ઈમાનદારીનું આદર્શ ઉદાહરણ: એસટીના ડ્રાઇવર-કંડક્ટરે 1.20 લાખ ભરેલું પાકિટ પરત કર્યું

ઘણીવાર આપણી સામે આવા ઉદાહરણ આવતા હોય છે જે વિચારતા કરી દે છે. આવો જ એક બનાવ ધ્રાંગધ્રાથી સામે આવ્યો છે. આજના જમાનામાં પૈસાનો મોહ કોઈને છૂટતો નથી. ગમે તેટલા પૈસાદાર હોય પણ પૈસાની વાત આવે એટલે સંબંધોને ભૂલી જતા હોય છે. ત્યારે એક એવો બનાવ સામે આવ્યો છે, જેમાં માનવતા મહેકી રહી છે.

ધ્રાંગધ્રા-રાજકોટ રૂટની બસમાં સુરેન્દ્રનગરથી બેઠેલા મુસાફર રોકડા રૂ.1.20 લાખ ભરેલું પાકીટ બસમાં ભુલી ગયા હતા. જે બસના ડ્રાઇવર અને કંન્ડક્ટરને મળતા ઉચ્ચઅધિકારીઓને જાણ કરી મુળ માલીકને પરત કરી ઇમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ. ધ્રાંગધ્રા ડેપોથી રાજકોટ જતી બસમાં સુરેન્દ્રનગર બસસ્ટેન્ડથી જીંદાણી વસીમભાઇ ફારૂકભાઇ રાજકોટ જવા માટે બેઠ્યા હતાં. તેઓ રાજકોટ પહોંચતા તેમની પાસે રહેલો સામન લઇ ઉતરી ગયા હતા.

વસીમભાઇ ફારૂકભાઇ બસની ઉપરની સાઇડમાં રાખેલ રૂ.1.20 લાખ રોકડ ભરેલું પાકિટ ભુલી ગયા હતા. બાદમાં તેઓને બાદમાં પાકીટ અંગે યાદ આવ્યુ પરંતુ બસ ધ્રાંગધ્રા આવવા નિકળી ગઇ હતી.

આ પાકિટ બસના કંન્ડક્ટર દલુભા.બી.પરમાર અને કન્ડક્ટર જી.સી.લકુમને મળ્યુ હતુ. આ અંગે ડ્રાઇવર અને કંડક્ટરે એસ.ટી અધિકારીઓને જાણ કરી હતી. જયારે પાકિટ માલિકને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખરાઇ કર્યા બાદ રોકડ રૂ.1.20 લાખ ભરેલ પાકિટ પરત કર્યુ હતું. આમ ઈમાનદારીનું ઉદાહરમ પૂરું પાડતા આ બનાવમાં લોકો ડ્રાઈવર-કન્ડક્ટરના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.