
માણસ પોતાને સારો દેખાવા માટે ગમે તે કરે છે. અને સૌથી વધુ તે પોતાના ચહેરા નું ધ્યાન રાખતો હોય છે. ચહેરા ને સારો દેખાડવા અને ચમકાવવા માટે તે જાત જાત ની કીમ લગાવે છે. અને મોંઘી મોઘી પ્રોડક્ટ વાપરે છે. અને જાત જાત ના ઘરેલું ઉપચાર પણ કરે છે. અને સાથે માણસો પોતાના દાત ને પણ સાફ રાખવા ઘણા પ્રયત્નો કરે છે. દાત તમે પણ તે ઘણા ઉપાયો કરે છે. પણ એક મહત્વ ની વસ્તુ ને ભૂલી જાય છે અને તે વસ્તુ છે જીભ.
તેઓ ને મનમાં એમજ હોય છે કે એમની જીભ તો સાફ જ છે. આ માટે તે જીભ ને વધુ સાફ કરતા નથી અને જીભ ની સફાઈ સરખી રીતે રાખતો નથી. આ તેની મોટી ભૂલ છે. કહ્રી રીતે જીભ સાફ કરવી બહુ જ જરૂરી છે. એમને આવું લાગે છે કે મોઢા માં થી ખરાબ સ્મેલ નથી આવતી. અને દાત પણ સરસ સાફ છે એનો મતલબ છે કે તેની જીભ પણ બરાબર સાફ જ હશે. પણ આ તેની મોટી ગેર સમજ છે.
તમને ખબર હશે કે તમે જો બ્રસ કરતા હોય ત્યારે જીભ ને રોજ સાફ ન કરો તો ત્યાં જીભ ની ઉપર સફેદ પરત જામી જતી હોય છે. શરૂઆત માં તો આ કોઈ વધુ ગંભીર બીમારી નથી લાગતી અને તેના લીધે કોઈ ખરાબ સ્મેલ પણ નથી આવતી પણ ધીમે ધીમે આ ને લીધે જ વધુ પડતી પરત જામી જતી હોય છે. અને ધીમેં ધીમે કરતા મોઢા માંથી ખરાબ સ્મેલ પણ આવવા લાગે છે.
અને આ જે ધીમે ધીમે ખરાબ સ્મેલ આવે છે. તે પછી ગંભીર બીમારી ની સ્વરૂપ પણ લઇ લેતી હોય છે. જીવન માં હમેશા નાની નાની બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. જો તેના ઉપર ધ્યાન દેવામાં ન આવે તો તે જ સમય જતા કોઈ મોટી ગંભીર બીમારી નું સ્વરૂપ લઇ લે છે. અને ભવિષ્ય માં કોઈ મોટી તકલીફ નો સામનો પણ કરવો પડે છે. આ માટે જીભ ને બરાબર સાફ કરવી.