
હનુમાનજીને કળિયુલના દેવતા માનવામાં આવે ચ્હે. તે કળિયુગમાં પણ તેમના ભકતને સફળતા આપે છે. જે લોકો હનુમાનજીની પુજા કરે છે તેને હમેશા બાલ, બુદ્ધિ અને વિદ્યાની સહેલાઇથી પ્રાપ્ત થાય છે. હનુમાનજી તેમના ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. તે તેમના ભક્તને ક્યારેય નિરાશ કરતાં નથી. શાસ્ત્રો પ્રમાણે હનુમાનજીને અષ્ટ ચિરંજીવી કહેવામા આવે છે. બજરંગ બલીની પુજા કરવા માટે મંગળવારનો દિવસ ખૂબ શુભ મનાય છે.
આ દિવસે હનુમાનજીની પુજા કરવામાં આવે ત્યારે તમને ઘણી સમસ્યા માથી છૂરકારો મળે છે. તેથી જે લોકો આ દિવસે બજરંગ બલીની પુજા કરશે તે ભક્તની મનોકામના હનુમાનજી હમેશા પૂરી શકે છે. તેને સાથે તેના આશીર્વાદ હમેસા તમારા પર બની રહે છે. તેથી તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યા દૂર થાય છે. તેના માટે તમારે તેના માટે થોડા ઉપાયો કરવા જોઈએ તેનાથી તમારી બધી સમસ્યા દૂર થાય છે.
તમારે સવારે ઊઠીને હનુમાનજીના આ બાર નામનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી તમારી આયુમાં વધારો થાય છે તે વ્યક્તિ દીર્ઘાયુ બને છે. તેથી તમારે રોજે સવારે ઊઠીને હનુમાનજીના આ બાર નામનું સ્મરણ કરવું જોઈએ.
હનુમાનજીના બાર નામ :
તેમના આ નામ તમારે રોજે નિયમિત પણે લેવા જોઈએ. તેમના નામ આ પ્રમાણે છે. રામ ભક્ત, મહાવીર હનુમાન, શંકર સુમન, અંજલિ પુત્ર, અમિત વિક્રમ, સમેષ્ટ, પ્રાણદાતા, લક્ષ્મણ, પવન સુત, કેસરી નંદન, બજરંગ બલી અને મહાબલ. તેમના આ નામનું સ્મરણ કરવાથી તમને ઘણા ફાયદાઓ થાય છે.
તમે આ નામનું સ્મરણ નિત્યનિયમ ના સમયે કરશો તો તેનાથી તમાને પરીવારનું સુખ પ્રાપ્ત થાય છે. રોજે રાતે સૂતા પહેલા તમારે બજરંગ બલીનું નામ લેવું જોઈએ તેનાથી તમને શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. જો લોકો વ્યક્તિ હનુમાનજીના આ બાર નામનો જપ કરશે તો હનુમાનજી તેની રક્ષા બધી દિશા માથી કરશે. તમારે માગલવારના દિવસે આ બાર નામ ભોજપત્ર પર લાલ સાહીથી લખીને તેને તાંબાના તાવીજમાં ભરીને તેને હાથે અથવા ગાળામાં બાંધવાથી તમને માથાનું દુખાવા માથી રાહત મળશે.