આ યુવતી પૈસાની લાલચમાં પુરુષો સાથે કરી નાખે છે આ કામ, તમે પણ જાણો.

જો તમે સોશિયલ મીડિયાનો (social media) ઉપયોગ કરી રહ્યા છો તો facebook જેવા માધ્યમ પર કોઇક અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો. કારણ કે, એક ભૂલથી આખીય જિંદગી પસ્તાવાનો વખત આવશે. ફેસબુક પર આવેલી અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાનું વેપારીને ભારે પડ્યું છે. અમદાવાદમાં (Ahmedabad) મહિલાએ (Women) પહેલા વેપારી સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી જે બાદ પોતાનો મોબાઇલ નંબર આપ્યો અને તેની પર વાતો કરી. જે બાદ મહિલાએ તે યુવકને મળવા બોલાવ્યો અને બીજા દિવસે ધમકી આપી કે, તું મને પાંચ લાખ રૂપિયા નહીં આપે તો તને રેપના કેસમાં ફસાવી દઇશ.

શહેરના રબારી કોલોની ચાર રસ્તા નજીક રહેતા એક વેપારીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, જે પ્રમાણે, વર્ષ 2020 ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં તેમના ફેસબુક એકાઉન્ટ પર રાધિકા મોદી નામની એક યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે વેપારીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર પર વાતચીત થતી હતી ત્યારબાદ થોડા સમય બાદ યુવતીએ તેનો મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો. અને મોબાઇલથી પણ વાતચીત થતી હતી તે યુવતીએ કહ્યું હતું કે તે પોતે સુરત છે પરંતુ તેની બહેન અમદાવાદ રહે છે એટલે તે અમદાવાદ આવશે ત્યારે વેપારી ને મળવા બોલાવશે.

જોકે બાદમાં રાધિકા મોદી અને જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ તેઓ ને પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન બહાર બોલાવ્યા હતા. જીતેન્દ્રએ તેમને કહ્યું હતું કે, પોતે ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતા હતા અને હાલ રીટાયર્ડ છે અને સેવાનું કામ કરે છે. ફરિયાદીને કહ્યું હતું કે, જો તમારે સમાધાન કરવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે અઢી લાખ અમને અને અઢી લાખ રૂપિયા પોલીસને વહીવટ કરવો પડશે. જોકે, ફરિયાદીએ ગભરાઈને રૂપિયા પાંચ લાખ આપી દેતા અરજી પરત ખેંચી હતી અને સમાધાન કર્યું હતું.

આ ગેંગએ બીજી ફેબ્રુઆરી એ વધુ એક વેપારીને આ રીતે ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની જાણ થતાં પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *