જાણો એક એવાં પાકની ખેતી વિશે કે જેનાથી વીઘાદીઠ થશે લાખોની કમાણી- ખેડૂતો માટે ખાસ વાંચવાં જેવો લેખ

સોશિયલ મીડિયા પર અવારનવાર લાખોની કમાણી કરી રહેલ ખેડૂતોને લઈ જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી એટલે કે, સફળતાની કહાની સામે આવી રહી છે. વાંસ એ બહુવર્ષાયુ ઘાસ પ્રજાતિનો છોડ છે. તેના વિવિધ ઉપયોગને લીધે વાંસ એ ગરીબોનું ઈમારતી લાકડું ગણવામાં આવે છે. વાંસની અનેકવિધ પ્રજાતિઓ છે.

ગુજરાતમાં માનવેલ વાંસનું ઉત્પાદન વધારે થાય છે. સ્વામીનારાયણ મંદિર જેતલપુરમાં અનેક લોકોને માર્ગદર્શન મળી રહે આની માટે વાંસની ખેતી કરવામાં આવી છે. આની માટે મંદિરના લોકોએ ખેતીનો અભ્યાસ કર્યો હતો તથા હાલમાં ખુબ લાંબા વાંસ લહેરાઈ રહ્યાં છે. જેને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ વાંસમાંથી વીઘાદીઠ 2 લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી થાય છે.

ગુજરાત વન વિભાગ દ્વારા વાંસની વ્યવસ્થિત ખેતી અથવા ઉછેર કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આની ઉપરાંત વાંસની વૈજ્ઞાનિક ઢબ દ્વારા ખેતી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે સ્વામીનારાયણ મંદિર જેતલપુરમાં લોકોને માર્ગદર્શન મળી રહે એની માટે વાંસની ખેતી કરવામાં આવી છે. આની માટે મંદિરના લોકોએ ખેતીનો અભ્યાસ કર્યો હતો તેમજ હાલમાં ખુબ લાંબા વાંસ લહેરાઈ રહ્યાં છે.

આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ વાંસમાંથી વીઘાદીઠ 2 લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી થાય છે. ગરમ તથા ભેજવાળા હવામાનમાં થતા વાંસને 40 ડિગ્રી સે. તાપમાન વધારે અનુકુળ આવે છે. બીજના વેપારી પાસેથી બીજ મેળવીને રોપા ઉછેરીને પણ વાવેતર કરી શકાય છે. બીજનું વાવેતર કરતાં પહેલા એક રાત તેને પાણીમાં પલાળી રાખવા જોઈએ.

જેને લીધે વાવવાલાયક સારા બીજ તળીયે બેસી જશે તેમજ બગડેલા-નકામા બીજ પાણીમાં ઉપર તરતા રહે છે. બીજનું વાવેતર કરતાં પહેલા અનેકવિધ ફૂગનાશક દવાનો પટ આપવો ખુબ જરૂરી છે. એક કિલો બીજદીઠ 4 ગ્રામ સેરેસન અથવા GA-3 તથા પોટેશિયમ નાઈટ્રેટનો પટ આપી શકાય. વાંસ એ બહુવષૉયુ ઘાસ પ્રજાતિનો છોડ હોય તેના જીવનચક્રમાં એકવાર ફૂલ તથા બીજ આવે છે.

આની સાથે જ અંદાજે 30 વર્ષની ઉંમરે આવે છે. વાંસના રોપાને NPK ખાતર વધારે અનુકૂળ આવે છે. ખાતરના ઉપયોગથી વાંસના બાયોમાસમાં કુલ 50% સુધી વૃદ્ધિ મળી શકે છે. ઉપરથી વર્ષે એકવાર ઉનાળામાં છાણિયુ ખાતર આપવું લાભદાયી નિવડે છે. જેને લીધે ખેડૂતોને પણ ખુબ લાભ થશે. આની સાથે જ સારું એવું ઉત્પાદન પણ મળી રહેશે.

કેવી રીતે કરવામાં આવે છે વાવેતર ?

વાંસનું વાવેતર 5*5 મીટરના અંતરે કરવામાં આવતું હોય કૃષિના બીજા પાકોનું ઉત્પાદન આંતરપાક તરીકે લઈ શકાય છે. સૌપ્રથમ બે વર્ષ દોઢથી બે ફૂટ ઊંચાઈના છોડ ધરાવતા પાકો લઈ શકાય છે. ત્યારપછીથી દિવેલા, મકાઈ વગેરે જેવા આંતરપાક પણ લઈ શકાય છે.

વાંસના બીજની વિશેષતા :

વાંસ પર નવેમ્બરથી માર્ચ માસ સુધી ફૂલો આવે છે. આની સાથે જ એપ્રિલ-મે માસમાં બીજ પરિપક્વ થઈ જાય છે. બીજની ઉગવાની ક્ષમતા એક-બે મહિના જેટલી જ હોય છે. સારી રીતે સંગ્રહ કરવામાં આવે તો આ ક્ષમતા થોડો સમય માટે વધારી શકાય છે. જંગલોમાં બીજ જમીન પર પડતા કુદરતી રીતે ઉગી આવે છે. વાંસ ઝૂંડમાં વૃદ્ધિ પામે છે. માત્ર 1 કિલો વજનમાં કુલ 32,000 જેટલા બીજ આવે છે. તેના બીજ ડાંગરના દાણા જેવા તેમજ તેટલી જ સાઈઝના હોય છે.

વાંસની બનાવટો :

વાંસ કલ્પવૃક્ષ જેવું કામ આપે છે. વાંસના લીલા પાંદડા પશુઓના ઘાસચારા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આની સાથે જ કુમળી કૂંપણોમાંથી અથાણુ તથા શાક બનાવવામાં આવે છે. જયારે ડાંગ જિલ્લામાં લીલા વાંસનું તૈયાર અથાણું મળે છે. સૂકાયેલા વાંસ અસંખ્ય રીતે ઉપયોગી નિવડે છે. બાંધકામ ઉદ્યોગમાં, મકાન બાંધવામાં ઈમારતી લાકડા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ખેત ઓજારો બનાવવામાં, ધનુષ-બાણ, પાટલા, હોડી, તરાપા, કમાનો, નદીનાળા પર પુલો, ફર્નિચર, શબપેટી, સૂપડા, વાડ-ફેન્સિંગ, નિસરણી વગેરે બનાવવામાં વાંસનો ઉપયોગ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *