
કામરેજ પોલીસે કરી PASS કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડઆપ નેતા ગોપાલ ઇટાલિયા સહિત અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું ધરપકડ બાદ ચાંપતો પોલીસ બંદોબસ્ત કરાયોસુરતમાં અલ્પેશ કથીરિયાની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મતદાનના દિવસે થયેલી માથાકૂટને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. અલ્પેશ કથિરીયા વિરુદ્ધ કામરેજ પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો હતો. મનપા ચૂંટણીના મતદાનના દિવસે કામરેજના વેલંજા મથક પર BTPના કાર્યકર્તાઓ સાથે મારામારી બાદ કેટલાક લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. સુરતમાં અલ્પેશ કથિરીયા વિરુદ્ધ કામરેજ પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ, મનપા ચૂંટણીના મતદાનના દિવસે BTPના કાર્યકર્તાઓ સાથે મારામારીનો કેસ
સુરતમાં મતદાન પ્રક્રિયા સમયે કામરેજના વેલંજા મથક પર બબાલ થઈ હતી. પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા પણ મારામારીમાં સામેલ હોવાની વાત સામે આવી હતી. PAAS-BTPના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. PAASના કાર્યકરોએ ગાડીમાં તોડફોડ કરી હોવાનો પણ આક્ષેપ લાગ્યો હતો. તો સાથે BTPના ચૂંટણી એજન્ટોને માર માર્યો હોવાની પણ વાત સામે આવી હતી. 21 ફેબ્રુઆરી 2021ના રોજ વેલંજા પ્રાથમિક શાળામાં મતદાનની પ્રક્રિયા ચાલતી હતી. BTPનાં કાર્યકર જેકિશનભાઇ વસાવા તેમની મારૂતિવાન નં (GJ- 05 CP- 5651)માં તેમના બે દિકરા જેનીશકુમાર, જશપ્રિત, બીજા કાર્યકર અંકિત ગામીત, સાગર રાઠોડ અને કિરણ ગામીત વગેરે વેલંજાનાં ચાર રસ્તા પાસે સ્કૂલ તરફ જતા હતાં.
ત્યારે રોડની બાજુમાં વાનમાં બેસી તેમનાં મહોલ્લાનાં માણસોને સ્લીપ વહેંચણી કરતા હતા. સાંજનાં 4.00 વાગે રંગોલી ચોકડી તરફથી 50થી 60 બાઇક અને કારમાં જય સરદાર લખેલી પીળી ટોપી પહેરેલા અલ્પેશ કથીરીયા સહિત 150થી 200 પાસનાં કાર્યકરો આવ્યા હતાં.સુરતમાં મતદાન પ્રક્રિયા સમયે કામરેજના વેલંજા મથક પર બબાલ થઈ હતી. પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા પણ મારામારીમાં સામેલ હોવાની વાત સામે આવી હતી. PAAS-BTPના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. PAASના કાર્યકરોએ ગાડીમાં તોડફોડ કરી હોવાનો પણ આક્ષેપ લાગ્યો હતો. તો સાથે BTPના ચૂંટણી એજન્ટોને માર માર્યો હોવાની પણ વાત સામે આવી હતી.
બીટીપીના કાર્યકરે વીડિયો ઉતાર્યો હતો? : આશરે 10થી15 મિનિટ સુધી ટોળાએ જાતિ વિષયક ગાળો આપી પથ્થર તથા લાકડીનાં સપાટાથી જેકિશનભાઇ, જેનીશકુમાર, જશપ્રિત, અંકિત ગામીત, સાગર રાઠોડ કિરણ ગામીત વગેરેને મારમારી ભાગી છૂટ્યાં હતા, જેનો BTPનાં માણસોએ વિડિયો ઉતારી લીધો હતો. તેમજ કેટલાક વાહનોનાં નંબર નોંધી લીધા હતા, જેમાં સફેદ કલરની સ્વીફટ ગાડી નં (GJ 05 JR 0568) પણ હતી.