36 વર્ષના યુવાને 52 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા! જાણો આવું કેમ બન્યું.

લગ્ન જીવન એટલે જીવનની એક નવી શરૂઆત! દરેક યુવાન યુવતીઓ પોતાના સપનાનાં રાજકુમાર અને રાજકુમારીની રાહ જોઇને બેઠું હોય છે! ખરેખર ઘણાઓને લગ્ન થઈ ગયા બાદ પણ પોતાનું લગ્નજીવન માણતા નથી આવડતું અને આખરે છુટાછેડા સુધીની નોબત આવે છે. આજે આપણે એક એવી સત્ય ઘટના વિશે વાત કરીશું જેનાં વિશે સૌ કોઈ જાણીને ચોંકી જશે. આમ આપણાં ગુજરાતીમાં કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, તેને પોતાના પ્રેમ સિવાય બીજું કંઇ પણ નથી દેખાતું.

વડોદરા શહેરમાં એક આવી જ પ્રેમની અનોખી ઘટના ઘટી છે. એક 36 વર્ષના યુવાનને 52 વર્ષની મહિલા સાથે પ્રેમ થઈ ગયો અને બંને લગ્ન કરવાનું પણ નક્કી કર્યું. સમાજ શું વાત કરશે તેની ચિંતા કર્યા વગર બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું. યુવાન કુંવારો જ હતો પરંતુ 52 વર્ષની સ્ત્રી તેના 12 વર્ષનાં લગ્ન જીવનથી કંટાળીને પોતાના માતાપિતાની સેવામાં પોતાનું જીવન પસાર કરી રહી હતી પરતું વિધાતાએ લખેલા લેખ ક્યાં ખોટા પડે છે? ધાર્યું ધણીનું થાય તેમ આ બંને યુગલોનું મિલન થયું.

ફાઉન્ડેશનના સહયોગથી આ બંનેની મુલાકાત થઇ અને બંને 2 મહિનાં સુધી વાત ચિત કરી અને આખરે લગ્ન કરવાનું નક્કી કર્યું. વર-વધૂ વચ્ચે 16 વર્ષનો તફાવત હોવાં છતાં ઉંમરનું કંઇ પણ વિચાર્યા વગર તેમણે પ્રેમની ભાષા જોઈ. કન્યાના જણાવ્યા અનુસાર, અગાઉના પતિ સાથે મનમેળ ન બેસતાં 12 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લીધા હતા. એ પછી 81 વર્ષના વૃદ્ધ માતા-પિતા સાથે 20 વર્ષ રહી તેમની સેવા કરી હતી. અનુબંધ ફાઉન્ડેશને યોજેલા એક સેમિનારમાં બંનેની મુલાકાત થઈ હતી. મહિલાનું કહેવું છે કે વાતચીત દરમિયાન 36 વર્ષના યુવકનો સ્વભાવ અને રહેણીકરણી સમાન લાગતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમારી વચ્ચે ઉંમરનો ભલે મોટો તફાવત હોય, પરંતુ લાગણીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી.

36 વર્ષના યુવક ભાવિન રાવલે કહ્યું, આટલા વર્ષે પણ મને ગોલ્ડ મળ્યું હોય તેવો અનુભવ થાય છે. મારી પત્ની મારા કરતાં ઉંમરમાં ભલે મોટી હોય, પરંતુ અમારા વિચારો, સ્વભાવ અને લાગણી એકસમાન છે. કોઈએ એ “સાચું જ કહ્યું છે, જોડાં ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલે છે”. ઉંમર ભલે મોટી હોય, પરંતુ મનની સુંદરતા વધુ મહત્ત્વની હોય છે. અમે બન્નેએ સતત 2 મહિના સુધી વાતચીત કર્યા બાદ નક્કી કર્યું કે હવે આગળનું જીવન સાથે વિતાવીશું. મારી પત્ની મોટી ઉંમરનાં હોવાને લીધે, ઘરના બધાને સમજાવવા પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.