બાપ રે ! કોરોના આળસ મરડી ઊંઘમાંથી ઉભો થયો, કોરોના સંક્રમિતોમાં બમણો વધારો, શું ફરીથી લોકડાઉન થશે?

હાલ દેશમાં કોરોના મહામારીનું મોટું સંકટ આવ્યું હતું જે ધીમે ધીમે ખતમ થઈ રહ્યું હતું, જોકે દેશમાં કોરોના વેકસીન પણ આવી ગઈ જેથી હવે કોરોના સંપૂર્ણ ખતમ થવાની આશા હતી. પરંતુ કોરોના ફરીથી ઊંઘમાંથી ઉઠી ગયો છે અને ફરી પાછી પહેલા જેવી જ પરિસ્થિતિ સર્જાઈ તેવું લાગી રહ્યું છે.

શહેરમાં કોરોના સંક્રમણમાં ફરી મોટો વધારો જોવા મળ્યો છે. હાલ સિવિલમાં રોજ ૨૦ થી ૩૦ કેસો આવી રહ્યા છે. આમ વધતાં જતા કેસને લીધે ડોકટરો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ડિસેમ્બર મહિના પછી કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો જ્યારે હવે ફરીથી તેમાં વધારો જોવા મળ્યો છે.

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ડબલ થઈ: રાજકોટમાં અત્યાર સુધી ચૂંટણીઓ ચાલુ હતી જેથી કોરોના સુઈ રહ્યો હતો પરંતુ જેવી ચૂંટણી પુરી થઈ એટલે કોરોના ઊંઘમાંથી ઉભો થયો. રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ડબલ થઈ.

ગઈકાલે ૨૪ તારીખના રોજ બુધવારે શહેરમાં ૫૯ પોઝિટિવ કેસ નોંધાય હતાં જ્યારે ૨૩ તારીખના રોજ ૪૪ પોઝિટિવ કેસ નોંધાયા હતાં અને ૨૨ તારીખના રોજ ૩૯ પોઝિટીવ કેસ નોંધાયા હતા તો ૨૧ તારીખે માત્ર ૧૬ જ પોઝિટિવ કેસ હતા. આમ માત્ર ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ કેસમાં ત્રણ ગણો વધારો થયો છે.

કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં: આમ કોરોના કેસ વધતા પણ હરકતમાં આવ્યું છે. નાયબ આરોગ્ય મંત્રી ડો. પંકજ રાઠોડે કહ્યું હતું કે, બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોરોના ના  લક્ષણો દેખાશે તો કરોન્ટાઇન કરવામાં આવશે.

આ સાથે જ મહાનગરપાલિકા તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. જોકે હાલ વિદેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન ચાલી રહ્યો છે ત્યારે અમેરિકા, સાઉથ આફ્રિકા, બ્રાઝિલરહી આવતા લોકોનું સ્ક્રીનીંગ કાર્ય હાથ ધર્યું છે.

દેશમાં ૯૧ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું: દેશના લગભગ ૯૧ જિલ્લામાં કોરોનાના દર્દીઓ મળવાના ફરીથી શરૂ થઈ ગયા છે. તેમાં વાત કરીએ તો સૌથી વધુ જીલ્લા મહારાષ્ટ્ર રાજ્યના છે. જેમાં મહારાષ્ટ્રના કુલ ૩૪ જિલ્લા સામેલ છે જ્યારે કર્ણાટકના ૧૬ જિલ્લા, ગુજરાત,હરિયાણા,પંજાબ, છત્તીસગઢ, બિહારના ૪-૪ તેમજ કેરળના બે જિલ્લા સામેલ છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં કોરોના કેસો વધતા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેમાં દર શનિવાર અને રવિવારે બજારો અને દુકાનો બંધ રહેશે તેમજ દર શનિવાર-રવિવારે રેસ્ટોરન્ટ અને હોટલ પણ બંધ રહેશે આ ઉપરાંત શહેરના સ્વિમિંગ પુલ અને લાઈબ્રેરીઓ ૭ માર્ચ સુધી બંધ રહેશે.

શું દેશમાં ફરીથી લોકડાઉન થશે ?

હાલ દેશમાં મોટાપ્રમાણમાં થયેલા લોકડાઉન બાદ આપણો દેશની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે. ત્યારે ફરીથી લોકડાઉન થાય તેવું લાગી નથી રહ્યું જોકે હાલ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ આવતા મહારાષ્ટ્ર સરકાર ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે, સ્થિતિ બગડશે તો ફરી લોકડાઉન કરવાની ફરજ પડશે. આમ જો લોકડાઉન થશે તો સમગ્ર દેશમાં નહીં થાય પરંતુ જે તે રાજ્યની સરકાર ટૂંકા ગાળાનું લોકડાઉન અથવા નાઈટ કરફ્યુ લગાવી શકે છે. જોકે આ મોદી સરકાર કહેવાય જેનું કાંઈ કહેવાય નહીં તેઓ ઈચ્છે તો સમગ્ર દેશમાં ફરીથી લોકડાઉન લગાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.