આ રેલવે સ્ટેશન પર તમામ પોસ્ટ પર મહિલા છે જાણો આવું કેમ કરવા માં આવું છે

આજના સમયમાં મહિલાઓ પુરુષોને બરાબરીની ટક્કર આપી રહી છે. તે દરેક ક્ષેત્રમાં આગળ છે. આ વાત જીવતું જાગતું ઉદાહરણ જયપુરના ગાંધીનગર રેલવે સ્ટેશનમાં જોવા મળે છે. અહીં તમને ખરા અર્થમાં મહિલા સશક્તિરણ જોવા મળે છે. કારણ કે, આ સ્ટેશનની ખાસ વાત એ છે કે,અહીં તમામ સ્ટાફ મહિલા કર્મચારી છે. જી હા.. તમે બરાબર સમજી રહ્યાં છો. અહીં તમામ કર્મચારી મહિલા છે.

છેલ્લા ત્રણ વર્ષથી આખું સ્ટેશન ફક્ત મહિલા કર્મચારીઓ જ ચલાવે છે. જયપુર-દિલ્હી રૂટ પર આ પ્રખ્યાત રેલ્વે સ્ટેશન પર 40 કર્મચારીઓ કામ કરે છે. રસપ્રદ વાત એ છે કે, આ તમામ કર્મચારીઓ મહિલાઓ છે. પછી તે સ્ટેશન માસ્ટર હોય કે પછી સફાઈ કર્મચારી. અહીં દરેક પોસ્ટ પર સ્ત્રી છે. આરપીએફનો સ્ટાફ પણ માત્ર મહિલા કર્મચારી છે.

આ રીતે ગાંધીનગર દેશમાં પહેલું મુખ્ય સ્ટેશન બને છે જે ફક્ત મહિલા કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. ફેબ્રુઆરી 2018 માં તેને ઉત્તર પશ્ચિમ રેલ્વે દ્વારા સંપૂર્ણપણે મહિલાઓને સોંપવામાં આવ્યું હતું. અગાઉ આ રેકોર્ડ માટુંગા રેલ્વે સ્ટેશનના નામે હતો. જો કે, તે એક ઉપનગરીય રેલ્વે સ્ટેશન છે.

તમને આશ્ચર્ય થશે કે, ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખૂબ વ્યસ્ત છે. દરરોજ લગભગ 50 ટ્રેનો તેના પરથી પસાર થાય છે. આ ટ્રેનોમાં લગભગ સાત હજાર મુસાફરો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં, આટલો મોટો ડેટા નિયંત્રિત કરવો એ રમત નથી. આ વ્યવસ્થાને મહિલા સ્ટાફ ખૂબ સારી રીતે સંભાળી રહી છે. ઉત્તમ કામગીરી માટે અહીં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

અહીંની મહિલા કર્મચારીઓ દિવસ-રાત 8 કલાકની શિફ્ટમાં કામ કરે છે. આ બધામાં સારો તાલમેલ જાળવવા માટે તેમના વોટ્સએપ પર ‘સખી’ નામનું ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. અહીં રેલ્વે સ્ટેશનમાં પેડ વેંડિંગ મશીન પણ છે.

તેમાં કોઈ શંકા નથી કે આ જયપુર રેલ્વે સ્ટેશન મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે. અમને આશા છે કે આ જોયા પછી દેશના અન્ય રેલ્વે સ્ટેશનો પણ આમાંથી પ્રેરણા લેશે અને વધુને વધુ મહિલા કર્મચારીઓને નોકરી પર રાખશે. કામની દ્રષ્ટિએ મહિલાઓ પુરુષો કરતાં કેવી ઓછી નથી તેનું ઉદાહરણ પણ આ સ્ટેશન છે.

આ સ્ટેશન વિશે તમારો મત શું છે? શું તમે ક્યારેય આ સ્ટેશનની મુલાકાત લીધી છે? જો હા, તો કમેન્ટ કરીને તમારો અનુભવ અમને ચોક્કસથી જણાવજો.

Leave a Reply

Your email address will not be published.