કાળ ભૈરવના આ મંદિરેથી મળી રહ્યો છે વિપદા ટળવાનો ખાસ સંકેત, જાણો તમે પણ

કાળ ભૈરવના આ મંદિરમાં આજે લગભગ 5 દશક બાદ એક દુર્લભ ઘટના જોવા મળી છે. આ ચમત્કા એવો છે કે અહીં બાબા કાળ ભૈરવના વિગ્રહથી તેમનો કલેવર એટેલે કે ચોલા સંપૂર્ણ રૂપે તૂટી ચૂક્યો છે અને અલગ થઈ ગયો છે. જો કે 14 વર્ષ પહેલાં આ ઘટના આંશિક રીતે ઘટી હતી.

કાશીના કોતવાલ કહેનારા ભગવાન શિવના રૌદ્ર રૂપના કાળ ભૈરવને આમ તો ખરાબ નજર, બાધા અને તકલીફોથી ભક્તોને દૂર રાખનારા દેવતા ગણ વામાં આવતા નથી, કાળ ભૈરવના મંદિરમાં આજે 5 દશક બાદ એક દુર્લભ ઘટના બની છે અને આ ઘટના સમયે તેમના વિગ્રહથી કલેવર એટલે કે ચોલા અલગ થઈ ચૂકયું છે. તે સંપૂર્ણ રીતે તૂટી ગયું છે. 14 વર્ષ પહેલાં આ ઘટના નાના પાયે બની હતી. માન્યતા અનુસાર બાબા પોતાનું કલેવર ત્યારે છોડે છે જ્યારે કોઈ ક્ષતિને પોતાના પર લઈ લે છે.

વારાણસીના ભૈરવનાથ વિસ્તારમાં કાશીના કોતવાલ બાબા કાળ ભૈરવના મંદિરથી લઈને ગંગા ઘાટ પંતગંગા સુધીનો વિસ્તાર ઘંટ- ઘડિયાળ અને ડમરુના અવાજથી ગૂંજી ઉઠ્યો. શોભા યાત્રાના રૂપમાં તમામ ભક્ત અને મંદિરના પૂજારી ભારી ભરખમ બાબા કાળ ભૈરવના કલેવરને પોતાના ખભા પર ઉઠાવીને આગળ વઘી રહ્યા હતા અને પછી પંચગંગા ઘાટ પર પહોંચીને નાવ પર સવાર થઈને વિધિ વિધાનની સાથે કલેવરને ગંગામાં વિસર્જિત કરી દીધા હતા.

આ કલેવર બાબા કાળ ભૈરવનું હતું જે 14 વર્ષ પહેલાં આશિક રીતે તો 50 વર્ષ પહેલાં 1971માં પૂર્ણ રૂપે બાબાના વિગ્રહથી અલગ થયું હતું. વિસર્જન બાદ એક વાર ફરી બાબાને મીણ અને સિંદૂર લગાવાયું અને સાથે પારંપરિક રીતે તેમની આરતી કરવામાં આવી. આમ ભક્તો માટે ફરીથઈ દરબાર ખોલવામાં આવ્યો હતો. આ માટેની જાણકારી આપતા કાળ ભૈરવ મંદિરના વ્યવસ્થાપકે કહ્યું કે 14 વર્ષ પહેલાં આંશિક રીતે અને 50 વર્ષ પહેલાં પૂર્ણ રૂપે બાબા કાળ ભૈરવે પોતાનું કલેવર છોડ્યું હતું.

આ દિવસે બાબાના દર્શનને પણ મંગળવારે દુર્લભ દર્શન થાય છે. જે રીતે વ્યક્તિ પોતાના કપડાં બદલે છે તેમ બાબા ભાપ વગારે થાય ત્યારે તેમના કલેવર એટલે કે કપડાં બદલે છે. માન્યતા છે કે કલેવરની વિધિ વિધીન સાથે પંચગંગા ઘાટ પર વિસર્જન, હવન અને આરતી કરવામાં આવી છે.

બાબા કાળ ભૈરવના કલેવર છોડવાનો સંકેત હોય છે કે કોઈ મુશ્કેલી આવવાની હતી જેને બાબા કાળ ભૈરવે પોતાના પર સહન કરી છે. આ મુસીબત ટળી ચૂકી છે અને તેમનું કલેવર અલગ થયું છે. હવે દેશ અને કાશી સુરક્ષિત છે. જૂના કલેવરને છોડ્યા બાદ નવા કલેવર મીણ, દેશી ઘી, સિંદૂર મિક્સ કરીને બાબાને ચઢાવાયા છે. જે સિંદૂરના લેપની સાથે મોટો આકાર લેતો જશે અને ફરી કલેવર છૂટશે કે નહીં તે બાબા કાળ ભૈરવ પર નિર્ભર કરે છે.

Leave a Reply

Your email address will not be published.