સિતાફળના બીજ મોટી મોટી બીમારીઓમાં આપે છે રાહત, શરીર માટે કેટલા કાયદાઓ કરે છે તે જાણો.

સીતાફળ લગભગ બધાજ લોકોને પ્રિય હોય છે. તેનો સ્વાદ પણ ખુબજ સારો હોય છે. તેના ફાયદો વિષે પણ ઘણા લોકો જાણતા હોય છે. સીતાફળના સેવનથી થોડી જ મિનિટોમાં શરીરમાં રહેલો થાક ઉતરવા લાગે છે. સીતાફળની અંદર બે પ્રકારના વિટામીન્સ વધારે રહેલા છે જે આપણી આંખો માટે ફાયદાકારક હોય છે, વિટામિન સી અને એ. બીજા ઘણા ફાયદાઓ સીતાફળમાં રહેલા છે. પણ આજે આપણે સીતાફળ નહીં તેના બીજ વિષે વાત કરીશું. સીતાફળના બીજ પણ સીતાફળ જેવાજ શરીરમાં ફાયદાઓ કરે છે.

તમે સમાન્ય રીતે સીતાફળનું સેવન કરીને તેના બીજ ને ફેકી દો છો. પણ આજે જાણીલો સીતાફળના બીજથી કેટલા ફાયદાઓ થાય છે અને આ વસ્તુ જાણીને તમે હવે ક્યારે આવી ભૂલ નહીં કરો. ચાલો જાણીએ સીતાફળના બી કેવા કેવા ફાયદાઓ કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. ઘણી બીમારીને સીતાફળના બી શરીરથી દૂર રાખી શકે છે.

સીતાફળના સેવનથી શરીરમાં ઓછી થતી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. સીતાફળના બીજ ની અંદર એંટીઓક્સિડ ગુણો અને વિટામિન સી વધારે માત્રામાં હોય છે. આ બંને ગુણોના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સીતાફળના બીજને તડકે સૂકવી પછી તેને પીસીને ચૂર્ણ બનાવી રોજે સવારે એક ચમચી ચૂર્ણ ખાઈ લો. રોગપ્રતિકારક શક્તિ વધવા લાગશે.

સીતાફળના બીજના સેવનથી શરીરમાં વધતી શુગર કંટ્રોલમાં રાખી શકાય છે. સાથે સાથે BP જેવી સમસ્યા પણ દૂર કરી શકે છે. વધારે થતું લોહીનું ભ્રમણ કંટ્રોલમાં રાખે છે. ડાયાબિટીસ જેવી સમસ્યા પણ કોસો દૂર રાખે છે. રોજે એક ચમચી સીતાફળના બીજ નું ચૂર્ણ સવારે લેવાથી BP અને શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે.

શરીરમાં થતી લોહીની ઉણપ એટલે કે, એનેમિયા જેવા રોગથી પણ રક્ષા કરે છે. સીતાફળના બીજની અંદર રહેલું વિટામિન બી લોહીમાં થતી કમી પૂરી કરવામાં મદદ કરે છે. સીતાફળના બીજની અંદર રહેલું મેગ્નેશિયમ શરીરમાં ઘટતું કે વધતું પાણીનું સ્તર કંટ્રોલમાં રાખે છે. વાળ સબંધિત બીમારી માટે પણ સીતાફળના બીજનો ઉપયોગ કરવામાં આવે છે.

સીતાફળના થોડા બીજ લેવા તેને એક દિવસ સૂકવી રાખો પછી તેને બકરીના દૂધની અંદર થોડીવાર ઘસીને માથા પર લગાવો વાળ ધીરે ધીરે કાળા થવા લાગશે. નિયમિત આ ઉપાય કરવાથી વાળ કાળા અને મજબૂત થવા લાગશે સાથે સાથે વાળનો અટકેલો ગ્રોથ પણ વધવા લાગશે.

ઘણી શોધ બાદ સાબિત થયું છે કે, સીતાફળના બીજની અંદર ઘણી મોટી મોટી બીમારી સામે લડવાની શક્તિ રહેલી છે. અત્યારે ઘણા દેશના વેજ્ઞાનિકો સીતાફળના બીજની મદદથી ઘણી દવાઓ ઉપર શોધ કરી રહ્યા છે. જલ્દીથી ઘણી દવાઓ માર્કેટમાં પણ આવી જશે અને તેનો ઉપયોગ થવા લાગશે.

સીતાફળના બીજની મદદથી કેન્સરની દવા પણ શોધાઈ રહી છે. આગળ સમય જતાં એ પણ શક્ય થઈ જશે અને સીતાફળના બીજની મદદથી કેન્સર નાબૂદ પણ થઈ જશે. હાલમાં તેની દવા પૂર્ણ રૂપે તૈયાર નથી થઈ પણ તેના પર પ્રયોગ ચાલી રહ્યો છે. ઘણા વૈજ્ઞાનિકો કહે છે તે શક્ય થઈ શકે છે પણ 100% હજુ દવા તૈયાર નથી થઈ.

તમે પણ હવે જ્યારે સીતાફળનું સેવન કરો ત્યારે તેના બીજ ફેકવાના બદલે તેનો ઉપયોગ કરવાનુ ના ભૂલતા. ઘણી બધી માહિતી ભેગી કરીને આ આર્ટીકલ લખવામાં આવ્યો છે. તેમજ આ સીતાફળના બીજનો ઉપયોગ કોઈ જાણકાર ની સલાહ લઈને કરો તો વધુ સારું પરિણામ મળી શકે છે. આગળ જરૂર શેર કરો જેથી બધાજ લોકો આ માહિતીને જાણી શકે. આ માહિતી તેમને કામ આવી શકે. જે પણ દર્દી બીમાર છે તેને મદદ મળી શકે.

Leave a Reply

Your email address will not be published.