મોટી-મોટી કંપનીઓ પણ ન કરી શકી એવું કાર્ય એક સામાન્ય ખેડૂતભાઈએ કરી બતાવ્યું -જાણીને ગર્વ થશે

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. દેશના ખેડૂતો આધુનીક બનવા માટે મહેનત કરી રહ્યાં છે. ખેડૂતો કઈકને કઈક નવીન કરીને બતાવતા હોય છે. સમગ્ર દેશમાં અનેક ઇલેક્ટ્રિક વાહનો બહાર આવ્યા છે. સરકાર લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે દબાણ પણ કરી રહી છે.  ડીઝલ તથા પેટ્રોલની વધતી કિંમત તેમજ વધુ પડતા પર્યાવરણીય પ્રદૂષણને કારણે ઇલેક્ટ્રિક વાહન ચલાવવું ખુબ મોટો સોદો છે.

જો તમે ઇલેક્ટ્રિક બાઇક લેવા માટે જાઓ તો તમને કુલ 40,000 રૂપિયાની લઈને 1 લાખ રૂપિયાથી સુધીની મળશે. જયારે ઓડિશાના બૌધગઢ જીલ્લામાં આવેલ બામંડા ગામમાં રહેતા દિલીપ નામના ખેડૂતે માત્ર 15,000 રૂપિયામાં જાતે જ બનાવી નાંખી છે. દિલીપ પાસે એક સાયકલ છે કે, જેને તેણે ઇલેક્ટ્રિક બાઇકમાં રૂપાંતર કરી નાંખી છે. હવે પરિણામ એ આવ્યું છે કે, તેની સાયકલ કુલ 30 કિમીની ઝડપે દોડી રહી છે.

આની સાથે 1 વખત ચાર્જ કર્યાં બાદ કુલ 80 કિમી સુધીની ચાલી શકે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, માર્કેટમાં આવેલ એક કંપનીની બાઇક પણ કુલ 80 કિમીથી વધુની રેન્જ આપતી નથી. આવી પરિસ્થિતિમાં દિલીપે આ રેન્જની બાઈક ફક્ત 15,000 રૂપિયામાં તૈયાર કરીને કમાલ કરી બતાવી છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું ન હોવાં છતાં તેની પાસે આવી કોઈ ખાસ બેક બેકગ્રાઉન્ડ નથી.

તેઓ એક સામાન્ય ખેડૂત છે એમ છતાં, તે પોતે દિલ્હી જઈને સાયકલ બનાવવાં માટે બેટરી તથા મોટરની ખરીદી કરીને તેની સાયકલમાં ફીટ કરીને, તેને ઇલેક્ટ્રિક બાઇકમાં ફેરવી નાંખી છે. દિલીપે આ બાઇકમાં કુલ 35 વોટની ઇલેક્ટ્રિક મોટરની સાથે કુલ 12 વોલ્ટની બેટરી પણ લગાવી છે. આની ઉપરાંત તેણે પોતાની બાઇકમાં હેડ લાઇટ પણ લગાવી છે.

તેઓએ ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી સામાન્ય બેટરીનો જ ઉપયોગ કર્યો છે. બાઈકને સંપૂર્ણ ચાર્જ કરવામાં અંદાજે 5 કલાકનો સમય લાગે છે. ત્યારપછી, તેઓ સિંગલ ચાર્જિંગમાં કુલ 80 કિમી ચાલી શકે છે. ગામમાં એક જગ્યાએથી અન્ય જગ્યાએ જવા માટે ખૂબ સસ્તું તેમજ સારું માધ્યમ છે. વૃદ્ધ વ્યક્તિઓ પણ બાઈક ચલાવી શકે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.