આ કારણે પ્રેમી યુગલો વચ્ચે વધી રહ્યા છે બ્રેકઅપ અને છૂટાછેડાના કેસ, શું તમારે પણ આવું નથી થતુંને!

સમગ્ર વિશ્વમાં બ્રેકઅપ તેમજ છૂટાછેડાનાં કેસ વધી રહ્યા છે. એક્સપર્ટ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, કોરોના વાયરસને લીધે થઈ રહેલા બ્રેકઅપનાં કેસ હજુ પણ વધી શકે તેમ છે. બીબીસીનાં એક રિપોર્ટ મુજબ ઈગ્લેન્ડમાં રહેતી 29 વર્ષીય મહિલા સોપી ટર્નર તેમજ તેનાં પતિએ છૂટાછેડા માટે અરજી કરી છે.

કોરોના વાયરસનું સંકટ ન હતું ત્યારે તેમણે ક્યારેય અલગ થવાનું વિચાર્યું પણ ન હતું પરંતુ કોરોના મહામારીમાં સોફી બહુ જ સ્ટ્રેસમાં રહેવા લાગી હતી. ત્યાર બાદ લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું. બ્રિટનની લૉ ફર્મ સ્ટીવાર્ટ્સે કહ્યું હતું કે, જુલાઈથી ઑક્ટોબર માસ સુધીમાં છૂટાછેડાની સાથે જોડાયેલા કેસમાં 122% પૂછપરછ વધે છે. ચેરિટી સિટીઝન એડવાઈસ નામની એક સંસ્થા એવું પણ જણાવે છે કે, સંબંધો પૂર્ણ થવાને લઈને ઓનલાઈન સલાહ શોધનારા લોકોની સંખ્યા વધી છે.

જ્યારે અમેરિકી લૉ ફર્મે કહ્યું કે, છૂટાછેડાનાં એગ્રીમેન્ટનાં વેચાણમાં 34% જેટલાનો વધારો થયો છે. કોરોનાને લીધે છૂટછેડાનું પ્રમાણ વધ્યું છે. આવું ચીનમાં પણ જોવા મળ્યું છે. સ્વીડનમાં પણ આવી જ પરિસ્થિતિ છે. નિષ્ણાંતો એવી સલાહ આપે છે કે, કોરોના વાયરસને લીધે ઘણા લોકોને આર્થિક નુકસાન થયું છે. નાણાકીય રીતે માર પડ્યો છે. લોકો ઘણી માનસિક મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે. જેનાં લીધે બ્રેકઅપનાં કેસ વધ્યા છે.

નિષ્ણાંતો એવી સલાહ આપે કે, કોવિડ-19ની મહામારીને લીધે લોકોમાં એક સ્ટ્રેસ ઊભો થયો છે. લોકો તેની જીવનશૈલી પણ બદલી રહ્યા છે. લૉ ફર્મમાં કામ કરનારી કાર્લી કિંચ જણાવે છે કે, આ કોવિડ-19ની મહામારી કપલ્સ વચ્ચે સુનામી બનીને ત્રાટકી છે. લોકડાઉન તેમજ સોશિયલ ડિસ્ટન્સને લીધે કપલ્સે ઘણો સમય સાથે પસાર કર્યો છે. જે ઘણા કપલ્સ માટે હાનિકારક પુરવાર થયું છે.

જોકે, આપણા દેશમાં લોકડાઉનનાં સમયમાં ઘરકંકાસનાં કેસમાં સીધો વધારો થયો છે. એક જ પરિવારમાં માથાકુટ તેમજ ઝઘડાનાં કેસમાં મોટો વધારો જોવા મળ્યો હતો. સર્વે દ્વારા એવું જાણવા મળ્યું હતું કે, માનસિક તાણને લીધે લોકોનો સ્વભાવ ચીડિયો થયો હતો. આમ પણ વિદેશમાં છૂટાછેડાનાં કેસ છેલ્લા ઘણા વર્ષોથી વધ્યા છે.

Leave a Reply

Your email address will not be published.