
આજના બદલાતા સમયમાં દરેક છોકરાઓ અને છોકરીઓ એકબીજાની પસંદગી અનુશાર પ્રેમ કરીને અંતે લગ્ન જીવનમાં જોડાવાનું નક્કી કરતા હોય છે.એવું પણ કહી શકાય કે હવે પ્રેમ સબંધોના કિસ્સાઓમાં વધારો થવા લાગ્યો છે.આજના યુવા પેઢી ખાસ કરીને લવ મેરેજમાં વધારે રસ રાખે છે.
પ્રેમ લગ્નમાં લોકો પરસ્પર પ્રેમ,એકબીજાની સંભાળના વચનો પણ આપતા હોય છે.પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે લવ મેરેજ કરવા ઘણા મુશ્કેલ હોય છે.લવ મેરેજ કરવા માટે પરિવારને પ્રથમ રાજી કરવો પડતો હોય છે.પરંતુ દરેક વ્યક્તિ તેમાં સફળ થઇ શકતો નથી.અને પ્રેમ લગ્નમાં ઘણા અવરોધો ઉભા થાય છે.
જયારે છોકરો અને છોકરી પ્રેમમાં હોય છે અને પ્રેમ લગ્ન કરવા માંગે છે ત્યારે ઘણીવાર પરિવાર તેમનો વિરોદ્ધ કરતો હોય છે.ઘરના સભ્યો જયારે લગ્ન માટે સહમત ન થાય ત્યારે આવી પરિસ્થિતિમાં ઘણી વસ્તુઓ બનવા માંડે છે.અને અમુક કિસ્સાઓ પોલીસ સુધી પહોંચે જાય છે,આજે તમને આવો જ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ.
મળતી માહિતી મુજબ પ્રેમીઓને પોલીસે ખુદ પોલીસ સ્ટેશને લગ્ન કરાવ્યા હતા.અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ એક પ્રેમી યુગલ માટે મસીહા તરીકે ઉભરી આવી છે. હકીકતમાં આ પોલીસ પ્રેમાળ દંપતીના લગ્નની સાક્ષી બની છે.આ પોલીસ આ પ્રેમી જોડીનો સાથ આપ્યો છે.
પોલીસે પરિણીત દંપતીના માત્ર લગ્ન જ નથી કરાવ્યા પરંતુ બંનેના પરિવારજનોને પણ લગ્ન માટે માનવી લીધા હતા.પોલીસનું કહેવું છે કે 22 વર્ષિય યુવકે તે યુવતીના ગામનો રહેવાસી છે,જે શટરિંગનું કામ કરે છે.આ યુવક શટરિંગ લગાવવા માટે લગભગ 10 મહિના પહેલા બાજુના ગામ ગયા હતા.
જ્યારે તે 21 વર્ષીય ત્યાં રહેલી યુવતીના પ્રેમમાં પડ્યો હતો.બંને એકબીજાના પ્રેમમાં પડવા લાગ્યા. લગભગ 4 મહિના પછી તેમના લગ્નની વાત થઈ,પરંતુ પરિવાર તેમના લગ્ન પર બિલકુલ સહમત થયા ન હતા.આ લગ્ન સમાજની વિરુદ્ધ હોવાથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રેમાળ કપલ આ પછી પણ મળવાનું ચાલુ રાખ્યું.
તેઓએ આશરે એક અઠવાડિયા પહેલા ઘરેથી ભાગવાનું નક્કી કર્યું હતું અને તે બંને ઘરેથી ભાગી ગયા હતા.ત્યારબાદ યુવતીના પિતા પોલીસ સ્ટેશન ગયા અને રિપોર્ટ નોંધાવ્યો હતો.પોલીસને જાણ થતાં જ તેઓએ શોધખોળ શરૂ કરી હતી અને ગત્ત દિવસોમાં બંનેની શોધખોળ કરતા તે મળી આવ્યા હતા.આ પછી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.
પોલીસને જ્યારે ખબર પડી કે છોકરો અને છોકરી બંને પુખ્ત વયના છે અને તેઓ લગ્ન કરવા માગે છે,ત્યારે પોલીસે પણ લગ્નના તેમના નિર્ણયને સ્વીકાર્યો હતો.ત્યારબાદ છોકરા અને યુવતીના પરિવારના સભ્યોને લગ્ન માટે રાજી કર્યા હતા.મહિલા પોલીસકર્મીઓ યુવતીને બ્યુટી પાર્લર લઈ ગઈ અને તે તૈયાર કરી હતી.
સમગ્ર પરિવાર સાથે પોલીસ સ્ટેશનની અંદર લગ્નના સાત ફેર ફરાવ્યા હતા.અને બંનેએ એકબીજા સાથે રહેવાના પણ વચનો લીધા હતા.આ પછી પોલીસે દરેકને મીઠાઈ ખવડાવીને ખુશ કર્યા હતા.આ પછી છોકરા પાસેથી આવેલા લોકો કન્યાને પોલીસ સ્ટેશનથી ઘરે લઈ ગયા હતા.તણાવ ભરેલું વાતાવરણ અચાનક ખુશીમાં ઉભરી આવ્યું હતું.