તમારી જન્મ તારીખ જ જણાવશે તમારો વ્યવસાય અને તમારી કારકિર્દી સાથે સંકળાયેલી ઘણી બાબતો, જાણો કેવી રીતે, સાથે ખાસ જાણો આ ઉપાયો પણ

જન્મતારીખથી વ્યક્તિ વિષે ઘણું બધુ જાણી શકીએ છીએ. તેના પરથી તેના વ્યક્તિત્વ અને તે ક્યો પસંદ કરશે તેના વિષે પણ જાણી શકીએ છીએ. તો આજે આપણે જ્નમાં તારીખ પરથી તમે ક્યો વ્યવસાય કરશો અને તેમારા રોજગારમાં કેવી સમસ્યા આવી શકે છે અને તેને કેવી રીતે દૂર કરી શકયા તેના વિષે જાણીએ.

જન્મ તારીખ ૧,૧૦,૧૯ અને ૨૮ હોય તો :

તમારી જન્મતારીખ આ હોય તો તમારો સબંધ સૂર્ય અને મંગળ સાથે માનવામાં આવે છે. તેમાં તમારા બધા પ્રસાસન, ચીકીત્સા, ટેક્નિકનું ક્ષેત્ર શ્રેષ્ઠ રહેશે. તમારા માટે લાકડા અને ઔષધિના ધંધો સારો રહેશે. તમારા રોજગારમાં સમસ્યા આવતી હોય ત્યારે તાંબું ધારણ કરવું જોઈએ અને સવારે સૂર્યને જળ ચડાવવું જોઈએ.

જન્મ તારીખ ૨,૧૧,૨૦ અને ૨૯ હોય તો :

તમારી જન્મ તારીખ આ હોય તો ચંદ્ર અને શુક્ર સાથે તમારો સબંધ રહેલો હોય છે. કલા, અભિનય, સંગીત, સૌંદર્ય અને જળનું કામ તમારા માટે સૌથી શ્રેષ્ઠ રહેશે. જળ, હોસ્પિટલ, રેસ્ટ્રોરન્ટ અને સૌંદર્યનો વ્યવસાય તમને સરૌ પરિણામ આપી શકે છે. તમારે પૈસાને લગતી કોઈ તકલીફ આવે ત્યારે તમારે ચાંદી ચારણ કરવું અને શિવજીની શક્ય હોય એટલી ઉપાસના કરવી જોઈએ.

જન્મ તારીખ ૩,૧૨,૨૧ અને ૩૦ હોય તો :

તમારો સબંધ બુધ અને ગુરુ સાથે રહેલો હોય છે. તેના માટે તમારે શિક્ષા, સલાહકારિતા, વકાલત અને બૌદ્ધિક ક્ષેત્રોમાં કોશિસ કરવી જોઈએ. તેનાથી તમને સારું પરિણામ મળી શકે છે. આ ઉપરાંત તમે સ્ટેશનરી, શિક્ષા, ધર્મના કામમાં પણ તમને ફાયદો થઈ શકે છે. તમારે સોનું ધારણ કરવું અને સાથે સાથે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરવો જોઈએ.

જન્મ તારીખ ૪,૧૩,૨૨ અને ૩૧ હોય તો :

જો તમે ઉપરની તારીખમાથી કોઈ પણ તારીખે જન્મ્યા છો તો તમારો સબંધ રાહુ અને ચંદ્ર સાથે રહેલો છે. તમારા માટે ટેક્નિક, દવા, જ્યોતિષ, તંત્ર વિજ્ઞાનના ક્ષેત્ર શ્રેષ્ઠ રહેશે. તમારે ઇલેક્ટ્રોનિક્સ અને સલાહકારીતાના ક્ષેત્રમાં પણ ધ્યાન આપવું જોઈએ. તમારે સ્ટીલનો કિચન સાથે રાખો અને શિવજીની ઉપાસના કરવી જોઈએ.

જન્મ તારીખ ૫,૧૪ અને ૨૩ હોય તો :

તમારો સબંધ ગુરુ સાથે રહેલો છે. તમારા માટે ધન, કાયદો, પ્રશાસન તથા કોર્પોરેટના ક્ષેત્રમાં પ્રગતિના ધ્યાન રહેશે. તમે લેખન અને સંગીતમાં પણ ધ્યાન રહેશે. તમારે રોજગારમાં સમસ્યા આવે છે. તો તમે કાંસું ધારણ કરો અને શ્રી કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ. તેનાથી ફાયદો થશે.

જન્મ તારીખ ૬,૧૫ અને ૨૪ હોય તો :

તમારો સબંધ શુક્ર અને બુધ સાથે રહેલો હોય છે. આના માટે તમારે અભિનય, ફિલ્મ, મીડિયા અને ચિકિત્સાના ક્ષેત્રમાં તમારું યોગદાન કરી શકો છો. તમારે ચાંદીનો ઝૂડો ધારણ કરવો જોઈએ. શિવ અને પાર્વતીની સંયુક્ત ઉપાસના કરવી જોઈએ. તેનાથી લાભ થશે.

જન્મ તારીખ ૭,૧૬ અને ૨૫ હોય તો :

તમારો સબંધ શુક્ર સાથે સબંધ રહે છે. તમારા માટે ધર્મ, શિક્ષા, કળા, અનુસંધાન અને ટેકનિકના ક્ષેત્ર સારું પરિણામ મળશે. તમે વિશેષ કરીને ઔષધિમાં સફળતા મળી શકે છે. તમે રોજગારમાં સમસ્યા આવે તો સોનું પહેરવું અને ભગવાન ગણેશનું સ્મરણ કરવું તેનાથી લાભ થશે.

જન્મ તારીખ ૮, ૧૭ અને ૨૬ હોય તો :

તમારો સબંધ શનિ અને મંગળ સાથે રહેશે. તમારા માટે પ્રશાસન, રાજનીતિ, કાયદા અને એંજિરિંગના ક્ષેત્ર ખાસ રહી શકે છે. તમે આધ્યાત્મ, જ્યોતિષ અને તંત્ર મંત્રણા ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. લોખંડનો ઝૂડો ધારણ કરવું જોઈએ. તમારે રોજે શનિદેવની અને હનુમાનજીની આરાધના કરવી જોઈએ.

જન્મ તારીખ ૯,૧૮ અને ૨૭ હોય તો :

આ લોકો ઉપર મંગળ અને ગુરુનો પ્રભાવ વધારે રહેશે. તમારા માટે સેના, ફેક્ટ્રી, સાહસ, જમીન અને નિર્માણના ક્ષેત્રમાં લાભ થશે. શિક્ષા અને લેખનમાં પણ સફળતા મળશે. તમારે તાંબાનો ઝૂડો ધારણ કરવું જોઈએ અને રોજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.