
સ્માર્ટફોન હવે લોકોની જરૂરિયાતમાં સામેલ થઈ ગયું છે. એવા ઘણા હશે જેઓ મોબાઈલ પર નિર્ભર હશે. એવામાં બેટરીનું ધ્યાન રાખવું ઘણું જરૂરી હોય છે. તમારી ફોનને ચાર્જ કરવાની ટેવ બેટરી લાઈફ પર અસર કરે છે. પરંતુ આ સમયે ઘણા લોકો ભૂલ કરી બેસતા હોય છે. શું તમે પણ ફોનની બેટરીને 100 ટકા ચાર્જ કરવામા માનો છો, ફોનને કેટલો ચાર્જ કરવો જોઈએ અને તેની સાચી રીતે શું તે અંગે અમે તમને અહીં જણાવી રહ્યાં છીએ.
આખી રાત ફોન ચાર્જ કરવો
મોટાભાગના લોકો એ ભૂલ કરે છે ફોન આખો દિવસ વાપરે અને આખી રાત ફોન ચાર્જિંગમાં લગાવી દેતા હોય છે. આ સૌથી ખરાબ ટેવ છે. ફોનને લાંબા સમય સુધી ચાર્જીંગમાં રાખવું ખોટું છે. ફોન ત્યારે જ ચાર્જ કરો જ્યારે તમને જાગતા હોવ અને તેને વધુ સમય સુધી ચાર્જીંગમાં રાખવું નહીં.
100 ટકા ચાર્જ ના કરો
ઘણા લોકો ફોનને ફુલ ચાર્જ કરવાના ચક્કરમાં હોય છે. લોકોએ ક્યાંક જવું હોય તો તેઓ 100 ટકા ચાર્જ કરીને નીકળવામાં જ માને છે. 100 ટકા ચાર્જિંગથી બેટરી લાઈફ બગડે છે. તેથી ફુલ ચાર્જ ના કરશો. ફોનને માત્ર 80-85 ટકા જેટલો ચાર્જ કરવો જોઈએ.
બેટરી 1-2 ટકાએ પહોંચે ત્યારે જ ચાર્જ કરવું અયોગ્ય
ઘણા લોકો એવું માને છે બેટરી સંપૂર્ણ ડાઉન થાય ત્યારે જ ફોન ચાર્જમાં મુકવો અને 100 ટકા ચાર્જ થાય ત્યારે જ ફોન ચાર્જિંગમાંથી કાઢવો. જો તમારી પાસે ચાર્જિંગની વ્યવસ્થા છે તો 20 ટકા બેટરી હોય ત્યારે જ ફોન ચાર્જિંગમાં લગાવી દેવો જોઈએ. એવું કહેવાય છે કે, 20 થી 80 ટકા સુધી બેટરી રહે તે તમારા ફોન માટે યોગ્ય છે.
સેમસંગ કંપની એવું જણાવે છે કે, આજકાલ મોટાભાગના ફોનમાં લિથિયમ બેટરી હોય છે અને તેમને નિયમિત ચાર્જ કરવાથી તેમની બેટરી લાઈફ ટકી રહે છે. અગાઉના ફોનમાં રહેતી બેટરી કરતા હાલના સમયે કામ કરવાની સ્થિતિ અલગ છે. તેથી બેટરી 50 ટકાથી વધુ ચાર્જ રાખતા રહો અને વારંવાર બેટરી ડાઉન થતા અટકાવો.
ફોન ચાર્જ કરવાનો સૌથી યોગ્ય માર્ગ એ છે કે, ફોન ચાર્જ કરતા સમયે તેનો વધુ ઉપયોગ કરવો નહીં. ફોનને બંધ કરીને ચાર્જ કરવો સારું મનાય છે. આ ઉપરાંત ફોન ચાર્જિંગમાં હોય ત્યારે વીડિયો જોવું કે ગેમ રમવા જેવા કામ ના કરવા. જો આ પદ્ધતિ પર અમલ કરો તો ફોનની બેટરી લાઈફ વધુ ટકે છે.