આવો મિત્ર કોઈને ન આપેઃ સુરતમાં મિત્ર જ મિત્રની 17 વર્ષની છોકરીને ભગાડી ગયો, દુષ્કર્મ આચર્યું

કહેવામાં આવે છે કે જીવનમાં એકાદ ખાસ મિત્ર તો હોવ જ જોઈએ, જે સુખ અને દુઃખમાં સાથે ઉભો રહે. પણ સુરતમાંથી એક એવો શરમજનક કિસ્સો સામે આવ્યો છે જેને મિત્રતાના નામ પર કાળો દાગ લગાવ્યો છે. 40 વર્ષના મિત્રએ જ મિત્રની 17 વર્ષની છોકરી પર નજર બગાડી હતી. અને તેને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી લીધી છે.

સુરતના પુણા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી નવસારી ખાતે ક્લાસીસમાં જવાનું કહી નીકળતાં ઘરે પરત ફરી ન હતી. માતાપિતાએ દીકરી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ માતાપિતાની ફરિયાદ લઈ ગુમ કિશોરીની તપાસ હાથ ધરી હતી. ત્યાં પોલીસે કિશોરીની કોલ ડિટેઇલ તપાસ કરતાં કિશોરી નર્મદા જિલ્લામાં હોવાનું બહાર આવ્યુ હતું. પોલીસે નર્મદા જિલ્લાના મોતીનાલ ગામ ખાતે રેડ કરી હતી અને ત્યાં આ કિશોરી મળી આવી હતી. ત્યાં જ તેની સાથે તેના પિતાનો મિત્ર 40 વર્ષીય રાજેશ વસાવા પણ સાથે મળી આવ્યો હતો.

માતાપિતાને કિશોરીને કોણ ભગાડી ગયું હતું તે જાણ થતાં જ માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ કિશોરીને બીજો કોઈ નહીં પણ તેના જ પિતા સાથે હોમગાર્ડ તરીકે કામ કરતો રાજેશ હોવાનું બહાર આવ્યું હતું. રાજેશ અને ભોગ બનનાર કિશોરીના પિતા સાથે હતા. અને આ મિત્રતાને લઈ રાજેશ કિશોરીના ઘરે અવરજવર કરતો હતો. રાજેશ પોતે પરિણીત હોવા છતાં તેની નજર તેના મિત્રની 17 વર્ષીય કિશોરી પર હતી. કિશોરીને મીઠી મીઠી વાતો કરી તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેને નર્મદા જિલ્લાના ગામમાં લઈ ગયો હતો.

રાજેશ પહેલેથી જ ગુનાહિત માનસિકતા ધરાવતો ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ કડોદર પોલીસ મથકમાં છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. તેથી તેને હોમગાર્ડ કમાન્ડરમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *