ગુજરાત ના આ પોલીસ બન્યા માનવતાં નું ઉત્તમ ઉદાહરણ, ભીખ માંગતા બાળકોને ચોકી માં આપ્યું શિક્ષણ…..

અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. અમાદવાદમાં અલગ-અલગ પોલીસ ચોકીઓમાં ભીખ માંગતા અને ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને પોલીસ ભણાવી રહી છે. અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં ઝુંપટપટ્ટીમાં રહેતા, ભીખ માંગતા જરૂરિયાતમંદ બાળકો માટે શહેર પોલીસે ‘પોલીસ પાઠશાળા’ શરૂ કરી છે. અમદાવાદના પકવાન ચાર રસ્તા, દાણીલીમડા અને કાંકરિયા વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. ઘણા બાળકો તમાકું જેવી વસ્તુઓના વ્યસની હતા.

વળી, તેમના મા-બાપ માટે પણ કમાવાનું સાધન ન હોવાથી બાળકોને ભણવા માટે મોકલવા રાજી કરવા પોલીસ માટે અઘરા હતા. આથી, શરુઆતમાં બાળકોને કક્કો શીખવાને બદલે વ્યસનમુક્ત કરવામાં આવ્યા અને ત્યારબાદ શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.આ ‘પોલીસ પાઠશાળા’ની અસર એ થઈ છે કે જે બાળકો એક સમયે તેમનું નામ પણ નહોતા બોલી શકતા તેઓ હવે તેમનું નામ લખતા વાંચતા શીખી ગયાં છે. શિક્ષણની સાથે-સાથે બાળકોને નાસ્તો અને જમવાનું પણ આપવામાં આવે છે.જાણો અન્ય સ્ટોરી,અમદાવાદ શહેરમાં આજકાલ પ્રશંસનીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા અનેક દિવસથી પોલીસ દ્વારા ફરી એક વાર માસ્ક વિતરણનું અભિયાન શરૂ કરવામા આવ્યું છે. ઝોન 2 વિસ્તારમાં આવતા છ જેટલા પોલીસ સ્ટેશનમાં સવા લાખથી વધુ માસ્કનું વિતરણ કરાયું છે. તો બીજી તરફ શહેર પોલીસે સમગ્ર શહેરમાં પાંચ લાખથી વધુ માસ્ક લોકોને પહેરાવી અનોખી કામગીરી કરી છે.

પોલીસની એક તરફ માનવતા વાદી કામગીરી તો બીજીતરફ માસ્કના મેમો ફાડતા બેવડી ભૂમિકા પોલીસ નિભાવિ રહી છે તેવું કહેવું કદાચ ખોટું નથી. સાથે સાથે કોમર્શિયલ વિસ્તારમાં વેપારીઓને સૂચના દર્શાવતા બેનરો પણ પોલીસે આપ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક બાબતેની માહિતી પણ સતત પોલીસ તરફથી આપવામાં આવી રહી છે. રોડ પર એકબીજાના સંપર્કમાં આવવાના કારણે પોલીસ વિભાગના 350થી વધુ પોલીસ જવાન અને અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે વેક્સિનના બે ડોઝ લીધા હોવાથી હજુ સુધી કોઈ પણ પોઝિટિવ વ્યક્તિની હાલત ગંભીર ન હોવાનું સામે આવતા લોકોને પણ વેક્સિન લેવા પોલીસ આગ્રહ કરી રહી છે

હાલના સમયમાં ડૉક્ટર, નર્સીસ, મેડિકલ સ્ટાફ અને પોલીસ રાત દિવસ કામ કરી રહ્યા છે. પોતાની ચિંતા કર્યા વગર હાલ તેઓ લોકોનો જીવ બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે તેવામાં લોકોએ જાતે સતર્ક થઈને માસ્ક પહેરીને કામ હોય તો જ ઘરની બહાર નીકળવું તે વાત માનવી જોઈએ. કારણકે હવે તો કોરોનું સંક્રમણ વધતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે પોલીસ પણ એવી ખાતરી આપે છે કે લોકો જેટલા નિયમનું પાલન કરશે તેટલું જ પોલીસ હળવાશથી કામ લઈ સુરક્ષા પુરી પાડી શકશે.

જાણો અન્ય સ્ટોરી,પશ્ચિમ કચ્છ પોલીસની વાત કરીએ તો લોકડાઉનનાં કડકાઈ ભર્યા અમલની સાથે સાથે ગરીબો અને એકલા રહેતા લોકો માટે ફૂડ પેકેટ આપવાની હૃદયસ્પર્શી કામગીરીની હકીકત બહાર આવી છે. ખાવડા અને નખત્રાણાની આસપાસનાં વિસ્તારોમાં આજે મંગળવારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પાંચસોથી વધુ જરૂરિયાતમંદ લોકોને પોલીસની વિવિધ ટીમ દ્વારા ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.લોકડાઉનનાં કડક અમલ વચ્ચે ગરીબ અને નિરાધાર લોકો ભૂખ્યા ન રહે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસે સ્વયંસેવી સંસ્થાની મદદથી આ કામ કર્યું હતું. લોકડાઉનમાં જયારે સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે ત્યારે સમાજનો એવો તબકો જેમનું કોઈ જ નથી એવા લોકો માટે પોલીસે આ ઉમદા કામ હાથ ધર્યું હતું. આગામી દિવસોમાં કચ્છમાં એવા ચાર હજારથી વધુ લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે જેમને ફૂડ પેકેટ આપવામાં આવનારા છે.

લોકડાઉનની સ્થિતિ વચ્ચે સતત લોકોને જાગૃત કરવા માટે પોલીસ અધિકારીઓનું લોકેશન લેવામાં આવી રહ્યું છે. પોલીસનાં પગલા અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત વ્યક્તિની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા થર્મલ ગનની માંગણી કરવામાં આવી છે. જે રોડ ઉપર ચેકીંગ કરીને તરત જ વ્યક્તિને ઓળખી લેશે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છ પોલીસને ફાળવવામાં આવેલી SRPની કંપનીના માણસોને ગ્રામ્ય વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. ખાસ કરીને જયાં વધુ લોકો ભીડમાં જોવા મળે છે તેવા કેરા, બળદીયા,નખત્રાણા, માધાપર વગેરે જેવા ગામોમાં પોલીસને કડકાઇથી લોકડાઉનનો અમલ કરવાની સુચના આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

પોલીસ બિરદાવે પણ છે.સરકારી તંત્રની સાથે સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ મુશ્કેલીની ઘડીમાં લોકોને મદદ કરવામાં આવી રહી છે. કડક છાપ ધરાવતી પોલીસ ન માત્ર સંસાથોને મદદ કરે છે પરંતુ તેમના આવા ઉમદા કામને બિરદાવે પણ છે. ભુજમાં આવેલા હ્યુમન હેલ્પ સેન્ટર ઓફ કચ્છ ફોર મેડિકલ એન્ડ એજ્યુકેશન અને મુસાફર જમાતખાના દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને આશરો આપવામાં આવી રહ્યો છે. સંસ્થાના આ ઉમદા કાર્ય બદલ બોર્ડર રેન્જના આઈજી સુભાષ ત્રિવેદીએ પત્ર લખીને એ.વાય.અકબાનીને અભિનંદન આપ્યા હતા.

જાણો અન્ય સ્ટોરી,મેરઠ પોલીસ ગરીબો માટે દેવદૂત બનીને સામે આવી છે. અહીંની મહિલા પોલીસ કર્મચારી ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે ખાવાનું બનાવી રહી છે.આમ તો જોવા જઈએ તો લોકોના મનમાં પોલીસની છબી સારી નથી, ઘણીવાર તમે સાંભળ્યું હશે કે પોલીસ કોઈની સાથે પણ સારો વ્યવહાર નથી કરતી, અને તેઓ પોતાની મરજી ચલાવે છે. પણ અહીં એકદમ ઊંધું છે. જી હાં, લોકડાઉનના માહોલમાં ગરીબ લોકોની હાલત દિવસેને દિવસે બગડતી જઈ રહી છે.આ મુશ્કેલ સમયમાં મેરઠ પોલીસ તેમની મદદ કરવામાં લાગેલી છે. આ ઇમરજન્સી જેવી સ્થિતિમાં ગરીબો માટે પોલીસ કોઈ ભગવાનથી ઓછી નથી. તમને જણાવી દઈએ કે, મેરઠ પોલીસ દેશહિતમાં પ્રશંસનીય યોગદાન આપી રહી છે. મેરઠ પોલીસની મહિલા કોન્સ્ટેબલો પોતાની ડ્યુટી પુરી કર્યા પછી ગરીબ લોકો માટે પોતાના હાથોથી ખાવાનું બનાવીને તેમનું પેટ ભરી રહી છે.

આખો દેશ કોરોના વાયરસ જેવી મહામારીનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં પોલીસનું પણ અલગ રૂપ જોવા મળી રહ્યું છે. મેરઠના નૌચંદી પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કર્મચારીઓ પોતાની ડ્યુટી પુરી કર્યા પછી પોતાના હાથમાં વેલણ અને પાટલી લઈને ગરીબ લોકો માટે ખાવાનું બનાવવામાં લાગી ગઈ છે. અહીં મહિલાઓ એવા જરૂરિયાતમંદ અને નિર્ધન લોકો માટે ખાવાનું બનાવી રહી છે, જે ભૂખથી તડપી રહ્યા છે અને પોતાના માટે ભોજનની સગવડ નથી કરી શકતા.મેરઠ પોલીસ આ ગરીબ લોકોની સંપૂર્ણ મદદ કરી રહી છે. સમાચાર અનુસાર એવું જણાવવામાં આવી રહ્યું છે કે, એવા ઘણા પરિવાર છે જેમને ખોરાકની કોઈ પણ સુવિધા નથી મળી રહી. તેઓ ગરીબી અને ભૂખથી ઘણા પરેશાન છે અને લોક ડાઉનના સમયમાં તેમનું રોજગાર પણ છીનવાઈ ગયું છે. મેરઠ પોલીસ એવા લોકો પાસે જઈને તેમને ભોજન આપી રહી છે.

મેરઠ પોલીસના આ નેક કામને લઈને લોકો તેમની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. આવી મુશ્કેલ સ્થિતિમાં ગરીબ લોકો માટે પોલીસ દેવદૂત બનીને સામે આવી છે. જણાવી દઈએ કે, પોલીસ સ્ટેશન અને પોલીસ લાઈનમાં સવારથી સાંજ સુધી મહિલા કોન્સ્ટેબલ રોટલી વણીને ગરીબોનું પેટ ભરી રહી છે. તેઓ પોતાની મરજીથી લોકોની મદદ માટે આગળ આવ્યા છે.નૌચંદી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલનું એવું કહેવું છે કે, તેઓ કોઈ પણ અધિકારીના દબાણમાં આ કામ નથી કરી રહ્યા. લોકડાઉનમાં કોઈ પણ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ રસ્તા પર ભુખ્યુ ન રહે, તેને ધ્યાનમાં રાખીને અમે આ કામ પોતાની મરજીથી કરી રહ્યા છીએ. આ મુશ્કેલ સ્થિતિમાં લોકોને કામ નથી મળી રહ્યું, એવામાં અમે પોતાની તરફથી દરેક સંભવ મદદ કરી રહ્યા છીએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *