લવિંગના આ ચમત્કારિક 4 સરળ ઉપાય બનાવશે તમારા અટકેલા કામ, ટળી જશે ખરાબમાં ખરાબ સમય

લવિંગ એક એવી વસ્તુ છે જે લગભગ સૌ કોઈના ઘરમાં મળી જ જતા હોય છે. તેનો મસાલા તરીકે ભોજનમાં ઉપયોગ કરવામાં છે. પરંતું શું તમે જાણો છો કે લવિંગથી તમે કેટલાક જ્યોતિષ અને તંત્ર ઉપાય પણ કરી શકાય છે. લવિંગના આ ઉપાય કરવાથી તમારી અનેક પરેશાનીઓનું સમાધાન થઈ શકે છે. જાણો લવિંગથી જોડાયેલા આવા જ આસાન ઉપાયો વિશે.

ઉપાય 1

સરસવનું તેલથી દિવો પ્રગટાવો અને તેમાં 2 લવિંગ નાંખી દો. હવે તેનાથી હનુમાનજીની આરતી કરો. આ ઉપાય નિયમિત કરો. આથી ખરાબ સમય ટળી જશે અને તમે દુષ્ટ પ્રભાવથી બચી જશો.

ઉપાય 2

તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિની અસર છે તો દરરોજ સવારે કપૂર સળગાવી તેમાં 2 લવિંગ નાંખો અને આખા ઘરમાં ફેરવો. આથી તમારી સમસ્યાનો ઉકેલ આવે છે. આ ઉપાય દુકાન અને ઓફિસમાં પણ કરી શકાય છે.

ઉપાય 3

જો તમે કોઈ જરૂરી કામમાં સફળતા મેળવવા ઈચ્છો છો તો એક લીંબુના ઉપર 4 લવિંગ લગાવી ૐ શ્રી હનુમતે નમ: મંત્રનો 21 વાર જાપ કરી તે લીંબુને પોતાની સાથે લઈને જાઓ. તમારૂ કામ થઈ જશે.

ઉપાય 4

મંગળવારના રોજ બજરંગ બાણના પાઠ કરી અને હનુમાનજીને લાડવાનો ભોગ લગાવો. આ પછી 5 લવિંગ પૂજા સ્થાન પર દેશી કપૂર સાથે સળગાવો. પછી તેની ભસ્મથી તિલક કરો. આ પ્રયોગ તમારા દુશ્મનોનો પરાજય કરશે.

Leave a Reply

Your email address will not be published.