂબ જ ખાસ પ્રકારનું તરબૂચ છે જે કાળા રંગનું હોય છે. આ તરબૂચનું સરેરાશ વજન લગભગ 11 કિલો હોય છે. આ તરબૂચની ખેતી જાપાનના ઉત્તર પૂર્વમાં આવેલા આઇસલેન્ડમાં કરવામાં આવે છે. એની કિંમત પણ લાખોમાં છે. વર્ષ 2008માં આ તરબૂચની નિલામી કરવામાં આવી હતી. ત્યારે એક તરબૂચ 6100 ડોલરમાં નીલામ થયું હતું. અત્યારના અનુસાર એની કિંમત જોવામાં આવે તો લગભગ 4.35 લાખ રૂપિયાથી પણ વધુ થાય.

રુબી રોમન ગ્રેપ્સ.

આ એક ખાસ પ્રજાતિની દ્રાક્ષ છે. એમનો આકાર સામાન્ય રીતે મળતી દ્રાક્ષ કરતા ઘણો જ મોટો હોય છે. એની ખેતીની શરૂઆત પણ જાપાનના ઇશિકાવા પ્રિફેક્ચરમાં કરવામાં આવી હતી. ત્યાં પહેલીવાર વર્ષ 2008માં આ દ્રાક્ષ ઉગાડવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર આ દ્રાક્ષના એક જુમકાની કિંમત 910 ડોલર એટલે કે 65 હજાર રૂપિયા છે. ખબર આવી હતી કે વર્ષ 2016માં રુબી રોમન ગ્રેપ્સની હરાજી થઈ હતી. ત્યારે એનું એક જુમકું 11,400 ડોલર એટલે કે લગભગ 8.14 લાખ રૂપિયામાં વેચાયું હતું.

યુબારી મેલન.

યુબારી મેલન શક્કરટેટીની એક પ્રજાતી છે. ન ફક્ત શક્કરટેટીની બાબતમાં પણ દુનિયાના કોઈપણ ફળની સરખામણીએ આ સૌથી મોંઘું હોય છે. એની ખેતી જાપાનના સપ્પાપોરો પાસે આવેલા હોક્કાઇડો દ્વીપમાં કરવામાં આવે છે. કહેવાય છે કે જાપાનમાં જ્યારે કોઈને ખૂબ જ મોંઘું ગિફ્ટ આપવાનું હોય તો એ એકબીજાને આ મેલન ગિફ્ટમાં આપે છે. વર્ષ 2014માં એક જોડી યુબારી મેલન 26000 ડોલર એટલે કે લગભગ 16.64 લાખ રૂપિયામાં નીલામ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.